________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૪૨૧ भावना-तत्कायस्य व्याप्रियमाणत्वात्कायिकी, कायोऽधिकरणमपि भवतीत्युक्तं प्राक्, ततोऽधिकरणिकी । प्राद्वेषिक्यादयस्त्वेवं-यदा तमेव शरीरैकदेशमभिघातादिसमर्थमन्यः कश्चनापि प्राणातिपातोद्यतो दृष्ट्वा तस्मिन् घात्ये द्वीन्द्रियादौ समुत्पन्नक्रोधादिकारणोऽभिघातादिसमर्थं शस्त्रमिदमिष्टमिति चिन्तयन्नतीवक्रोधादिपरिणामं भजते, पीडां चोत्पादयति, जीविताच्च व्यपरोपयति, तदा तत्संबन्धिप्राद्वेषिक्यादिक्रियाकारणत्वान्नैगमनयाभिप्रायेण तस्यापि प्राद्वेषिकी, पारितापनिकी, प्राणातिपातक्रिया चेति । ટીકાર્ય :
અવ્યુત્કૃષ્ટ પ્રાગુભવ શરીરથી જે ક્રિયાભિધાન પ્રજ્ઞાપનાવૃત્તિમાં છે તે કહે છે – નનુ' બેઈદ્રિયાદિ જીવોને આશ્રયીને નારકોને કાયિકાદિ ક્રિયાનો કેવી રીતે સંભવ છે ?
કહેવાય છે - જે કારણથી વિવેકાભાવને કારણે અહીં=સંસારમાં, નારકી વડે પૂર્વભવનું શરીર વોસિરાવ્યું નથી તે કારણથી, તે જીવ વડે અર્થાત્ નારકીના પૂર્વભવના જીવ વડે, બનાવાયું છતું તે શરીર શરીર પરિણામનો
જ્યાં સુધી સર્વથા ત્યાગ કરતું નથી, ત્યાં સુધી દેશથી પણ તે પરિણામને ભજતું (તે શરીર), પૂર્વભાવપ્રજ્ઞાપનાથી ઘીના ઘડાની જેમ તેનું તે નારકીના જીવનું, એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, અને તેનો અભાવ અર્થાત્ વિવેકનો અભાવ=નારકીના જીવોને ભવપ્રત્યયથી છે. વિશેષાર્થ :
અહીં પ્રશ્ન થાય કે, નારકીમાં પણ ક્ષાયિક સમ્યક્ત લઈને જનારા હોય છે અને નારકીમાં પણ નવું સમ્યક્ત ઉત્પન્ન થાય છે, તો ત્યાં ભવપ્રત્યય વિવેકાભાવ કેમ કહ્યો?
તેનો ઉત્તર એ છે કે – નારકીમાં સમ્મસ્વરૂપ વિવેક હોવા છતાં વિરતિકૃત વિવેક નથી. આથી જ પૂર્વભવના શરીરને વોસિરાવવાના અધ્યવસાયરૂપ વિરતિનો પરિણામ નારકીના જીવોને થતો નથી. તેથી પૂર્વભવના શરીરને આશ્રયીને બેઈન્દ્રિયાદિ જીવોની કાયિક ક્રિયાનો તેઓને સંભવ છે. ઉત્થાન :
પૂર્વભાવપ્રજ્ઞાપનાથી પૂર્વભવના શરીરને નારકીના શરીર તરીકે વ્યપદેશ કેવી રીતે થાય તે બતાવે છે - ટીકાર્ચ -
જેમ ઘીથી ભરેલો ઘડો ઘી ન હોવા છતાં પણ વૃતઘટ એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, તે પ્રમાણે તે પણ શરીર=નારકીના પૂર્વભવનું પણ શરીર, તેના વડે=નારકીના જીવ વડે, બનાવાયેલું છે, એથી કરીને તેનું=નારકીના જીવનું, એ પ્રકારે વ્યપદેશને યોગ્ય છે.
તેથી તેના શરીરના=પૂર્વભવના તેના શરીરના, એકદેશરૂપ અસ્થિ આદિથી જે અન્ય જીવ પ્રાણાતિપાત કરે છે, તેઓથી પૂર્વે બનાવાયેલા શરીરવાળો (નારકીનો) જીવ પણ કાયિકી આદિ ક્રિયા વડે જોડાય છે. કેમ કે તેના વડે=નારકી વડે, તે શરીરને પૂર્વભવના તે શરીરને, વોસિરાવેલું નથી.
૨-૭