________________
૪૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૩૧ જોવાથી, બે આંખોને અમૃતનું સર્જન થાય છે. ll૩૧II
ટીકા -
_ 'वैतृष्ण्याद्' इति :- धनतृष्णाविच्छेदादपरिग्रहस्य अपरिग्रहव्रतस्य दृढता भवति । ટીકાર્ય :
ઘનતૃષ્ણ .... મતિ / ધનતૃષ્ણાના વિચ્છેદથી અપરિગ્રહની અપરિગ્રહવ્રતની, દઢતા થાય છે. ટીકા :
तथा दानेन कृत्वा धर्मोनतिर्भवति, विहितं च तज्जिनभवनकारणे पूर्वाङ्गम्, “तत्रासन्नोऽपि जनोऽसंबन्ध्यपि दानमानसत्कारैः ।
कुशलाशयवान् कार्यो नियमाद्बोध्यंगमयमस्य" ।। (षोडशके श्लो० ६/६) इत्यादिना । ટીકાર્ય :
તથા ..... પૂર્વાન્ ! અને દાનથી=દાનપૂર્વક (દ્રવ્યસ્તવરૂપ જિનમંદિર) કરીને ધર્મની ઉન્નતિ થાય છે, અને જિતભવન કરાવવામાં પૂવગરૂપે શાસ્ત્રમાં દાન વિહિત છે.
ઉત્થાન :
તત્રાસન્નો ..... સચ” II ઈત્યાદિ શ્લોક વડે દાનપૂર્વક જિનમંદિર બંધાવવાથી ધર્મની ઉન્નતિ થાય છે, તે બતાવ્યું છે. તે ષોડશકની ગાથાનો અર્થ આ પ્રમાણે છે – ટીકાર્ય :
“તત્ર સત્રો ..... || ત્યાં=જિનભવનના આરંભમાં, (જિનભવનની) નિકટમાં રહેલા પણ અસંબંધી પણ જનને દાન, માન અને સત્કાર વડે કરીને કુશળ આશયવાળો કરવો જોઈએ. કેમ કે નક્કી આ=કુશળ આશય, લોકના બોધિનું અંગ બને છે.
૦મૂળ શ્લોકમાં નેન' કહેલ છે, તેના પૂરક તરીકે ‘કૃત્વા’ શબ્દ ટીકામાં છે.
કાત્રોડપિ માં વિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, શિલ્પી વગેરેનું તો બહુમાન કરવું જોઈએ, પણ આસન્ન=નજીક રહેલા, જનનું પણ બહુમાન કરવું જોઈએ.
'સંવચ્ચપ' ‘પિ' શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, સંબંધીજન તો દાન, માન અને સત્કાર વડે કુશળ આશયવાળો કરવો જોઈએ, પણ અસંબંધી જન પણ દાનાદિ વડે કુશળ આશયવાળો કરવો જોઈએ.