________________
પ્રતિમાશતકશ્લોક: ૩૦
૪૧ હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોને વિષે જીવ મૃષાવાદક્રિયા કરે છે ?
હે ગૌતમ ! સર્વદ્રવ્યોને વિષે જીવ મૃષાવાદક્રિયા કરે છે. એ પ્રમાણે નિરંતર નારકોને યાવત્ વૈમાનિક સુધી ૨૪ દંડકમાં કહેવું. *
હે ભગવંત આ છે ? જીવોને અદત્તાદાનઅધ્યવસાય વડે ક્રિયા અર્થાત્ અદત્તાદાન ક્રિયા છે? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને અદત્તાદાનક્રિયા હોય છે?
હે ગૌતમ ! ગ્રહણ અને ધારણ યોગ્ય દ્રવ્યોમાં અદત્તાદાનક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીઓને યાવત્ વૈમાનિક પર્યત ૨૪ દંડકમાં સમજવું.
હે ભગવંત ! આ છે ? જીવોને મૈથુનઅધ્યવસાય વડે ક્રિયા=મૈથુનક્રિયા છે ? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિશે જીવોને મૈથુનક્રિયા હોય છે ?
હે ગૌતમ ! રૂપ અથવા રૂપસહગત દ્રવ્યને વિષે જીવોને મૈથુનક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીથી યાવત વૈમાનિકોને ૨૪ દંડકમાં સમજવું.
હે ભગવંત ! આ છે ? જીવોને પરિગ્રહઅધ્યવસાય વડે ક્રિયા પરિગ્રહક્રિયા હોય છે ? હે ગૌતમહોય છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને પરિગ્રહ વડે=પરિગ્રહઅધ્યવસાય વડે, ક્રિયા હોય છે ?
ગૌતમ ! સર્વદ્રવ્યમાં જીવોને પરિગ્રહ વડે ક્રિયા હોય છે. એ પ્રમાણે નારકીઓને યાવત્ વૈમાનિકોને ૨૪ દંડકમાં કહેવું
એ પ્રમાણે ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, પ્રેમથી, દ્વેષથી, કલહથી, અભ્યાખ્યાનથી, પશુન્યથી, પરપરિવાદથી, અરતિ-રીતિથી, માયામૃષાવાદથી,મિથ્યાદર્શનશલ્યથી સર્વ જીવમાં જીવ-નરકાદિના ભેદથી ભાવવું જોઈએ.
તે આ રીતે - હે ભગવંત આ છે? જીવોને ક્રોધ વડે અર્થાત્ ક્રોધઅધ્યવસાય વડે ક્રિયા=ક્રોધક્રિયા છે? હે ગૌતમ ! છે જ. હે ભગવંત ! કોના વિષે જીવોને ક્રોધ વડે અર્થાત્ ક્રોધઅધ્યવસાય વડે ક્રિયા હોય છે ? હે ગૌતમ ! સર્વમાં અર્થાત્ સર્વદ્રવ્ય અને પર્યાયમાં ક્રોધ વડે ક્રિયા હોય છે.
આ પ્રમાણે જીવ-નારકીના ભેદથી ભાવન કરવું કહેવું, નિરંતર વૈમાનિક સુધી ચોવીસ દંડકમાં કહેવું. હતિ સમાપ્તિસૂચક છે. એ પ્રમાણે આ અઢાર દંડકો છે. (સૂ. ૨૮૦)
સત્ર' અહીંયાં=પૂર્વમાં જે પ્રજ્ઞાપનાનો પાઠ કહ્યો તે પાઠની ટીકામાં, પૂજ્ય મલયગિરિજી મહારાજા આ પ્રમાણે કહે છે -