________________
૪૧૮
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ ‘વાટ્યસંપત્તેિર અહીં ગ િશબ્દ છે, તેનો અર્થ એ છે કે, યોગ-પ્રદ્વેષનું સામ્ય પણ ઉપાદાન સામગ્રીને સંભૂત=એકઠી કરીને, કર્મબંધ પ્રત્યે અકિંચિકર છે, તેમ બાહ્યસંપત્તિ પણ કર્મબંધ પ્રત્યે અકિંચિત્કર છે.
અહીં યોગ-પ્રàષમાં “યોગ' શબ્દથી બાહ્યક્રિયાઓ ગ્રહણ કરવાની નથી, પરંતુ અંતરંગ ભાવયોગવિર્યવ્યાપાર ગ્રહણ કરવાનો છે, જે જીવના અંતરંગ પરિણામરૂપ છે; અને પ્રદ્વેષ શબ્દથી અંતરંગ કાષાવિકભાવ ગ્રહણ કરવાનો છે. વિશેષાર્થ:
કોઈ જીવ હિંસાની ત્રણ ક્રિયા, ચાર ક્રિયા કે પાંચ ક્રિયા કરતો હોય, ત્યારે તે ક્રિયામાં વીર્યવ્યાપારરૂપ યોગ સમાન વર્તતો હોય અને ઘાત્ય વ્યક્તિ પ્રત્યે દ્વેષભાવ સમાન વર્તતો હોય, તો ત્યાં યોગ-પ્રક્વેષનું સામ્ય છે; અને તે યોગ-પ્રદ્વેષ સામ્યથી ઘાત કરનાર વ્યક્તિરૂપ ઉપાદાન સામગ્રી, સંભૂત બને છેઃકર્મબંધને અનુકૂળ અધ્યવસાયયુક્ત બને છે; અને ત્રણ, ચાર, પાંચ ક્રિયા કરનારમાં તે યોગ-પ્રદ્વેષ સમાન વર્તતો હોય તો પણ જે જીવ ત્રણ ક્રિયા કરે છે, તે જીવના અધ્યવસાયમાં એ પરિણામ હોય છે કે, હું મારા શત્રુને કાંઈ કરી શક્યો નથી, એ કૃત અસંતોષ તે જીવને હોય છે; જ્યારે ચાર ક્રિયા કરનાર જીવના અધ્યવસાયમાં એ પરિણામ થાય છે કે, હું મારા શત્રુને પીડા ઉત્પન્ન કરી શક્યો છું, એ કૃત તે જીવને સંતોષ હોય છે; અને પાંચ ક્રિયા કરનાર, જીવના અધ્યવસાયમાં એ પરિણામ હોય છે કે, હું મારા શત્રુનો નાશ કરી શક્યો છું, એ કૃત તે જીવને સંતોષ હોય છે. તેથી ત્રણ, ચાર કે પાંચ ક્રિયા કરનાર જીવના યોગ-પ્રàષ સમાન હોવા છતાં અસંતોષ અને સંતોષત ઉપાદાન સામગ્રીમાં અતિશયતા પ્રાપ્ત થાય છેઃકર્મબંધને અનુકૂળ અધ્યવસાયમાં અતિશયતા થાય છે. અને તેના પ્રમાણે કર્મબંધમાં ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનારને અને ચાર ક્રિયા કરનાર કરતાં પાંચ ક્રિયા કરનારને અધિક કર્મબંધ થાય છે, એમ બતાવવા અર્થે પ્રજ્ઞાપના સૂત્રનું કથન છે; પરંતુ હિંસાની બાહ્ય ક્રિયા થઈ તેના કારણે કર્મબંધમાં અતિશયતા પ્રાપ્ત થઈ તેમ બતાવવું નથી. કેમ કે, તેમ સ્વીકારીએ તો અપ્રમત્ત મુનિ જ્યારે સંયમમાં યત્ન કરે છે ત્યારે, કોઈક અપ્રમત્ત મુનિના પત્નકાળમાં હિંસા થાય છે અને કોઈક અપ્રમત્ત મુનિના યત્નકાળમાં હિંસા થતી નથી, આમ છતાં તે બંનેને કર્મબંધમાં હિંસાકૃત કોઈ ભેદ નથી, કેમ કે બાહ્યહિંસાથી તેનો આત્મા સંભૂત થયો નથી. તેથી એ પ્રાપ્ત થાય કે, યોગ-પ્રદ્વેષ અને બાહ્ય ક્રિયા ઉપાદાન સામગ્રીને સંભૂત કરીને જ કર્મબંધ પ્રત્યે કારણ બને છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, યોગ-પ્રષના સામ્યથી પણ ઉપાદાન સામગ્રીનું સંભૂતપણું પ્રતિપાદન હોવાને કારણે બાહ્ય સંપત્તિનું અકિંચિત્કરપણું છે; ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, જે વ્યક્તિએ પોતાનું શરીર વોસિરાવ્યું ન હોય તે શરીરથી બીજો જીવ હિંસા કરે છે, તેથી મરનારના શરીરથી જે હિંસા થાય છે, તેનાથી મરનારને પ્રાણાતિપાતક્રિયાની પ્રાપ્તિ વ્યવહારનયથી થાય છે; અને તેના શરીરથી બીજા કોઈ જીવ હિંસા ન કરી હોય તો તારીરક્ત પ્રાણાતિપાતક્રિયા તેને પ્રાપ્ત થતી નથી, એ પ્રકારનું જે શાસ્ત્રવચન છે, તેનાથી બાહ્યક્રિયાની પ્રાપ્તિ પણ જ્ઞાનાવરણીય આદિ કર્મબંધ પ્રત્યે કારણ છે, એ અર્થ પ્રાપ્ત થાય. તે શંકાના નિવારણ માટે કહે છે -