________________
૩૯
મતિમાશતક | શ્લોકઃ ૩૦ છેદે છે ત્યાંથી માંડીને યાવતું ધર્માન્તરાળ’ એ પ્રકારનું જે ગૌતમસ્વામીનું પ્રશ્નરૂપે કથન છે, તે તેમ જ છે= પ્રથમ પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે કે, જે મુનિના અર્થોને છેદે છે તે મુનિને ક્રિયા હોતી નથી, અને બીજા પ્રશ્નનો ભગવાન જવાબ આપે છે કે, ધર્મમાં અંતરાયને છોડીને બીજી ક્રિયા મુનિને હોતી નથી, તે તેમ જ છે અર્થાત્ જે રીતે પ્રશ્ન કર્યો તેનો ઉત્તર તેમ જ છે.
મૂળમાં જે ‘પત્થાબં ધનંતરારૂપ' કહ્યું તેનું ભગવતીસૂત્રની વૃત્તિ પ્રમાણે તાત્પર્ય જણાવતાં કહે છે –
જે સાધુના અર્થોને છેદે છે તે સાધુને ક્રિયા નથી હોતી ? ત્યાં પ્રશ્ન કર્યો કે, શું સર્વથા ક્રિયા હોતી નથી ? એ પ્રકારનો ગૌતમસ્વામીનો પ્રશ્ન છે. તેના ઉત્તરરૂપે કહે છે કે, નૈવમ્.' અહીં મૂળમાં ‘વન્' શબ્દ નથી તે અધ્યાહારરૂપે સમજવું. તેનાથી એ પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે નથી. અર્થાત્ સર્વથા ક્રિયાનો અભાવ છે એમ નથી. તો પ્રશ્ન થાય કે, કઈ ક્રિયાને છોડીને ક્રિયાનો અભાવ છે ? આથી કરીને કહે છે –“ન' એ પ્રમાણે આ નિષેધ છે, તે એક ધર્માતરાય ક્રિયાથી અન્યત્ર છે. અર્થાત્ જે સાધુના અર્થોને છેદે છે તે સાધુને પણ ધમતરાયલક્ષણ ક્રિયા હોય છે.
ત્યાં પ્રશ્ન થાય કે, ધર્માતરાય શું છે ? તે બતાવતાં કહે છે, શુભધ્યાનના વિચ્છેદથી અથવા અર્થચ્છેદના અનુમોદનથી ધર્માતરાય છે અર્થાત્ ધર્માતરાયરૂપ ક્રિયા છે.
કહેવાનો ભાવ એ છે કે, જ્યારે વૈદ્ય મુનિના અર્થનો છેદ કરે છે ત્યારે મુનિને શુભધ્યાનના વિચ્છેદરૂપ ધર્મમાં અંતરાયરૂપ ક્રિયા થાય છે, કેમ કે શુભધ્યાન એ ધર્મરૂપ છે અને તેના વિચ્છેદની ક્રિયા એ ધર્મમાં અંતરાયરૂપ છે. અથવા તો વૈદ્ય સાધુના અર્થનું છેદન કરે છે તે વૈદ્ય ઉચિત ક્રિયા કરે છે, તે પ્રકારનો પરિણામ સાધુને થાય છે, તેથી તે અર્થચ્છેદનના અનુમોદનરૂપ પરિણામ ધર્માતરાયરૂપ છે. કેમ કે પૂર્વે જે શુભધ્યાનરૂપ ધર્મ ચાલતો હતો, તેનો વિચ્છેદ થવાથી જ આ જાતની અનુમોદનાનો પરિણામ થઈ શકે છે. તેથી તે અનુમોદનાથી ધર્માતરાયરૂપ ક્રિયા થાય છે તેમ કહ્યું છે. ટીકા :
क्रियाया अध्यवसायानुरोधित्वमेव चाश्रित्येमानि सूत्राणि प्रज्ञापनाया प्रावर्तिषत -
“~િ i અંતે ! નીવાળું પાવી વિકરિયા ક્નતિ ?, દંતા ! ઓ ! મ િ #હિં જ બં! जीवाणं पाणातिवाएणं किरिया कज्जति ? गो० ! छसु जीवनिकाएसु । अस्थि णं भंते !
नेरइयाणं पाणाइवाएणं किरिया कज्जति ? गो० ! एवं चेव । एवं जाव निरंतरं वेमाणियाणं । अत्थि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जति ? हंता ! अत्थि । कम्हि णं भंते ! जीवाणं मुसावाएणं किरिया कज्जति ? गो० । सव्वदव्वेसु । एवं निरंतरं नेरइयाणं जाव वेमाणियाणं । अत्थि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जति ? हंता अत्थि ! कम्हि णं भंते ! जीवाणं अदिण्णादाणेणं किरिया कज्जति ? गो० गहणधारणिज्जेसु दव्वेसु । एवं नेरइयाणं निरंतरं जाव वेमाणियाणं । अत्थि णं भंते !