________________
૪૨૦,
પ્રતિમાશતકશ્લોક : ૩૦ અહીં સંક્ષેપથી એ કહેવું છે કે, નહિ વોસિરાવેલા પૂર્વભવના શરીર સાથે સંબંધની બુદ્ધિ અવ્યક્ત વાસનારૂપે જીવમાં પડેલી છે, અને તેને વોસિરાવવાની ક્રિયા કરીને તોડવામાં આવેલી નહિ હોવાથી તે વાસના અવ્યક્તરૂપે પડેલી છે. તેથી તે શરીરથી અન્ય વ્યક્તિ વડે કરાતી હિંસા સાથે પોતાને સંબંધની પ્રાપ્તિ થાય છે, તેથી ત્યાં કર્મબંધ થાય છે.
અહીં પૂર્વભવના શરીરથી થતા હિંસાકૃત કર્મબંધમાં કારણ જીવનો સંવાસાનુમતિસ્થાનીય હિંસાકરણનો પરિણામ છે. જેમ સવાસાનુમતિમાં પુત્રના કૃત્યોમાં આશંસાનુમતિ નથી, છતાં સ્નેહને કારણે તેના પાપકૃત્યમાં અનુમોદનાની પ્રાપ્તિ થાય છે; તેમ પોતાનું પૂર્વભવનું શરીર મારું શરીર છે, તે પ્રકારની અવિરતિની બુદ્ધિના કારણે, અન્ય જીવ તેના શરીરથી હિંસા કરે છે ત્યારે, સંબંધની બુદ્ધિથી હિંસાનું પાપ લાગે છે. તેથી આ શરીરથી જ્યારે હિંસા થતી હોય ત્યારે જેવા પ્રકારના કરણનો અધ્યવસાય છે, તેના જેવો તે હિંસાકરણનો અધ્યવસાય પૂર્વભવના શરીરથી થતો નથી, પરંતુ તેના કરતાં વિલક્ષણ અધ્યવસાય થાય છે. આથી જ આશંસાનુમતિ કરતાં સંવાસાનુમતિમાં જેમ ભેદ છે, તેમ આ શરીરથી થતી હિંસા કરતાં પૂર્વભવના શરીરથી થતી હિંસામાં ભેદ છે. - અહીં વિશેષ એ છે કે, પૂર્વભવના શરીરને વોસિરાવવાની ક્રિયા એ શ્રુતના સંકલ્પરૂપ છે, અને તે ક્રિયા કર્યા પછી જેમને એ પદાર્થો પ્રત્યેના પ્રતિબંધો છૂટી જાય છે, તેમને જ ભાવથી વિરતિનો પરિણામ આવી શકે, અને તે વિવેકસંપન્ન વ્યક્તિને સંભવી શકે છે. તો પણ સામાન્યથી મેં પૂર્વભવના શરીરને વોસિરાવેલ છે, તેવી બુદ્ધિ થાય છે, તે શુભ પરિણામરૂપ છે; અને તેનાથી પણ વિરતિનો પરિણામ ન હોવા છતાં વિરતિને અભિમુખ ભાવ થાય છે. કેવળ જે વ્યક્તિને વિરતિ અત્યંત ઉપાદેય લાગે છે અને તેથી સર્વવિરતિની વાંછા છે, તેવી વ્યક્તિ જે કાંઈ વિરતિનું પ્રત્યાખ્યાન કરે છે, તે વ્યક્તિને વિરતિનો પરિણામ કે વિરતિને અભિમુખભાવ પ્રગટે છે. પરંતુ કોઈ જાતના બોધ વગર માત્ર અનુષ્ઠાનરૂપ વોસિરાવવાની ક્રિયા જેઓ કરે છે, તેઓને હું કાંઈક શુભ અનુષ્ઠાન કરું છું, એ પ્રકારની શુભ લેશ્યરૂપ પરિણતિ હોઈ શકે, પરંતુ વિરતિને અભિમુખભાવ હોવાની સંભાવના ઓછી રહે છે. ટીકા:
तदुक्तम् - (प्रज्ञापनावृत्तौ)
ननु नारकस्य द्वीन्द्रियानधिकृत्य कथं कायिक्यादिक्रियासंभवः? उच्यते, इह नारकेण यस्मात्पूर्वभवशरीरं न व्युत्सृष्टं विवेकाभावात्, तदभावश्च भवप्रत्ययात्, ततो यावत् तच्छरीरं तेन जीवेन निवर्तितं सत् तं शरीरपरिणामं सर्वथा न परित्यजति तावद्देशतोऽपि तं परिणाम भजमानं पूर्वभावप्रज्ञापनया तस्येति व्यपदिश्यते घृतघटवत् । यथा घृतपूर्णो घटो घृतेऽपगतेऽपि घृतघट इति व्यपदिश्यते, तथा तदपि शरीरं तेन निवर्तितमिति तस्येति व्यपदेशमर्हति । ततस्तस्य शरीरस्यैकदेशेनास्थ्यादिना योऽन्यः प्राणातिपातं करोति, ततः पूर्वनिवर्तितशरीरजीवोऽपि कायिक्यादिक्रियाभियुज्यते, तेन तस्याव्युत्सृष्टत्वात् । तत्रेयं पञ्चानामपि क्रियाणां