________________
૩૮
પ્રતિમાશતક | શ્લોકઃ » હે ભગવંત ! જે છેદે છે તેને અર્થાત્ વૈદ્યને ક્રિયા હોય છે? જેને છેદે છે તેને અર્થાત્ સાધુને એક ધર્મના અંતરાયને છોડીને ક્રિયા નથી હોતી ? આ પ્રકારના પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે છે -
હે ગૌતમ ! જે છેદે છે ત્યાંથી માંડીને ધમાંતરાય સુધી તે પ્રમાણે જ ગ્રહણ કરવું. અર્થાત્ એ પ્રકારનું (ઉપરોક્ત) જે ગૌતમસ્વામીનું પ્રમ્બરૂપે કથન છે, તે તેમ જ છે.
ચૂર્ણિકારનું તાત્પર્ય આ પ્રમાણે છે - ધર્મબુદ્ધિથી છેદતા એવા વૈદ્યને વ્યાપારરૂપક્રિયા શુભ હોય છે અથવા લોભ વગેરેથી કરે તો અશુભ ક્રિયા હોય છે. જે સાધુના અર્થને છેદે છે. તે સાધુને ક્રિયા નથી, કેમ કે નિર્ચાપારપણું છે. શું સર્વથા ક્રિયા ન હોય ? એવી આશંકાને દૂર કરતાં કહે છે - નવમ્ -
આથી કહે છે - .’ એક ધમતરાયને છોડીને બીજી ક્રિયા ન હોય અર્થાત્ ધમતરાયલક્ષણ ક્રિયા તેમને સાધુને, પણ હોય છે, એ પ્રમાણે ભાવ છે.
ધમતરાય શું છે તે બતાવે છે -
શુભધ્યાનનો વિચ્છેદ થવાથી અથવા તો અર્થચ્છેદની અનુમોદનાથી ધમાંતરાય થાય છે. વિશેષાર્થ:
અનિક્ષિપ્ત એવા છઠ્ઠ વડે છઠ્ઠને કરતા અને આતાપના લેતા ભાવિતાત્મા અણગારને, દિવસના પૂર્વભાગમાં હાથ-પગ-બાહુ-સાથળ આદિનું આકુંચન કે પ્રસારણ કરવું કલ્પતું નથી, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે – અણગારો સંયમ ગ્રહણ કર્યા પછી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરે છે ત્યારે, દિવસના પ્રથમ બે પ્રહર સૂત્રપોરિસી આદિ કરે છે; અને ત્યારબાદ જ્યારે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા નિષ્પન્ન થાય છે, પછી તે સૂત્રથી આત્માને ભાવિત કરવા અર્થે ધ્યાનાદિ કરે છે ત્યારે, શક્તિવાળા મહાત્માઓ ધન્ના અણગાર આદિની જેમ સતત છઠ્ઠના પારણે છઠ્ઠ કરે છે, અને ઉનાળામાં સૂર્યની આતાપના લેતા હોય છે, જેથી પ્રતિકૂળ ભાવોમાં પણ વેષરહિત સમભાવનો પ્રકર્ષ નિષ્પન્ન થાય છે. અને એવા આતાપના લેતા ભાવિતાત્મા અણગારને બે પ્રહર સુધી ધ્યાનમાં જ યત્ન કરવાનો હોય છે, તેથી હસ્તાદિનું પ્રસરણ તેઓને કરવાનું હોતું નથી, અને ત્રીજા પ્રહરમાં ભિક્ષાદિ અર્થે કે શારીરિક મલનિર્ગમન અર્થે કે વિહારાદિ અર્થે હસ્તાદિપ્રસરણ કરવું કહ્યું છે. અને કોઈ પૂર્વકર્મના દોષથી તે ભાવિતાત્મા અણગારને નાકમાં મસાઓની વૃદ્ધિ થાય છે અને તેને વૈદ્ય જુએ ત્યારે ભક્તિના કારણે અથવા ભક્તિવાળા સારા શ્રાવકના કથનથી અર્થાદિના લોભને કારણે અર્શાદિનો છેદ કરે છે, ત્યારે મુનિને થોડા નીચે પાડે અને અર્થોને છેદે છે, તેને હે ભગવંત ! ક્રિયા હોય છે ? અર્થાત્ જે વૈદ્ય સાધુના મસાને છેદે છે, તે વૈદ્યને ધર્મબુદ્ધિથી કરે તો શુભક્રિયા અને અર્થાતિના લોભથી કરે તો અશુભક્રિયા હોય છે ? અને જેમના=મુનિના અર્થોને છેદે છે.તે મુનિને ક્રિયા નથી હોતી ? આ પ્રમાણે ગૌતમસ્વામી ભગવાનને પ્રશ્ન કરે છે. અને પ્રશ્ન કરતાં કહે છે કે, શું સર્વથા ક્રિયાનો અભાવ છે ? અથવા એક ધર્માતરાયથી અન્યત્ર ક્રિયાનો અભાવ છે ? એ પ્રકારનો ગૌતમસ્વામીનો ભગવાનને બીજો પ્રશ્ન છે. તેના જવાબરૂપે ભગવાન દંતા' યમ ! થી કહે છે કે, હે ગૌતમ ! એમ જ છે. અર્થાતુ જે