________________
૪૨૩
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
‘યોગવિ' અહીં ‘વ’ શબ્દથી એ સમુચ્ચય થાય છે કે, વિરતિવાળો જીવ ઐહિક-આમુખિક ક્રિયામાં સક્રિય છે, પણ ઐહિક-આમુખિક ક્રિયાના અભાવમાં અક્રિય પણ છે. વિરતિવાળા જીવને નિદ્રામાં ઐહિકઆમુષ્મિક ક્રિયાનો અભાવ છે. વિશેષાર્થ :
સંસારવર્તી જીવો ઊંઘતા હોય ત્યારે આલોક કે પરલોક સંબંધી કોઈ ક્રિયા કરતા નથી, છતાં અવિરતિને કારણે પૂર્વભવના નહિ વોસિરાવેલા શરીરથી થતી ક્રિયા તેઓને પ્રાપ્ત થાય છે, તેથી તેઓને નિદ્રામાં અક્રિય કહેવાયા નથી; અને વિરતિવાળો જીવ ઊંઘમાં જ્યારે આલોક અને પરલોકની ક્રિયા ન કરતો હોય ત્યારે અક્રિય પણ કહેવાયો છે અર્થાત્ આલોક અને પરલોકની ક્રિયા કરતો હોય ત્યારે સક્રિય પણ છે, અને ન કરતો હોય ત્યારે અક્રિય પણ છે.
જેમ દેશવિરતિધર શ્રાવકે પૂર્વનાં શરીરોને વોસિરાવેલ હોવાથી તેમને તત્સંબંધી કોઈ ક્રિયાની પ્રાપ્તિ નથી, અને આલોક સંબંધી પોતાની વિરતિની મર્યાદામાં રહીને વેપારાદિ ક્રિયા કરતો હોય ત્યારે ઐહિક ક્રિયા હોવાને કારણે તે સક્રિય છે, અને પરલોક સંબંધી ભગવદ્ ભક્તિ આદિ ક્રિયા કરતો હોય ત્યારે આમુખિક ક્રિયા હોવાને કારણે તે સક્રિય છે, પરંતુ પૂર્વભવનું શરીર વોસિરાવેલ હોવાને કારણે પૂર્વભવના શરીરની ક્રિયાને કારણે સક્રિય નથી. અને જ્યારે નિદ્રાદિમાં પ્રવર્તતો હોય ત્યારે ઐહિક, આમુખિક કોઈ ક્રિયા કરતો નથી, અને ત્યારે વિરતિધર હોવાથી પરભવ સંબંધી ક્રિયા પણ તેને પ્રાપ્ત થતી નથી, તેથી તેને અક્રિય કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, સ્થૂલ વ્યવહારથી કોઈ જીવે પૂર્વભવનાં શરીરોને વોસિરાવવાની ક્રિયા કરેલ હોય ત્યારે, તત્સંબંધી ક્રિયા તેને લાગતી નથી તેમ કહેવાય છે, અને પરમાર્થથી તો તે વોસિરાવવાની ક્રિયાથી આત્મામાં ઉત્પન્ન થયેલો વિરતિનો પરિણામ જ્યારે વર્તતો હોય, ત્યારે તત્સંબંધી ક્રિયાની પ્રાપ્તિ થતી નથી. ઉત્થાન :
પૂર્વે નવા vi મંતે ! વુિં માયાવંમ ..... ઈત્યાદિ પ્રજ્ઞપ્તિસૂત્રના પાઠની પૂર્વે સામનિવૃત્તિwત્તત્વ .... એ ટીકાના પાઠથી કહેલ કે, દ્રવ્યસ્તવનું ચારિત્રમોહનીયના ક્ષયોપશમનન દ્વારા ફળથી અસદારંભની નિવૃત્તિફળપણું છે, અને શુભયોગરૂપપણા વડે કરીને સ્વરૂપથી અસદારંભની નિવૃત્તિફળપણું છે. ત્યાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે, દ્રવ્યસ્તવનું સ્વરૂપ પૃથ્વી આદિના ઉપમર્થનરૂપ હોવાથી સાવધરૂપ છે, તો અસદારંભની નિવૃત્તિફળપણું શાથી કહો છો ? એ શંકાના નિવારણ અર્થે પૂર્વે ટીકામાં ‘મત વ તતો Sનારમી ક્રિયા', ત્યારથી માંડીને પ્રજ્ઞાપનાવૃત્તિનો પાઠ ‘નનુ નારી ..... પૂરો થાય છે, ત્યાં સુધી અને ત્યાર પછી મત વિ વિરતિમાનું ...થી. Sh:' સુધીના કથન દ્વારા એ સ્થાપન કર્યું કે, બાહ્યક્રિયા પ્રમાણે કર્મબંધ નથી, પરંતુ અધ્યવસાય પ્રમાણે કર્મબંધ છે; અને પૂજાની ક્રિયામાં શુભયોગ વર્તે છે, તેથી શુભયોગરૂપ અધ્યવસાયથી અસદારંભની નિવૃત્તિ થાય છે, માટે પૂજા અસદારંભની નિવૃત્તિફળવાળી છે, પરંતુ સાવદ્ય નથી. અને વળી પૂર્વપક્ષીની ઉપરની જ શંકાના નિવારણ અર્થે વિશ્વ' થી બીજી યુક્તિનો સમુચ્ચય કરતાં કહે છે –