________________
૪૦.
પ્રતિમાશતક શ્લોકઃ ૩૦ તે કર્મ=અવ્યક્ત સાવધ, નાશ પામે છે. એ પ્રમાણે અર્થ જાણવો. વિશેષાર્થ :
અહીં સ્થાનાંગના પાઠમાં “જાણતો (તેથી) કાયાથી અનાકુફિ અહિંસક, અને અબુધ હિંસા કરે છે, તે બંને કેવલ સ્પષ્ટ અવ્યક્ત એવા સાવદ્યને વેદે છે,” એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, (૧) જે કેવલ મનના વ્યાપારમાત્રથી પ્રાણીની હિંસા કરે છે અને કાયાથી અહિંસક છે, તે એક પ્રકારનો હિંસક છે; બીજો (૨) મનોવ્યાપારરહિત કેવલ કાયાથી હિંસા કરે છે, તે અબુધ છે, તે પણ એક પ્રકારનો હિંસક છે. અને સ્થાનાંગસૂત્રના મૂળપાઠમાં ‘નં હિંસ અહીં ‘વ’ કાર છે, તેનાથી (૩) ઈર્યાપથમાં માર્ગગમનમાં, થતી હિંસા અને (૪) સ્વપ્નાંતમાં સ્વપ્નમાં કરાતી હિંસા, આ બંને હિંસાને ગ્રહણ કરવાની છે. (૧) પ્રથમ ભેદમાં કાયાથી હિંસા નથી, તેથી કર્મબંધ થતો નથી; અને (૨) બીજા ભેદમાં મનથી હિંસા નથી, તેથી કર્મબંધ થતો નથી; અને (૩) ઈર્યાપથમાં માર્ગગમનમાં થતી હિંસામાં, હિંસાની અભિસંધિ=હિંસાનો આશય, નહિ હોવાને કારણે, અને (૪) સ્વપ્નમાં કાયિકીક્રિયા નહિ હોવાને કારણે કર્મબંધ થતો નથી, ફક્ત સ્પષ્ટ કર્મબંધ થાય છે.
આ કથનથી=ાયેળ નાટ્ટિ' કહ્યું, એનાથી (૧) પરિજ્ઞા ઉપચિત હિંસા, (૨) “નવુધર' કહ્યું, એનાથી અવિજ્ઞા ઉપચિત હિંસા અને ‘’ શબ્દથી (૩) ઐર્યાપથ અને (૪) સ્વપ્નાંતિક હિંસા પ્રાપ્ત થઈ.
આ ચારેય હિંસામાં બૌદ્ધમત પ્રમાણે હિંસાકૃત કર્મબંધ થતો નથી, ફક્ત સ્પષ્ટ કર્મબંધ થાય છે. પરંતુ (૧) પ્રાણી, (૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતક ચિત્ત, (૪) ઘાતકગત ચેષ્ટા અને (૫) પ્રાણોનો વિયોગ - આ પાંચ ભેદના સંયોગથી ૩૨ ભાંગા થાય છે, તેમાં પ્રથમ ભાંગો આ પાંચેના અસ્તિત્વથી થાય છે, અને ત્યાં જ કર્મબંધને અનુકૂળ હિંસા પ્રાપ્ત થાય છે.
ઉપરોક્ત ચારે ભેદમાં આ પાંચનો સંયોગ નહિ હોવાથી ત્યાં હિંસાકૃત કર્મબંધ થતો નથી. અહીં પ્રશ્ન થાય કે, ચારે ભેદમાં સર્વથા કર્મબંધ થતો નથી ? તેનો ઉત્તર મૂળગાથાના ઉત્તરાદ્ધમાં આપ્યો કે, પરિજ્ઞા ઉપચિત આદિ આ ચારે સ્થાનોમાં પૃષ્ટ કર્મબંધ થાય છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, હિંસા કેવી રીતે થાય?અને હિંસાકૃત કર્મબંધ કેવી રીતે થાય? તેના ઉત્તરૂપે કહ્યું કે, પાંચ ભેદના સંયોગથી થતા ૩૨ ભાંગાઓમાંથી પ્રથમ ભેદથી હિંસા થાય છે અને હિંસાકૃત કર્મબંધ થાય છે. હવે પ્રશ્ન થાય કે, ૩૨ ભાંગાઓમાંથી પ્રથમ ભેદથી જે હિંસા થાય છે, તે હિંસાથી કર્મનો ઉપચય કઈ રીતે થાય ? તો કહે છે કે, કરણ, કરાવણ અને અનુમોદન - આ ત્રણથી કર્મનો ઉપચય થાય છે. તે બતાવવા અર્થે કહે છે - ગાથાર્થ -
સંક્તિને ..... નાગિયા || આ ત્રણ આદાનો=કારણો છે, જેના વડે પાપ કરાય છે. તે આ પ્રમાણે - (૧) મિનાય =અભિક્રમ કરીને,