________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૫૯ ૦ટીકામાં પ્રતિભાશત્ર પરં વર્ના કોર્ન વિદ્યતે પાઠ છે. ત્યાં શ્લોકમાં ‘વ્રતા' શબ્દ હોવાથી પ્રતિમાત્ર = ‘વ્રતશતિર્નિ ' વિદ્યતે પાઠની સંભાવના છે.
વિશેષાર્થ :
અક્ષણ અવિરતિજ્વરવાળા એવા ગૃહસ્થને કટુ ઔષધ સમાન એવું દ્રવ્યસ્તવ છે એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે, અવિરતિ એ આત્માની વિકૃતિ હોવાથી અવર જેવી છે અને તેનો નાશ કરવા માટે દ્રવ્યસ્તવ એ ઔષધ તુલ્ય છે; તેથી દ્રવ્યસ્તવના સેવનથી દ્રવ્યસ્તવને સેવનાર જીવ વિરતિ પ્રત્યે પ્રસર્પણભાવવાળો બને છે, એ અર્થ પ્રાપ્ત થાય છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, જે જીવને ભગવાનના ઉપદેશ પ્રત્યે અત્યંત આદર હોય અને આદર હોવાથી જ ભગવાનના ઉપદેશરૂપ સર્વવિરતિ અત્યંત સેવનીય લાગતી હોય, અને “ભગવાન પણ સર્વવિરતિને પરાકોટિની સેવીને વીતરાગ બન્યા છે, આથી જ તેમની પૂજા કરીને હું પણ વિરતિને અનુરૂપ મારું સત્ત્વ પ્રગટ કરું” એવા આશયપૂર્વક જેઓ દ્રવ્યસ્તવને સેવે છે, તેમને જ તે દ્રવ્યસ્તવ સાક્ષાત્ અવિરતિના નાશનું કારણ બને છે. અને તે દ્રવ્યસ્તવકાળમાં જે અવિરતિનો પરિણામ છે તે જોકે સાવદ્યના સ્કુરણરૂપ છે, અને સાવદ્યનું સ્કુરણ એ આત્માની વિકૃતિરૂપ છે; આમ છતાં જ્યારે તે સાવદ્યના ફુરણને સંસારમાં પ્રવર્તાવે છે ત્યારે તે સાવદ્યનું સ્કૂરણ અપ્રશસ્ત ભાવરૂપ હોય છે, અને તે સંસારની વૃદ્ધિનું કારણ બને છે; અને પૂજાકાળમાં પોતાને જે અવિરતિનો પરિણામ છે, તેથી જે ધનાદિ બાહ્ય પદાર્થ પ્રત્યે મારાપણાની બુદ્ધિ છે, તે જ ધનાદિને ભગવદ્ ભક્તિમાં વાપરીને હું સફળ કરું, એ પ્રકારનો આશય ત્યાં વર્તે છે; તેથી દ્રવ્યસ્તવકાળમાં વર્તતી તે અવિરતિ પ્રશસ્ત બને છે, અને તેનાથી અપ્રશસ્ત અવિરતિનો નાશ થાય છે. જેમ અનંતાનુબંધી કષાય સંસારવૃદ્ધિનું કારણ છે અને તે જ અનંતાનુબંધી કષાય ગ્રંથિભેદકાળમાં પ્રશસ્ત બનીને સમ્યક્તનું કારણ બને છે; એ રીતે શ્રાવકનો પ્રશસ્ત અવિરતિનો પરિણામ વિરતિ પ્રત્યે કારણ બને છે. આમ છતાં અવિરતિ એ જીવનો પરિણામ નથી, તેથી તેને “કટુ' કહેલ છે; અને અવિરતિરૂપ રોગના નાશનું કારણ દ્રવ્યસ્તવ છે, તેથી તેને “ઔષધ” કહેલ છે.
| ‘પ્રવનાથે' પ્રવચનના અર્થમાં, એક સ્થાનમાં પણ અશ્રદ્ધાવાળાના સેંકડો યોગોનું નિષ્ફળપણું છે. તેથી પ્રતિમાને નહિ માનનારા એવા પ્રતિમાના શત્રુઓને કઠોર સંયમનું પાલન પણ નિષ્ફળ છે, તેથી તેઓને મુક્તિ મળતી નથી, એમ કહ્યું તેનું તાત્પર્ય એ છે કે - ભગવાને કહેલા એક વચનમાં પણ શંકા હોય કે વિપર્યાસ હોય તો તે તત્ત્વની અરુચિ સ્વરૂપ છે, અને તે અનિવર્તિનીય હોય તો મિથ્યાત્વ અનિવર્તિનીય હોવાથી ગાઢ છે, એમ પ્રાપ્ત થાય. તેથી મોક્ષમાર્ગને અનુકૂળ એવી કઠોર પણ બાહ્ય આચરણા મોક્ષને અનુરૂપ બની શકે નહિ. આથી જ આચારાંગમાં કહ્યું છે કે, વિતિગિચ્છાને પ્રાપ્ત એવા આત્મા વડે સમાધિ પ્રાપ્ત થતી નથી.
કહેવાનો ભાવ એ છે કે, તેવા જીવનું ચિત્ત બાહ્ય રીતે સ્વસ્થ જણાય, અને પોતે કલ્યાણ માટે તપસંયમમાં દઢ યત્ન કરતો જણાય, તો પણ તત્ત્વના વિષયમાં સંશય હોવાથી પરમાર્થથી તેનું ચિત્ત સમાધિવાળું અર્થાત્ મોક્ષમાર્ગને અનુકૂળ પરિણતિવાળું નથી. આમ છતાં, કોઈ જીવ મુગ્ધ અવસ્થામાં હોય ત્યારે તેને તત્ત્વના વિષયમાં વિપર્યાસ થયેલ હોય કે શંકા થયેલ હોય, અને જો તે પ્રજ્ઞાપનીય હોય, તો તેનાં અન્ય