________________
૪૨૬
પ્રતિમાશતક| શ્લોક ૩૦ ટીકાર્ય :
બ્લેન ... પરમનપ્રવેશામાવાન્ ! આના દ્વારા=પૂર્વમાં કહ્યું કે, સમ્યક્ત હોતે છતે દેવપૂજાદિ ક્રિયા એ સમ્યક્તક્રિયા જ છે એના દ્વારા, અધ્યવસાયમાત્રથી હિંસાની અન્યથાસિદ્ધિના પ્રતિપાદનમાં બૌદ્ધમતનો પ્રસંગ છે, એ પ્રમાણે જે અનભિજ્ઞો વડે કહેવાય છે, તે અપાત=દૂર થયેલું જાણવું. કેમ કે સંયમયોગમાં વર્તતા શુભયોગરૂપ અધ્યવસાયની સાથે પૂજાની ક્રિયામાં સામ્યપણાને કારણે પૂજાની ક્રિયાને શુભક્રિયા સ્વીકારમાં પરમતતા પ્રવેશનો અભાવ છે. વિશેષાર્થ:
પૂર્વમાં સ્થાપન કર્યું કે, કર્મબંધ અધ્યવસાયને અનુરૂપ થાય છે, તેથી જિનપૂજામાં હિંસાનો અધ્યવસાય નહિ હોવાને કારણે ત્યાં પ્રાણાતિપાતિક ક્રિયા નથી. ત્યાં પૂર્વપક્ષી કહે કે – જિનપૂજામાં પૃથ્વી આદિનું ઉપમદન હોવા છતાં હિંસાનો અધ્યવસાય નહિ હોવા માત્રથી ત્યાં હિંસા નથી, એમ જો તમે કહેતા હો તો તમારો બૌદ્ધમતમાં પ્રવેશ થશે. તે આ પ્રમાણે -
બૌદ્ધ કહે છે કે, જ્યાં પાંચ વસ્તુઓ હોય ત્યાં જ હિંસા છે. (૧) પ્રાણી,(૨) પ્રાણીનું જ્ઞાન, (૩) ઘાતકચિત્ત, (૪) ઘાતકની ચેષ્ટા અને (૫) ઘાયનો વિનાશ આ પાંચ વસ્તુ જ્યાં હોય ત્યાં જ હિંસા છે. માટે બૌદ્ધમત પ્રમાણે તથાવિધ સંયોગમાં જીવનનિર્વાહનો કોઈ ઉપાય ન હોય ત્યારે, પુત્રને નહિ મારવાના અધ્યવસાયવાળો પિતા પોતાના જીવનનિર્વાહ માટે પુત્રને મારે છે, ત્યારે ત્યાં હિંસા નથી. તેથી ત્યાં વ્યક્ત હિંસા હોવા છતાં હિંસાની અન્યથાસિદ્ધિ છે, કેમ કે પિતાનું ઘાતક ચિત્ત નથી. તે જ રીતે દેવપૂજાદિ ક્રિયામાં પૃથ્વી આદિના જીવોની હિંસા હોવા છતાં મારવાનો અધ્યવસાય નથી, માટે ત્યાં હિંસા થતી નથી એવું તમે કહો છો, તેથી બૌદ્ધમતમાં તમારો પ્રવેશ થશે, એમ પૂર્વપક્ષી લુપાક કહે છે. તેનું નિરાકરણ‘તેન’ થી આ પ્રમાણે થાય છે -
સમ્યક્ત હોતે છતે જે દેવપૂજાદિ ક્રિયા કરાય છે, તે દેવપૂજામાં ભગવદ્ભક્તિનો અધ્યવસાય છે, તેથી અમે એને સમ્યક્તક્રિયા કહીએ છીએ, પરંતુ હિંસાની ક્રિયા કહેતા નથી. જ્યારે બૌદ્ધમત પ્રમાણે તો પિતા પોતાના જીવનના રક્ષણ માટે પુત્રનો ઘાત કરે છે ત્યારે, જોકે ઘાતનો પરિણામ હોતો નથી, તો પણ પોતાના જીવનના રક્ષણના પરિણામરૂપ અશુભયોગવાળો તે પિતા હોવા છતાં, પિતાની પુત્રને મારવાની ક્રિયામાં હિંસા નથી, તેમ બૌદ્ધ કહે છે. તેથી પુત્રના ઘાતમાં જેમ અશુભ યોગ છે, તેમ પૂજામાં અશુભ યોગ નહિ હોવાથી અમારો બૌદ્ધમતમાં પ્રવેશ નથી.
ર્તન.... તપાસ્તમ્' સુધી જે કથન કહ્યું, તેને સ્પષ્ટ કરવા માટે હેતુ કહે છે કે, સંયમયોગમાં વર્તતા શુભયોગરૂપ અધ્યવસાયની સાથે પૂજાથી થતા અધ્યવસાયનું શુભયોગરૂપે સમાનપણું હોવાને કારણે પૂજાની ક્રિયાને શુભક્રિયારૂપે સ્વીકારમાં પરમતના પ્રવેશનો અભાવ છે. જેમ ઉપયોગપૂર્વક પડિલેહણાદિ ક્રિયા મુનિ કરે ત્યાં શુભયોગરૂપ અધ્યવસાય છે, તેમ ભગવાનના ગુણોમાં જેમનો ઉપયોગ વર્તે છે, તેવો જીવ યતનાપૂર્વક પુષ્પાદિથી ભગવાનની પૂજા કરતો હોય ત્યારે, જેમ મુનિનો ઉપયોગપૂર્વકની ક્રિયાકાળમાં શુભયોગ છે, તેમ