________________
૪૧૯
પ્રતિમાશતક/ બ્લોકઃ ૩૦ ટીકાર્ય :
યત્ર ..... વાપ્રાધાન્યાપાત્ ! અને જે અવ્યુત્કૃષ્ટ=નહિ વોસિરાવેલા, પૂર્વભવના શરીર વડે કરીને ક્રિયાનું અભિધાન છે, તે તદ્ અવિરતિના નિમિત્તથી અર્થાત્ તે જીવમાં વર્તતી પૂર્વભવના શરીર સાથેના સંબંધના પરિણામરૂપ અવિરતિના નિમિત્તથી ઉપચારમાત્ર છે, બાહાપ્રાધાન્યના આક્ષેપથી નહિ. અર્થાત્ કર્મબંધ પ્રત્યે બાહ્યક્રિયાનું પ્રાધાન્ય છે એ પ્રકારના આક્ષેપને કારણે અર્થાત્ ગ્રહણના કારણે પ્રાણાતિપાત ક્રિયાનું અભિયાન નથી; પરંતુ મરનાર જીવે શરીરને નહિ વોસિરાવેલું હોવાને કારણે જે અવિરતિનો પરિણામ વર્તે છે, તેમાં તેના નહિ વોસિરાવેલા શરીરથી થતી હિંસારૂપ ક્રિયાનો ઉપચાર કરીને કહેલ છે. વિશેષાર્થ:
કોઈક જીવે પૂર્વભવના શરીરને વોસિરાવ્યું ન હોય તો તે જીવમાં અવિરતિનો પરિણામ રહે છે, તેથી અવિરતિના નિમિત્તથી તે જીવને કર્મબંધ થાય છે. અને તે અવિરતિનો પરિણામ અધ્યવસાયરૂપ છે, માટે અધ્યવસાયથી જ કર્મ બંધાય છે, એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી પૂર્વભવનું તે શરીર વોસિરાવેલું નહિ હોવાને કારણે તારીરવિષયક અવિરતિના અધ્યવસાયથી કર્મ બંધાય છે, આમ છતાં તે શરીરથી કોઈ અન્ય જીવ હિંસા કરે તો તે હિંસાનો ઉપચાર તે જીવના અવિરતિના અધ્યવસાયમાં કરીને તેના શરીરથી થતી હિંસાનું પાપ તેને લાગે છે, એ પ્રકારનું વ્યવહારનયનું કથન છે. તેથી કર્મબંધ પ્રત્યે પ્રધાનપણે અવિરતિનો અધ્યવસાય કારણ છે, પરંતુ પૂર્વના નહિ વોસિરાવેલા શરીરથી થતી હિંસા કર્મબંધમાં પ્રધાનપણે કારણ નથી. હિંસા ન થાય તો પણ અવિરતિથી કર્મ બંધાય છે, આમ છતાં મારા નહિ વોસિરાવેલા શરીરથી આવી કોઈ હિંસા થઈ શકે તેવી સંભાવના હોવા છતાં, તે શરીરને વોસિરાવવામાં ન આવે તો મારા અધ્યવસાય સાથે તે શરીરથી થતી હિંસાને પણ સંબંધ છે, તે બતાવવા અર્થે વ્યવહારનયે તે ક્રિયાનો ઉપચાર કરેલ છે. અને વ્યવહારનય માને છે કે જ્યારે તે શરીરથી હિંસા થાય ત્યારે કર્મબંધ થાય છે અને તે શરીરથી હિંસા ન થાય ત્યારે અવિરતિકૃત કર્મબંધ હોવા છતાં હિંસાકૃત કર્મબંધ નથી.
અહીં આ પ્રકારનું ઉપચારનું પ્રયોજન એ છે કે, જેમ કોઈ જીવે સંસારના આરંભ-સમારંભના ત્યાગનું પચ્ચખાણ ન કર્યું હોય, અને આરંભ-સમારંભ ન કરતો હોય ત્યારે, આરંભ-સમારંભ કરતી વખતે જેવો અધ્યવસાય હોય છે તેવો અધ્યવસાય નહિ હોવા છતાં, આરંભ-સમારંભની વિરતિનો અધ્યવસાય પણ નથી, તેથી અવિરતિકૃત પાપ ત્યાં લાગે છે. તેથી જ કોઈક સંયોગ પ્રાપ્ત થાય તો પોતે આરંભ-સમારંભ કરે, તેવી પરિણતિ વિદ્યમાન છે, તે જ અવિરતિરૂપ પરિણતિ છે. તેમ પ્રસ્તુતમાં પોતાના નહિ વોસિરાવેલા શરીરથી કોઈક હિંસાદિની ક્રિયા થાય તેવી સંભાવના હોવા છતાં, તે હિંસામાં પોતાના સંબંધને તોડવા અર્થે વોસિરાવવાની ક્રિયા કે સંબંધ તોડવાના અધ્યવસાય માટેની યતનામાં તે વ્યક્તિનો પ્રયત્ન નથી. તેથી કર્મબંધને અટકાવવા માટેની સમ્યગુ યતનામાં તે વ્યક્તિના પ્રયત્નના અભાવકૃત અધ્યવસાયથી તેને કર્મબંધ થાય છે, તે બતાવવા અર્થે ઉપચાર કરેલ છે.