________________
૪૦૭
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ વિશેષાર્થ :
જીવમાં વિવેકપૂર્વક પ્રાણાતિપાતવિરમણના પરિણામરૂપ વિરતિનો પરિણામ પ્રગટ ન થાય ત્યાં સુધી તેને પ્રાણાતિપાતનો અધ્યવસાય હોય છે, તેથી જ સંસારવર્તી જીવો શરીર આદિની જરૂરીયાત અર્થે જે કાંઈ પ્રવૃત્તિ કરે છે, ત્યારે અન્ય જીવોના પ્રાણોના અતિપાતરૂપ=નાશરૂપ, કાર્ય પેદા થાય છે. અને તે ક્રિયાનો પ્રારંભ કર્યા પછી અંતર્મુહૂર્તે તે ક્રિયા સમાપ્ત થતી હોય છે કે તેથી અધિક કાળ સમાપ્ત થતી હોય છે ત્યારે, પ્રથમાદિ ક્ષણોમાં જાયમાનઃઉત્પન્ન થતું, એવું પ્રાણાતિપાતક્રિયાથી નિર્વર્તક કાર્ય છે તેમાં, પ્રાણાતિપાતનો ઉપચાર કરવામાં આવે છે. આથી જ કાર્ય અંતર્મુહૂર્ત પછી કે તેથી અધિક કાળે સમાપ્ત થતું હોવા છતાં પ્રથમ સમયથી જ કહેવામાં આવે છે કે, પ્રાણાતિપાત કરાયો. એ જ રીતે મૃષાવાદાદિ અધ્યવસાયમાં પણ મૃષાવાદાદિને અનુરૂપ ક્રિયાથી નિષ્પાઘ અન્યને છેતરવારૂપ કાર્ય, પ્રથમ ક્ષણથી જાયમાન છે, તેમાં મૃષાવાદની ક્રિયાનો ઉપચાર થાય છે; એ અહીંયા=પ્રજ્ઞાપનાના પાઠમાં, ગૌતમસ્વામીના પ્રશ્નના કથનમાં પૂ. મલયગિરિ મહારાજાએ કહ્યું કે, આ અતીતનય અભિપ્રાયાત્મક પ્રશ્ન છે એ કથનમાં, બીજ છે. કેમ કે પ્રથમ ક્ષણમાં પ્રાણાતિપાતની ક્રિયા જાયમાન છે, પરંતુ સમાપ્ત થઈ નથી; છતાં પ્રાણાતિપાતની ક્રિયા થયેલ છે, તે વિવક્ષાથી, પ્રથમાદિ ક્ષણોમાં પ્રાણાતિપાતનો ઉપચાર થાય છે, અને તે ઉપચાર પૂ. મલયગિરિજી મહારાજાના કથનમાં બીજ છે. તેમાં હેતુ કહે છે કે, “ઉત્પન્ન કન્ન' એ પ્રકારે આદિથી જ ઉપપાદિત એવા આ અર્થનો આ રીતે જ ઉપચારથી સંભવ છે. અર્થાત્ જે કોઈ પણ ઘટાદિ વસ્તુ ઉત્પદ્યમાન હોય તે ઘણા સમય સુધી ઉત્પદ્યમાન હોય છે, અને તે ક્રિયાનો પ્રારંભ થયા પછી ક્રિયાની નિષ્ઠા અનેક સમય પછી થવા છતાં, પ્રથમ ક્ષણથી જ ઉત્પદ્યમાનઃઉત્પન્ન થતું, ઉત્પન્નઃઉત્પન્ન થયેલું છે, એ પ્રકારનો અર્થ કરવામાં આવે છે, તે આ રીતે ઉપચારથી જ સંભવે છે. અર્થાત્ અંતિમ સમયની ક્રિયાથી નિષ્પાદ્ય કાર્યનો ઉપચાર પ્રથમ ક્ષણમાં જ કરવામાં આવે છે. અને નિશ્ચયનયથી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળ એકક્ષણવર્તી છે, તેથી પ્રથમ ક્ષણમાં જે ક્રિયા થઈ, તેટલા અંશમાં તે કાર્ય ઉત્પન્ન થવા છતાં, પ્રથમ ક્ષણમાં પરિપૂર્ણ ઉત્પન્ન નથી, તો પણ પરિપૂર્ણ ઉત્પન્ન થયેલ છે, એ પ્રકારનો ઉપચાર કરવામાં આવે છે. આથી જ જમાલિના શિષ્યોએ સંથારો પાથરવાની ક્રિયાનો પ્રારંભ કર્યો તે પ્રથમ ક્ષણમાં પથરાઈ ગયો છે, એ પ્રમાણેનાં વચન કહ્યાં.
અહીં વિશેષ એ છે કે‘પદ્યમાન ઉત્પન્ન' એ નિશ્ચયનયનું વચન છે, કેમ કે નિશ્ચયનય ક્રિયાકાળ અને નિષ્ઠાકાળને એક માને છે. તેથી જ જે ક્ષણમાં ક્રિયા થઈ હોય તે જ ક્ષણમાં તે ક્ષણનું કાર્ય થયેલ છે તેમ કહે છે.
જ્યારે પ્રથમ ક્ષણમાં અંતિમ ક્ષણના કાર્યનો ઉપચાર વ્યવહારનયથી થાય છે, તે આ પ્રમાણે - ઘટ કરવાનો પ્રારંભ કર્યો તે રૂપ પ્રથમ ક્ષણમાં જ અંતિમ ક્ષણનું ઘટરૂપ કાર્ય થઈ ગયું તેમ વ્યવહારનય કહે છે, જ્યારે નિશ્ચયનય તો જે ક્રિયા કરી તેનાથી જેટલું કાર્ય નિષ્પન્ન થયું, તેને જ ઉત્પન્ન થયેલું કહે છે. આથી જ માટીમાંથી ઘટની નિષ્પત્તિને અનુકૂળ ક્રિયા કરાય છે, ત્યારે પ્રથમ સ્થાસ અવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે, સ્થાને અનુકૂળ તે ક્રિયા છે, પણ ઘટને અનુકૂળ તે ક્રિયા નથી, તેમ નિશ્ચયનય કહે છે અને વ્યવહારનય ઘટને અનુકૂળ તે ક્રિયા છે તેમ કહે છે. તેથી પ્રથમ ક્ષણમાં પણ ઘટ પેદા થયો, એ પ્રકારનો ઉપચાર વ્યવહારનય કરે છે; જ્યારે નિશ્ચયનય તો ચરમ સમયે જ ઘટને અનુકૂળ ક્રિયા માને છે, અને તે જ સમયે ઘટરૂપ કાર્ય થાય છે, તેમ માને છે.