________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૯
पुण्यपाप પરિળતાવિતિ । -પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનમાં અધ્યવસાયનું અનુરોધીપણું છે, અન્યથાપરિણતિમાં નહિ=અધ્યવસાયની અન્યથાપરિણતિમાં પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન નથી.
४०४
૦‘કૃતિ’ શબ્દ પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, એ પ્રકારના ગૌતમસ્વામીના કથનના વિષયમાં પૂ. મલયગિરિ મહારાજાના વક્તવ્યની સમાપ્તિસૂચક છે.
વિશેષાર્થ --
ઋજુસૂત્રનય બાહ્યહિંસાની ક્રિયાના કાળમાં પ્રાણાતિપાતની ક્રિયા માનતો નથી, પરંતુ હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા માને છે. આથી જ એકેન્દ્રિય જીવોમાં હિંસાની પરિણતિ હોવાને કા૨ણે પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય સ્વીકારે છે, અને અપ્રમત્ત મુનિથી કોઈના પ્રાણનો નાશ થાય તો પણ ત્યાં પ્રાણાતિપાતની ક્રિયા ઋજુસૂત્રનય માનતો નથી. અને તેમાં યુક્તિ આપે છે કે, પુણ્ય અને પાપકર્મના ઉપાદાન અને અનુપાદાનનું અધ્યવસાયનું અનુરોધીપણું છે, પણ ક્રિયાનું અનુરોધીપણું નથી. અર્થાત્ તમારો અધ્યવસાય હોય તેને અનુરૂપ જ પુણ્ય અને પાપકર્મનું ઉપાદાન અને અનુપાદાન થાય છે, પરંતુ જેવી બાહ્ય આચરણા હોય તેને અનુરૂપ પુણ્ય-પાપકર્મ બંધાતું નથી. અને તેની જ પુષ્ટિ કરતાં કહે છે કે, અન્યથાપરિણતિમાં નહિ; અર્થાત્ બાહ્ય રીતે કદાચ તેવા પ્રકારની ક્રિયા દેખાતી હોય, પરંતુ પરિણતિ અન્યથા વર્તતી હોય, તો તે બાહ્ય ક્રિયાને અનુસારે પુણ્ય-પાપ બંધાતું નથી. આથી જ અપ્રમત્ત મુનિને કદાચ બાહ્ય ક્રિયાથી હિંસાથી પ્રાપ્તિ હોય તો પણ અન્યથાપરિણતિ હોવાને કારણે, હિંસાને અનુકૂળ પાપકર્મનું ઉપાદાન થતું નથી. તેથી ઋજુસૂત્રનય હિંસાની પરિણતિના કાળમાં જ પ્રાણાતિપાતની ક્રિયા કહે છે.
અહીં વિશેષ એ છે કે, વ્યવહારનય ક્રિયાને અનુસારે પુણ્ય અને પાપકર્મનો બંધ સ્વીકારે છે. તેથી વ્યવહારનયના નિરાકરણ માટે ઋજુસૂત્રનય કહે છે કે, અધ્યવસાયને અનુરૂપ પુણ્ય કે પાપકર્મનો બંધ થાય છે તેથી વ્યવહારનયને માન્ય પુણ્ય કે પાપકર્મની ક્રિયા હોવા છતાં અન્યથાપરિણતિ હોય, અર્થાત્ પુણ્ય કે પાપની ક્રિયાથી વિપરીત પ્રકારનો અધ્યવસાય હોય, તો પુણ્ય કે પાપને અનુરૂપ ક્રિયા હોવા છતાં પણ કર્મબંધ થતો નથી.
ટીકાર્યઃ
भगवानपि પ્રત્યેવધારને । ભગવાન પણ તેને—ગૌતમસ્વામીને, ઋજુસૂત્રનયને આશ્રયીને પ્રત્યુત્તર કહે છે - ‘હંતા અસ્થિ’ એ પ્રજ્ઞાપનાસૂત્રમાં કહેલ ભગવાનનો ગૌતમસ્વામીના પ્રશ્નનો પ્રત્યુત્તરરૂપે જવાબ છે. ‘દંતા’ એ શબ્દ ત્રણ અર્થમાં વપરાય છે. (૧) સંપ્રેષણ, (૨) પ્રત્યવધારણ અને (૩) વિવાદ. અહીં=ગૌતમસ્વામીના પ્રશ્નનો પ્રત્યુત્તર ભગવાને આપ્યો અહીંયાં, પ્રત્યવધારણ અર્થમાં છે. તેથી દંતા અસ્થિ' નો અર્થ ત્તિ ત્ત્વ એ પ્રમાણે કરવાનો છે.
‘મળવાનું અવિ’ માં ‘વિ’ શબ્દથી એ કહેવું છે કે, ગૌતમસ્વામીનો પ્રશ્ન ઋજુસૂત્રનયને આશ્રયીને હતો અને ભગવાન પણ ઋજુસૂત્રનયને આશ્રયીને ગૌતમસ્વામીને પ્રત્યુત્તર આપે છે.