________________
૪૨૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ તેમાં આ પાંચે પણ ક્રિયાઓની ભાવના આ પ્રમાણે -
તે કાયાનું=નારકીના પૂર્વભવના શરીરનું, હિંસામાં વ્યાપ્રિયમાણપણું હોવાથી=વ્યાપારપણું હોવાથી, કાયિકી ક્રિયા છે, કાયા અધિકરણ પણ થાય છે એ પ્રમાણે આગળ કહેવાયેલું છે. તેથી અધિકરણિકી ક્રિયા છે.
પ્રાàષિકી આદિ ક્રિયા આ પ્રમાણે છે -
જ્યારે અન્ય કોઈ પ્રાણાતિપાત કરવામાં ઉદ્યત એવો જીવ, અભિઘાતાદિમાં સમર્થ એવા તે જ શરીરના એક દેશને જોઈને=જે નારકી આદિના જીવે પૂર્વભવમાં પોતાનું શરીર વોસિરાવેલ નથી, તે જ શરીરના એક દેશને જોઈને, ઘાત્ય એવા બેઈંદ્રિયાદિમાં ઉત્પન્ન થયેલા, ક્રોધાદિના કારણવાળો, અભિઘાતાદિ માટે સમર્થ એવું આ શસ્ત્ર ઈષ્ટ છે એ પ્રમાણે ચિંતવન કરતો, અત્યંત ક્રોધાદિ પરિણામને ભજે છે અને પીડા ઉત્પન્ન કરે છે અને જીવિતથી વ્યપરોપણ કરે છે, ત્યારે તત્સંબંધી=મારનાર જીવ સંબંધી (હિસા કરનાર સંબંધી) પ્રાàષિકી આદિ ક્રિયાનું કારણપણું હોવાથી=નારકીના પૂર્વભવના જીવના શરીરનું કારણ પણું હોવાથી, નૈગમનયના અભિપ્રાય વડે તેની પણ નારકીના જીવન પણ. પ્રાષિકી, પારિતાપનિકી, પ્રાણાતિપાત ક્રિયા છે. “તિ’ શબ્દ પ્રજ્ઞાપનાના પાઠના કથનની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ :
“નૈનનયમિકાન' - નૈગમનય દૂર દૂરવર્તી કારણને પણ કારણરૂપે સ્વીકારે છે, જેમ પ્રસ્થક માટે કુહાડો લઈને લાકડું કાપવા જતો હોય ત્યારે “હું પ્રસ્થક કરું છું,” એમ કહે છે; તે રીતે અન્ય કોઈ જીવ પ્રાષિકી આદિ ક્રિયા કરે છે, તેમાં નિમિત્ત કારણરૂપે નારકીના જીવના પૂર્વભવના શરીરનાં અસ્થિ આદિ છે, અને તે અસ્થિ આદિની સાથે અવિરતિના પરિણામથી નારકીનો જીવ જોડાયેલો છે; તેથી તે અન્ય જીવની પ્રાષિકી આદિ ક્રિયાઓનું કારણ પણું નારકીના જીવમાં છે; તેથી પ્રાપ્લેષિકી આદિ ક્રિયાઓ પોતે નહિ કરતો હોવા છતાં દૂર દૂરવર્તી કારણભાવને લઈને પોતાને પણ તે ક્રિયાઓ પ્રાપ્ત થાય છે.
ટીકા :
___अत एव विरतिमान् जीवो जीवादैहिकामुष्मिकक्रियाभावेऽक्रियोऽप्युक्तः । ટીકાર્ય :
ગત વ....... 3: આથી કરીને *પૂર્વે પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું કે, નારકીના જીવે પોતાનું પૂર્વભવનું શરીર વોસિરાવેલું નહિ હોવાને કારણે તત્સંબંધી ક્રિયાઓ પોતાને પ્રાપ્ત થાય છે આથી કરીને જ જીવથી એહિક, આમુખિક ક્રિયાઓનો અભાવ હોતે છતે વિરતિવાળો જીવ અક્રિય પણ કહેવાયો છે.
અહીં નીવાતુ” પંચમીનો પ્રયોગ છે, તે જીવમાંથી ક્રિયાઓ નિષ્પન્ન થાય છે, એ અર્થમાં છે. જેમ ‘વૃક્ષાત્ gf પતિ’ વાક્યપ્રયોગ છે, તે રીતે નીવાદિવટાબિજિયTSમાવે' વાક્યપ્રયોગ છે.