________________
પ્રતિમાશતક, બ્લોક : ૩૦
૪૧૧ પ્રદર્શન વિષયવિભાગથી છે, તેથી શબ્દનયથી આત્મા જ હિંસા છે એમ કહેલ છે. અને પૂ. મલયગિરિ મહારાજાએ જે કથન કર્યું, તેમાં હિંસાના સ્વરૂપના વિવેચનમાં ન વિભાગ છે. તેથી અન્યની હિંસા કરનાર એવા આત્મામાં પણ હિંસાનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે, કેમ કે હિંસાની ક્રિયા જેમ હિંસ્યમાં પ્રાપ્ત થાય છે, તેમ હિંસા કરનારના આત્મામાં પણ ઋજુસૂત્રનયથી હિંસાની ક્રિયા પ્રાપ્ત થાય છે, તેથી ઋજુસૂત્રનયથી પણ આત્મા હિંસા છે, તેમ કહેલ છે. તેથી ઓઘનિયુક્તિ પ્રમાણે જેનો ઘાત થાય છે, ત્યાં ઋજુસૂત્રનય પ્રમાણે હિંસા છે, - અને પૂજ્ય મલયગિરિજી મહારાજના કથન પ્રમાણે હિંસા કરનાર વ્યક્તિમાં ઋજુસૂત્રનય પ્રમાણે હિંસાની પ્રાપ્તિ થાય છે. તે સામાન્યથી વિરોધી લાગવા છતાં દૃષ્ટિભેદ હોવાને કારણે વિરોધ નથી. તે આ રીતે –
ઓઘનિર્યુક્તિના કથનમાં કયા નયથી શેમાં હિંસા હોય છે, તે રૂ૫ હિંસાનો વિષય બતાવેલ છે, તેથી ઋજુસૂત્રનયથી હિંસ્ય વ્યક્તિમાં હિંસા પ્રાપ્ત થાય. જ્યારે પૂજ્ય મલયગિરિ મહારાજાએ જે કથન કર્યું, ત્યાં કયા નયથી હિંસાનું સ્વરૂપ શું છે, તેનું વિવેચન છે, તેથી ઋજુસૂત્રનયના મત પ્રમાણે પણ આત્મા જ હિંસા છે, તેમ પ્રાપ્ત થઈ શકે છે, તેથી કોઈ દોષ નથી. જ્યારે હિંસાનો વિષય બતાવનાર ઋજુસૂત્રનયના મતમાં જેની હિંસા કરાય છે તે હિંસાનો વિષય બને છે; અને શબ્દાદિનયોના મતમાં હિંસાનો વિષય આત્મા પોતે જ છે, તેથી આત્મા જ હિંસા છે, તેમ શબ્દાદિ નયો કહે છે.
હિંસાના સ્વરૂપના વિવેચનમાં નવિભાગથી જોવામાં આવે તો ઋજુસૂત્રના મતે પણ આત્મા જ હિંસા છે, તે કેમ સિદ્ધ થઈ શકે તે બતાવતાં કહે છે –
હિંસાના સ્વરૂપના વિવેચનમાં (૧) સંક્લેશ, (૨) દુઃખોત્પાદન અને (૩) તત્પર્યાયના વિનાશના ભેદથી નિગમ અને વ્યવહારનયના મતમાં ત્રણ પ્રકારની પણ હિંસા છે, અને સંગ્રહનયના મતમાં - (૧) સંક્લેશ અને (૨) દુઃખોત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે, અને ઋજુસૂત્રનયના મતમાં - (૧) સંક્લેશરૂપ એક પ્રકારની જ હિંસા સંમત છે. આ રીતે વ્યવસ્થિત હોવાથી, અને સંક્લેશ આત્મપરિણામરૂપ હોવાથી સંક્લેશ આત્મા છે, એથી કરીને, ઋજુસૂત્રનયના મતમાં “આત્મા જ હિંસા છે,” એ પ્રકારના વચનમાં દોષનો અભાવ છે. તેથી પૂજ્ય મલયગિરિ મહારાજાએ ઋજુસૂત્રનયના મતમાં “આત્મા જ હિંસા છે” એ કથન કર્યું, તે સંગત છે.
અહીં વિશેષ એ છે કે, યદ્ય”િ થી જે કથન કર્યું, તેનાથી એ પ્રાપ્ત થયું કે, ઓઘનિર્યુક્તિના વચન પ્રમાણે શબ્દનયોના મતે આત્મા હિંસા છે એ સિદ્ધ થાય, પરંતુ ઋજુસૂત્રનયના મતમાં આત્મા હિંસા છે એ સિદ્ધ થાય નહિ. તો પણ ઓઘનિર્યુક્તિના વચનનું તાત્પર્ય નૈગમાદિ નયોના મતમાં હિંસાનો વિષય શું છે, તે બતાવવાનો છે, અને પૂજ્ય મલયગિરિ મહારાજાએ કહ્યું કે, ઋજુસૂત્રનયના મતમાં આત્મા હિંસા છે, ત્યાં હિંસાના સ્વરૂપના વિવેચનમાં નવિભાગનું કથન છે, તેથી ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોવાને કારણે કોઈ દોષ નથી.
ત્યાં પ્રશ્ન થાય કે - આ રીતે ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોવા છતાં ઋજુસૂત્રનયના મતે આત્મા જ હિંસા છે એવો અર્થ હિંસાના સ્વરૂપના વિવેચનમાં કઈ રીતે પ્રાપ્ત થાય, તે બતાવવા અર્થે કહે છે -
નૈગમનયની અને વ્યવહારનયની ત્રણ પ્રકારની પણ હિંસા છે અર્થાત્ ત્રણમાંથી એક પ્રકારની હિંસા માન્ય છે, પરંતુ આ બે નયોને ત્રણેય પ્રકારની પણ માન્ય છે, એમ થી સમુચ્ચય કરવો છે. (૧) સંક્લેશરૂપ