________________
૪૩૮
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦ ટીકાર્ય :
તાશ ..... પસંમતવ તેવા પ્રકારની ચિરપરિણતિની=પોતાના જીવનનિર્વાહરૂપ સ્વાર્થ ખાતર હું આને મારું છું', તેવા પ્રકારની ચિરપરિણતિની, કઈ રીતે અસંક્ષિણતા હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે. અને સંક્લેશમાં નક્કી કર્મબંધ થાય છે, તે તો તમને અને અમને એમ ઉભયને સંમત જ છે. તેથી પિતા-પુત્ર સ્થાનમાં પણ કર્મબંધ છે જ. વિશેષાર્થ:
તથાવિધ આપત્તિમાં પોતાના દેહરક્ષણ માટે રાગ-દ્વેષથી રહિત પિતા પુત્રને મારે છે ત્યાં, “હું આને મારું છું', એ પ્રકારના અધ્યવસાય વગર મારવાનો અસંભવ છે, તેથી પૂર્વપક્ષીનું એ કથન વિચાર્યા વગરનું છે. અહીં પ્રશ્ન થાય કે, “મારું” એ પ્રકારનો વિચાર કર્યા વગર મારવાનું અસંભવ હોવા છતાં, કોઈ પદાર્થના રાગભાવ કે પુત્ર પ્રત્યેના દ્વેષભાવથી તે હિંસા કરતો નથી, પરંતુ જીવનનિર્વાહનો અન્ય રીતે અસંભવ હોવાથી પિતા પુત્રની હિંસા કરે છે, તેથી સંક્લિષ્ટ ચિત્ત ત્યાં નથી. તેથી બીજો હેતુ કહે છે કે, તેવા પ્રકારની ચિત્તપરિણતિની અસંમ્પિષ્ટતા કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ પુત્ર પ્રત્યે દ્વેષ નહિ હોવા છતાં પોતાના જીવનના રક્ષણાર્થે હું પુત્રને મારું એવા પ્રકારની ચિત્તપરિણતિ સંક્લેશ વગરની નથી; અને સંક્લેશમાં અવશ્ય કર્મબંધ થાય છે, તે તમને અને અમને એમ ઉભયને સંમત છે, તેથી પિતા-પુત્ર સ્થાનમાં પણ કર્મબંધ થાય છે. માટે કાયાથી પણ જ્યાં પોતાના સ્વાર્થ ખાતર હું અને મારું - એ પ્રકારના માનસ ઉપયોગપૂર્વક હિંસા થાય છે, ત્યાં અવશ્ય કર્મબંધ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં બૌદ્ધનો પૂર્વપક્ષ સ્થાપીને તેમાં દોષો બતાવવા માટે તત્ સૂપUTયાદ ..... થી અત્યાર સુધીના કથનથી પૂર્વપક્ષમાં દૂષણ બતાવ્યું. વળી હવે કોઈ અન્ય ઠેકાણે બૌદ્ધ, બીજાથી હિંસા કરાયેલ માંસભક્ષણમાં દોષ નથી, એ પ્રમાણે કહે છે, તે પણ અસંગત છે, તે બતાવવા અર્થે કહે છે - ટીકાર્ચ -
પ ..... પ્રતિદતત્વાન્ ! જે પણ પરથી વ્યાપાદિત પિશિતના ભક્ષણમાં–મારેલાના માંસના ભક્ષણમાં, પર હસ્ત વડે આકૃષ્ટ થયેલા ગ્રહણ થયેલા, અંગારાના દાહની જેમ દોષ નથી, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે, તે પણ ઉન્મત્ત પ્રલપિતની જેમ અનાકર્ણનીય=નહિ સાંભળવા યોગ્ય છે. કેમ કે પરથી વ્યાપાદિત માંસભક્ષણમાં પણ અનુમતિનું અપ્રતિહતપણું છે અર્થાત્ બીજાએ મારેલાના માંસને ખાવામાં અનુમતિ તો લાગે જ છે. વિશેષાર્થ:
પ્રાણીને મારવાના પરિણામપૂર્વક પ્રાણીની હિંસા કરવી, તે કર્મબંધનું કારણ છે, એમ બૌદ્ધ કહે છે; પરંતુ અન્ય કોઈ વ્યક્તિ હિંસા કરે અને તેનું માંસ બૌદ્ધ સાધુ આદિ કોઈ પણ ખાય, તો ને કર્મબંધ થતો નથી; જેમ પરના હાથ વડે આકૃષ્ટ કાઢેલા, અંગારાથી બીજાને દાહ થતો નથી, તેમ બીજાથી કરાયેલી હિંસાથી પોતાને દોષ લાગતો નથી, આ પ્રમાણેનું બૌદ્ધનું કથન પણ ઉન્મત્તના પ્રલાપની જેમ નહિ સાંભળવા યોગ્ય છે.