________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦
૪૧૭ મારવાને અનુકૂળ તૈયાર કરે; પરંતુ સામેની વ્યક્તિને કાંઈપણ પીડા કરી શકે તેવું ન હોય ત્યારે ત્રણ ક્રિયાથી જ હિંસા સમાપ્ત થાય છે. જ્યારે કોઈક વ્યક્તિ મારવાને અનુકૂળ કાંઈક યત્ન પણ કરે, પરંતુ સામેની વ્યક્તિને મારી નાંખવા માટે સમર્થ ન બને ત્યારે ચાર પ્રકારની ક્રિયાથી હિંસાની ક્રિયા સમાપ્ત થાય છે. જ્યારે કોઈક વ્યક્તિ સામેની વ્યક્તિનો જીવિતથી નાશ કરે છે, ત્યારે તે હિંસાની ક્રિયા પાંચ ક્રિયાથી સમાપ્ત થાય છે.
વ્યવહારની દૃષ્ટિએ ત્રણ આદિ ક્રિયાઓથી હિંસા કરવામાં પ્રવર્તતી વ્યક્તિઓને યોગ-પ્રઢેષ સમાન વર્તતો હોય, અર્થાત્ મારવાને અનુકૂળ અધ્યવસાય અને મારવાને અનુકૂળ વીર્યવ્યાપાર સમાન વર્તતો હોય, તો પણ ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનારને વિશેષ બંધ થાય છે, અને ચાર ક્રિયા કરનાર કરતાં પાંચ ક્રિયા કરનારને વિશેષતર બંધ થાય છે, એમ વ્યવહારનય કહે છે. જ્યારે નિશ્ચયનય તો પરિણામના ભેદથી જ બંધની વિશેષતાને માને છે. ઉત્થાન -
નનુ થી જે પૂર્વપક્ષીએ શંકા કરી તેનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
સત્ય', તારી વાત સાચી છે - વિશેષાર્થ :
- ત્રણ, ચાર કે પાંચ પ્રકારની ક્રિયા કરનાર ત્રણે વ્યક્તિમાં જો યોગ અને પ્રદ્વેષ સમાનરૂપે હોય અને ત્રણ કરતાં ચાર કે પાંચ ક્રિયાને કારણે જ વિશેષ-વિશેષતર બંધ સ્વીકારવામાં આવે, તો સ્વીકારવું પડે કે અધ્યવસાય અને બાહ્યક્રિયા ઉભયને અનુરૂપ કર્મબંધ થાય છે, પરંતુ ફક્ત અધ્યવસાયને અનુરૂપ નહિ. પરંતુ પ્રજ્ઞાપનાના તે કથનનું તાત્પર્ય તે પ્રકારનું નથી પરંતુ અન્ય પ્રકારનું છે; માટે તારી વાત સાચી છે, એ કથન અર્ધસ્વીકારમાં છે.
ઉત્થાન :
પ્રજ્ઞાપનાના તે પદથી બાહ્ય ક્રિયા કર્મબંધ પ્રત્યે કારણ કેમ નથી, તે બતાવતાં કહે છે - ટીકાર્ય -
રોષ... રિષ્યિરત્વાન્ યોગ-મઢેષતા સામ્યથી પણ ઉપાદાનસામગ્રીનું જ સંભૂતપણું પ્રતિપાદન હોવાથી અર્થાત્ પ્રજ્ઞાપતાસૂત્રતા વિવેચનમાં યોગ-પ્રદ્વેષતા સાગથી પણ ઉપાદાનસામગ્રીના સંભૂતપણાનું પ્રતિપાદન હોવાથી, બાહ્યસંપત્તિનું પણ અકિંચિત્કરપણું છે.
‘ગોરાદેવસાચ્ચેનાજિ' અહીં ”િ શબ્દ છે તેનો અર્થ એ છે કે, ત્રણ, ચાર કે પાંચ ક્રિયાથી અધિક કર્મબંધ થાય છે તેમ કહ્યું, તેનાથી પણ, ઉપાદાન સામગ્રીના ઉત્તરોત્તર અધિક, અધિકતર સંભૂતપણાનું પ્રતિપાદન કરેલ છે, તેમ યોગ-પ્રàષના સામ્યથી પણ ઉપાદાન સામગ્રીના જ સંભૂતપણાનું પ્રતિપાદન કરેલ છે.