________________
૪૦૨
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ પાઠના આરંભમાં મંતે ! કહ્યું, ત્યાં ‘તિ’ શબ્દ પછી “તત્વ' શબ્દ અધ્યાહાર છે. તે બતાવતાં કહે છે - “લત” અર્થાત્ ગૌતમસ્વામી ભગવાનને પ્રસ્તમાં પૂછે છે કે આ છે ? અને ત્યાં ‘આ’ શબ્દથી આગળનું જે વક્ષ્યમાણ કથન છે, તેને ગ્રહણ કરવાનું છે.
ત્યાર પછી ‘’ શબ્દ છે તે વાક્યાલંકારમાં છે. તે વફ્ટમાણ કથન બતાવતાં કહે છે –
મહંત' હે ભગવંત ! જીવોને પ્રાણાતિપાત વડે=પ્રાણાતિપાતઅધ્યવસાય વડે, ક્રિયા હોય છે ? અહીં ‘ક્રિયા' શબ્દથી સામર્થ્યથી પ્રાણાતિપાતક્રિયા ગ્રહણ કરવાની છે. એટલે પ્રશ્નનો અર્થ આ પ્રમાણે સમજવો. તે ભગવંત ! જીવોને પ્રાણાતિપાતઅધ્યવસાય વડે પ્રાણાતિપાતક્રિયા હોય છે ? કેમ કે પ્રાણાતિપાતઅધ્યવસાય વડે કરીને અન્ય ક્રિયા સંભવે નહિ. તેથી સામર્થ્યથી પ્રાણાતિપાતક્રિયા સમજવાની છે.
| ‘ર્મર્તરિ' અહીં ‘વપ્નતિ'=ક્રિયતે' થાય છે. તેથી તે કર્મણિરૂપ ભાસે છે. પરંતુ તે કર્મકર્તરિ પ્રયોગ છે. અર્થાત્ કર્મ કર્તાના અર્થમાં આવેલ છે. તેથી ‘ચિતે' નો અર્થ ‘મતિ’ એ પ્રમાણે જાણવો. વિશેષાર્થ :
કહેવાનો આશય એ છે કે, જીવ વડે પ્રાણાતિપાતક્રિયા કરાય છે, એનો અર્થ જીવ વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે. પ્રતિપાતઝિયા જિયતે એમ કહેવામાં આવે છે ત્યારે ‘ક્રિયા કર્મરૂપ પ્રાપ્ત થાય છે, પરંતુ અહીં કર્મને કર્તા અર્થમાં ગ્રહણ કરવાનું છે. તેથી ‘ચિતે' નો અર્થ ‘મતિ' છે, અર્થાત્ જીવ વડે પ્રાણાતિપાતક્રિયા થાય છે, એમ અર્થ સમજવાનો છે.
ટીકાર્ય :
અતીતઃ ..... પ્રશ્નઃ અતીતનય અભિપ્રાયાત્મક આ પ્રશ્ન છે.
વિશેષાર્થ:
પૂર્વે કહ્યું કે, પ્રાણાતિપાતઅધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થાય છે, ત્યાં ‘જિયતે' નો અર્થ ‘મતિ' કર્યો. તેથી વર્તમાનને જોનારા નયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન છે, એમ લાગે. તેથી કહે છે કે - વર્તમાનનયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન નથી, પરંતુ અતીતનયના અભિપ્રાયવાળો આ પ્રશ્ન છે. તેથી એ પ્રાપ્ત થાય કે - પ્રાણાતિપાતઅધ્યવસાય વડે જીવોને પ્રાણાતિપાતક્રિયા થઈ, અને એમ કહેવાનું તાત્પર્ય એ છે કે, જે જીવો પ્રાણાતિપાતઅધ્યવસાયવાળા હતા, તેઓને તે અધ્યવસાયથી પ્રાણાતિપાતક્રિયા થયેલ કે નહિ ? એ પ્રકારના અભિપ્રાયથી ગૌતમસ્વામીનો આ પ્રશ્ન છે. અર્થાત્ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિ જેવો કોઈ જીવ પ્રત્યે પ્રાણનાશને અનુકૂળ ક્રિયા કરતા નથી, પરંતુ તેઓમાં જે પ્રાણાતિપાતનો અધ્યવસાય રહેલો છે, તેનાથી પ્રાણાતિપાતની ક્રિયા થયેલ કે નહિ ? એ પ્રકારનો પ્રશ્નનો અભિપ્રાય છે. તેના જવાબમાં ભગવાન કહે છે કે – ઢંતા તો.
સ્થિ, હે ગૌતમ થાય જ. અર્થાત્ જે જીવોને પ્રાણાતિપાતનો અધ્યવસાય રહેલો છે, તેઓને નિયમા તે વખતે પ્રાણાતિપાતક્રિયા થયેલ છે. એ પ્રકારનો અર્થ ભગવાનના જવાબથી પાપ્ત થાય છે.