________________
૪૦૯
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
षड्जीवनिकायेषु,ऋजुसूत्रस्य प्रतिस्वं स्वघात्ये, तद्भेदेन तन्मते हिंसाभेदाच्छब्दनयानां स्वात्मनि इति औघवृत्तौ विवेचनात्, तथापि विषयविभागेन नयप्रदर्शनं तत् इह तु हिंसास्वरूपविवेचने नयविभागः तत्र च संक्लेशदुःखोत्पादनतत्पर्यायविनाशभेदेन त्रिविधापि हिंसा नैगमव्यवहारयोः, संक्लेशदुःखोत्पादनरूपा द्विविधा सङ्ग्रहस्य, सङ्क्लेशरूपैव चऋजुसूत्रस्य संमता इत्येवं व्यवस्थिते: सङ्क्लेशश्चात्मपरिणाम आत्मैव, इतिएतन्मते आत्मैव हिंसा इत्युक्तौ दोषाभावात् । शब्दनयानामप्येतदेव मतम्, “मूलनिमाणं पज्जवणयस्स उज्जुसुअवयणविच्छेओ । तस्स उ सद्दाईआ साहापसाहा बहुविगप्पा " ।। ( काण्ड १ गा० ५ ) इति सम्मतिग्रन्थेन तेषामृजुसूत्रविस्तारात्मकत्वव्यवस्थिते:, विशेषिततरतदर्थवत्त्वस्यैव निर्युक्तावभिधानाच्च प्राणातिपातनिवृत्तिस्वभावसमवस्थितात्मद्रव्यान्यथाभाव ऋजुसूत्रमते हिंसा तद्गुणान्यथाभावश्च शब्दनयमत इति तु विवेचकाः ।
ટીકાર્ય :
ગર્ભવ ..... વિસ્તારાત્મત્વવ્યસ્થિતઃ, વળી “આત્મા જહિંસા છે,” એ પ્રમાણે જોકે શબ્દનયોનો મત છે, તેમાં નેામનયમતે થી વિવેચનાત્, સુધી હેતુ છે, તે કહે છે - તૈગમનયના મતમાં જીવ-અજીવની હિંસા છે, સંગ્રહનય અને વ્યવહારનયના મતમાં છ જીવનિકાયમાં હિંસા છે, ઋજુસૂત્રનયના મતમાં પ્રતિસ્વ=દરેક વ્યક્તિને આશ્રયીને, સ્વઘાત્યમાં હિંસા છે, કેમ કે તેના મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, તેના ભેદથી= હિંસકના ભેદથી, હિંસાનો ભેદ છે, શબ્દતયોના મતમાં સ્વાત્મામાં હિંસા છે, આ પ્રમાણે ઓઘનિર્યુક્તિની ટીકામાં વિવેચન છે; તો પણ વિષયના વિભાગ વડે નયપ્રદર્શન તે= ઓઘનિર્યુક્તિનું, વચન છે. વળી અહીં=પૂ. મલયગિરિ મહારાજાના કથનમાં, હિંસાના સ્વરૂપના વિવેચનમાં તયવિભાગ છે, અને ત્યાં=હિંસાના સ્વરૂપના વિવેચનમાં, (૧) સંક્લેશ, (૨) દુઃખોત્પાદન અને (૩) તત્પર્યાવિનાશભેદથી વૈગમ અને વ્યવહારનયની ત્રણ પણ પ્રકારની હિંસા છે; સંગ્રહનયતી (૧) સંક્લેશ અને (૨) દુઃખ ઉત્પાદનરૂપ બે પ્રકારની હિંસા છે; અને ઋજુસૂત્રનયની (૧) સંક્લેશરૂપ એક પ્રકારની જહિંસા સંમત છે. એ પ્રકારે વ્યવસ્થિતિ હોવાને કારણે અને આત્મપરિણામરૂપ આત્મા જ સંક્લેશ છે એથી કરીને, આવા મતમાં=ઋજુસૂત્રનયના મતમાં, “આત્મા જ હિંસા છે,” એ પ્રકારની ઉક્તિમાં=એ પ્રકારના પૂ. મલયગિરિ મહારાજાના વચનમાં, દોષાભાવ છે. શબ્દતયોનો પણ આ જમત છે=“આત્મા જહિંસા છે” આ જ મત છે. તેમાં હેતુ બતાવે છે - મૂર્ખાનમાળ ઇત્યાદિ સંમતિના ગ્રંથ વડે કરીને તેઓના=શબ્દાદિ તયોના, ઋજુસૂત્રના વિસ્તારાત્મકપણાની વ્યવસ્થિતિ છે.
ઉત્થાન :
સંમતિની સાક્ષીથી ઋજુસૂત્ર અને શબ્દાદિનયોનો એકમત છે તે બતાવીને, નિર્યુક્તિના કથનથી પણ તેને પુષ્ટ કરવા બીજો હેતુ કહે છે