________________
૩૭૪
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦ કહેવાનો આશય એ છે કે, દેશવિરતિમાં સંયત અંશ અને અસંયત અંશ બને છે. તેમાં અસંયત અંશને ગ્રહણ કરીને જો દેશવિરતિવાળાને શુભયોગમાં પણ અનારંભકપણું નથી, એમ બતાવવું હોત, તો સંયતાસંમતનો પ્રજ્ઞપ્તિમાં પૃથગુ ઉપદેશ કરવો જોઈએ. કેમ કે વિચારકને પ્રશ્ન થાય કે દેશવિરતિમાં વિરતિ અંશ પણ છે, તેથી જેમ સંયતને શુભયોગ છે ત્યારે અનારંભકપણું હોય છે, તેમ દેશસંયતને પણ શુભયોગમાં અનારંભકપણું કેમ નહિ ? આવી પ્રામાણિક શંકાને દૂર કરવા અર્થે, જો દેશસંયતને શુભયોગમાં પણ આરંભકપણું માન્ય હોત. તો પૃથર્ ઉપદેશ આવશ્યક બને છે. પરંતુ પ્રસ્તુત પ્રજ્ઞપ્તિના પાઠમાં તેનો પૃથગુ ઉપદેશ કરેલ નથી, તેથી સંયતાસંયતને પણ પ્રમત્તસંયતનો અતિદેશ જ સંગત છે, પરંતુ અસંયતનો અતિદેશ સંગત બને નહિ.
અહીં વિશેષ એ છે કે, પ્રજ્ઞપ્તિસૂત્રમાં પ્રથમ પ્રમત્તસંયતને આશ્રયીને કથન કર્યું, ત્યારપછી અસંયતને આશ્રયીને કથન કર્યું, પરંતુ પ્રથમ સંયત પછી ક્રમથી દેશસંયતનું કથન કરવું જોઈએ અને ત્યારપછી અસંયતનું કથન કરવું જોઈએ. પરંતુ પ્રમત્તસંયતના કથનથી અતિદેશ દ્વારા દેશસંયતનું કથન અભિમત હોવાથી દેશસંયતનું કથન છોડીને અસંયતનું કથન કરેલ છે. જો સૂત્રકારને અસંયતની જેમ અવિરતિને આશ્રયીને દેશવિરતિને પણ આરંભકપણું જ માન્ય હોત, તો પ્રમત્તસંયતના કથન પછી દેશસંયતનું પૃથગુ અભિધાન કરત; અને દેશસંયતના કથનથી અસંયતમાં અતિદેશ પ્રાપ્ત થઈ શકત. પરંતુ પ્રમત્તસંયત પછી અસંયતનું કથન કર્યું, અને તે અસંયતનો અતિદેશ દેશસંયતમાં કરી શકાય નહિ, કેમ કે પ્રમત્તસંયત પછી દેશસંયતનો ક્રમ પ્રાપ્ત છે; તેથી પ્રમત્તસંયતનો અતિદેશ દેશવિરતમાં થઈ શકે, પરંતુ દેશસંયત પછીના અસંયતનો અતિદેશ તેની પૂર્વના દેશસંયતમાં થઈ શકે નહિ. ટીકાર્ય :
તથા ૨ ..... ૩–ાતું, અને તે રીતે=પૂર્વમાં કહ્યું કે, દેશસંયતને પ્રમસંવતનો અતિદેશ જ પ્રાપ્ત છે તે રીતે દેવાર્ચામાં શુભયોગનું સત્વ હોવાથી કઈ રીતે તેઓને દેશસંયતોને, આરંભ થાય? અર્થાત્ દેશસંયતોને દેવાર્ચામાં અમારંભકપણું છે. અને તેઓને=દેશસંયતોને, આરંભ-અનારંભ સ્થાનનું સત્વ હોવાથી ઉભયનો સંભવ છે, તેમ ન કહેવું કેમ કે કાલભેદથી તત્ સત્વનું ઉભયતા સત્વનું, પ્રમસંયતમાં પણ ઉક્તપણું છે. (તેથી કાલભેદથી પ્રમત્તસંવતમાં ઉભયનું સત્વ જેમ પ્રજ્ઞપ્તિમાં કહેલ છે તે રીતે તમને માન્ય હોય તો, દેશવિરતિવાળાને પૂજાકાળમાં અમારંભ અને અન્ય સંસારની પ્રવૃત્તિકાળમાં આરંભની પ્રાપ્તિ હોવાથી ઉભયના સત્ત્વમાં ઈષ્ટાપતિ છે.) ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પ્રમત્તસંયતમાં કાલભેદથી આરંભ-અનારંભ ઉભયનું સર્વપણું છે, જ્યારે દેશસંયતમાં એક સાથે ઉભયનું સત્ત્વપણું છે; અર્થાત્ વિરતિ અંશ અને અવિરતિ અંશને આશ્રયીને એક જ કાળમાં ઉભયનું સત્ત્વપણું છે. તેથી પૂજાકાળમાં ભગવાનની ભક્તિનો શુભભાવ છે તેને આશ્રયીને અનારંભકપણું હોવા છતાં, અવિરતિને કારણે પૃથ્વીકાયાદિનું ઉપમદન થાય છે તેને આશ્રયીને આરંભકપણું છે, એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેની સામે સિદ્ધાંતકાર કહે છે –