________________
૪૪૧
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ પ્રાપ્ત થાય છે, તે નિર્જરારૂપ લાભની અપેક્ષાએ બલવાન દોષરૂપ નથી, પરંતુ અકિંચિત્કર છે. તે જ રીતે જિનપૂજાનો અધિકારી જીવ જ્યારે દ્રવ્યસ્તવ કરે છે ત્યારે, ભગવાનની ભક્તિમાં ઉપયોગી એવી હિંસાથી 'પ્રયોજન વગરની લેશ પણ હિંસા ન થાય, એ પ્રકારના યતનાશુદ્ધ ભાવ વડે, તેને પુષ્પાદિના ઉપમદનમાં સંક્લેશ સ્વરૂપનું અપનયન થાય છે. તેથી જેમ વત્સનાગાદિ ઝેર હોવા છતાં સંસ્કારિત કરાતાં સંસ્કારને કારણે મારણ કરતાં નથી, તેમ આ હિંસાદિ કર્મબંધની શક્તિ વગરના બની જાય છે. તેથી પરિકમિત વત્સનાગાદિના જેવી દ્રવ્યસ્તવની ક્રિયાથી બલવાન દોષ પ્રાપ્ત થતો નથી. અર્થાત્ ભગવાનની પૂજામાં વપરાતા પુષ્પાદિના જીવોનું ઉપમન થાય છે, પરંતુ પુષ્પાદિ દ્વારા કરાતા પૂજનથી પોતાને વિરતિની પ્રાપ્તિ સુલભ બને છે, અને અન્ય જીવોને પણ તે પૂજાનાં દર્શનથી બોધિ આદિની પ્રાપ્તિ થાય છે; એ લાભ કરતાં આ જીવોની હિંસા થાય છે, તે બલવાન દોષરૂપ નથી; પરંતુ અકિંચિત્કર દોષ છે. જ્યારે પિતા-પુત્ર સ્થાનમાં પોતાના પ્રાણરક્ષણના મલિન અધ્યવસાયથી પિતા પુત્રને મારે છે, તેથી તેના જેવું દ્રવ્યસ્તવ નથી. માટે બૌદ્ધ મતમાં અમારો પ્રવેશ થશે નહિ.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, જો ખરેખર યતનાશુદ્ધ ભાવ વડે દ્રવ્યસ્તવમાં સંક્લેશરૂપનું અપનયન થાય છે, અને તેથી ગૃહસ્થને દ્રવ્યસ્તવમાં દોષ નથી, તો એ રીતે મુનિને પણ યતનાશુદ્ધ ભાવથી દ્રવ્યસ્તવમાં સંક્લેશનું અપનયન થઈ શકે છે; તેથી મુનિએ દ્રવ્યસ્તવ કરવું જોઈએ, એમ લુપાક કહે, તેથી કહે છે - ટીકાર્થ:
સ્વરૂપ ..... નાથિજાર રૂત્તિ અને સ્વરૂપથી સાવઘપણું હોવાને કારણે યતિને ત્યાં દ્રવ્યસ્તવમાં, અધિકાર નથી.
‘સ્તત્ર નધિકાર તિ’ અહીં ‘ત્તિ' શબ્દ છે, તે જોન' થી લુપાકે શ્વેતાંબર સંપ્રદાયને બૌદ્ધમતના પ્રવેશની આપત્તિ આપી તેનું નિરાકરણ કર્યું, અને ફરી લુંપાકે ૩૫થ તથાપિ .. થી બૌદ્ધમતના પ્રવેશની આપત્તિ બીજી રીતે બતાવી તેનું નિરાકરણ કર્યું, તે કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
ગૃહસ્થ મલિનારંભી છે, તેથી સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાનો અધિકારી છે; જ્યારે મુનિ મલિનારંભી નથી, માટે સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાનો અધિકારી નથી; અને જે અધિકારી હોય તેને જ એ ક્રિયા કરવાથી લાભ થાય, માટે દ્રવ્યસ્તવના અનધિકારી એવા મુનિ ભગવાનની પૂજા કરતા નથી.
અહીં વિશેષ એ છે કે, યદ્યપિ લોચ અને અનશનાદિ પણ શરીરને પીડા ઉપજાવનારૂપ છે, તેથી એ પણ સ્વરૂપથી સાવદ્ય પ્રાપ્ત થાય. તેથી જો યતિ લોચ અને અનશનાદિના અધિકારી હોય તો તેમને જિનપૂજાના પણ અધિકારી માનવા પડે.
અહીં તાત્પર્ય એ ભાસે છે કે, નિશ્ચયથી લોચ અને અનશનાદિ સ્વરૂપથી સાવદ્યરૂપ હોવા છતાં