________________
૪૧૬
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ વિશેષાર્થ :
અહીં પ્રજ્ઞાપનાના પાઠમાં કહ્યું કે, જ્ઞાનાવરણીય કર્મ બાંધતાં જીવમાં કેટલી ક્રિયા હોય ? અને તેના ઉત્તરમાં ત્રણ આદિ ક્રિયા બતાવતાં હિંસાદિ ક્રિયાઓ જ બતાવી; પરંતુ વાસ્તવિક રીતે જ્ઞાનાવરણીય કર્મ દસમા ગુણસ્થાનક સુધી બંધાય છે. તેથી એમ ભાસે કે બીજાના પ્રાણ નાશ કરવારૂપ હિંસાદિની ક્રિયા અશાતાદિનું કારણ કહી શકાય, પરંતુ જ્ઞાનાવરણીયનું કારણ કઈ રીતે બની શકે? અને વિશેષ જ્ઞાનાવરણીય પ્રત્યે તેને કારણ કહીએ તો કર્મગ્રંથ આદિમાં જ્ઞાનની આશાતનાદિ કારણ કહેલ છે, પરંતુ હિંસાદિ નહિ, તેથી પ્રસ્તુતમાં કહેવાનું શું તાત્પર્ય છે ? તેનો ભાવ એ છે કે, જ્ઞાનની વિકૃતિ મોહથી થાય છે, તેથી દસમા ગુણસ્થાનક સુધી મોહના ઉદયથી યત્કિંચિત્ જ્ઞાનની વિકૃતિ હોય છે, તેથી અવશ્ય જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે. અને જ્ઞાનાદિની આશાતના વિશેષ જ્ઞાનાવરણીયના બંધનું કારણ બને છે, તેથી જન્માંતરમાં અતિમૂર્ખતાદિ દોષોની પ્રાપ્તિ થાય છે. અને જીવના સ્વભાવની પ્રાપ્તિના કારણભૂત પાંચ મહાવ્રતો છે, તેથી તેમાં કરાતો યત્ન એ જ્ઞાનાવરણીય કર્મના બંધનું કારણ નથી, આમ છતાં અપ્રમત્ત મુનિને પણ જે કાંઈ જ્ઞાનાવરણીય બંધાય છે, તે મોહના ઉદયના લેશત છે; અને અહિંસાદિમાં કરાતો અપ્રમત્ત મુનિનો જે યત્ન છે, તે ધીરે ધીરે મોહના નાશનું કારણ બને છે, તેથી તેમની ક્રિયા જ્ઞાનાવરણીય કર્મના બંધનું કારણ નથી તેવી વિવક્ષા કરેલ છે. અને તેનાથી વિપરીત અર્થાત્ પાંચ મહાવ્રતોથી વિપરીત એવી હિંસાદિની પ્રવૃત્તિ એ આત્માના જ્ઞાનની વિકૃતિરૂપ છે, તેથી તે જ્ઞાનાવરણીય કર્મના બંધ પ્રત્યે કારણ છે. અને તે હિંસાની ક્રિયા જ સ્પષ્ટરૂપે અતિશય વિકૃતિનું કારણ બને તેવા સ્થાનને ગ્રહણ કરીને પ્રસ્તુતમાં ત્રણ આદિ ક્રિયાઓથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે, તેમ કહેલ છે.
“થોડાપ્રસાળં' યોગ-પ્રષનું સામ્ય કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, ત્રણ ક્રિયામાં જેટલો યોગ અને પ્રદ્વેષ હોય તેટલો જ ચાર કે પાંચ ક્રિયામાં હોય તો બંધ વિશિષ્ટ-વિશિષ્ટતર થાય છે, અને જો યોગ-પ્રદ્વેષનું વિષમપણું હોય તો પાંચ ક્રિયા કરતાં ત્રણ ક્રિયામાં યોગ-પ્રદ્વૈષની અધિકતાને કારણે અધિક બંધ સંભવી શકે. તેથી જે વ્યક્તિનો વીર્યવ્યાપારરૂપ યોગ, અને અધ્યવસાયરૂપ પ્રષ, સમાન હોય તેવી વ્યક્તિમાં ત્રણ ક્રિયા કરનાર કરતાં ચાર ક્રિયા કરનાર અધિક કર્મબંધ કરે છે, અને પાંચ ક્રિયા કરનાર તેનાથી અધિક કર્મબંધ કરે છે. અને આ કથનથી એ પ્રાપ્ત થાય છે કે, કર્મબંધ પ્રત્યે કેવલ યોગ-પ્રદ્વેષરૂપ અધ્યવસાય જ કારણ નથી, પરંતુ બાહ્ય આચરણા પણ કારણ છે. તેથી શંકાકારનું કહેવું છે કે પ્રાણાતિપાતિકી ક્રિયા એ માત્ર અધ્યવસાયને અનુસરનારી નથી, પરંતુ બાહ્ય આચરણા અને અધ્યવસાય બંનેને અનુસરનારી છે. “
વિશેષ એ છે કે, બંધવિશેષને અનુકૂળ હિંસાની સમાપ્તિનું કથન ત્રણ, ચાર કે પાંચ ક્રિયાથી કહ્યું, પરંતુ એક કે બે ક્રિયાથી ન કહ્યું, તેનું કારણ એ છે કે, યદ્યપિ નિશ્ચયનયથી તો હસ્તાદિનો વ્યાપાર ન હોય તો પણ પરિણામથી હિંસાત કર્મ બંધાય છે; આમ છતાં વ્યવહારમાં હિંસાને અનુકૂળ કાંઈક કાયચેષ્ટા હોતે છતે જ પરિણામ હોય ત્યારે હિંસા મનાય છે. તેથી જ જે વ્યક્તિને મારવાનો પરિણામ થાય છે, તે વ્યક્તિ મારવા માટે અનુકૂળ મારવાનાં સાધનોમાં હસ્તાદિનો વ્યાપાર કરે, અને મારવાનાં સાધનો