________________
૪૦
પ્રતિમાશતક શ્લોક: ૩૦ ઉથાન :
અહીં પ્રશ્ન થાય કે, પરિજ્ઞા ઉપચિત અને અનુમોદનામાં શું તફાવત છે? તે બતાવતાં કહે છે - ટીકાર્ય :
પરિજ્ઞોપવિતા ... અનુમોદનમિતિ / પરિજ્ઞા ઉપચિતથી આનો અનુમોદનાનો, આ ભેદ છે. ત્યાં= પરિજ્ઞા ઉપચિતમાં, ફક્ત મનથી ચિતન છે અને અહીં=અનુમોદનામાં, પરથી વ્યાપારમાન=નાશ કરાતા, પ્રાણીમાં અનુમોદન છે.
‘ત્તિ' શબ્દ પરિક્ષા ઉપચિત અને અનુમોદનાના ભેદના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
પૂર્વમાં કરણ, કરાવણ અને અનુમોદનાના ભેદથી હિંસાની પ્રાપ્તિ બતાવી ત્યાં પ્રશ્ન થાય કે, જાણતો અને કાયાથી અનાકુટ્ટી=અહિંસક, છે, ત્યાં હિંસા નથી, એમ કહ્યું, તેથી એ પ્રાપ્ત થાય છે, પરિજ્ઞા ઉપસ્થિત હિંસા માનસ પરિણામરૂપ હિંસા છે, કાયાથી હિંસારૂપ નથી. તે જ રીતે અનુમોદનામાં પણ પોતે કાયાથી હિંસા કરતો નથી, પરંતુ કેવલ મનથી જ અનુમોદના કરે છે. તેથી બંને ભેદમાં કોઈ વિશેષતા નથી, તો પછી પરિજ્ઞા ઉપચિત હિંસાને અહિંસા કહી અને અનુમોદનાને હિંસા કહી, તે કઈ રીતે ? તેનો ભેદ બતાવતાં કહે છે - પરિજ્ઞા ઉપચિતમાં ફક્ત મનથી ચિંતવન છે અર્થાત્ હું અને મારું એ પ્રકારનું મનથી ચિતવન છે; અને અનુમોદનામાં બીજાથી મરાતા પાણીમાં અનુમોદના છે અર્થાત્ આ એને મારે છે તે સારું કરે છે, એ પ્રકારનો માનસ પરિણામ છે; અને અનુમોદના વખતે હિંસાનાં પાંચ અંગો હોય છે, જ્યારે પરિજ્ઞા ઉપચિતમાં હિંસાનાં પાંચ અંગો નથી, ફક્ત મનથી ચિંતવન હોય છે. ઉત્થાન :
પૂર્વના સર્વ કથનનું નિગમન કરતાં ‘તર્વ થી કહે છે – ટીકાર્ય :
તવું ..... સિદ્ધમ્ ! તે કારણથી જ્યાં કરાતા પ્રાણીઘાતમાં સ્વયં કુત, કારિત અને અનુમતિ અને ક્લિષ્ટ અધ્યવસાય અને પ્રાણનો અતિપાત=નાશ, વિદ્યમાન છે, ત્યાં જ કર્મનો ઉપચય છે, અન્યત્ર નહિ, એ પ્રમાણે સિદ્ધ થયું અર્થાત્ એ પ્રમાણે પૂર્વના કથનથી સિદ્ધ થયું.
તહેવાદ-આને જ=કતવેવ થી નિગમન કરીને જે સિદ્ધ કર્યું, એને જ બતાવતાં ફળનિગમનને કહે છે - ગાથાર્થ :
તુ ..... માચ્છ ! આ જ પૂર્વોક્ત ત્રણ આદાનો-કારણો છે, જેનાથી પાપ કરાય છે. હવે ગાથાના ઉત્તરાર્ધથી ફળનિગમન બતાવતાં કહે છે -