________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦. ટીકાર્ય :
.... વિનતિમ્ ! જે વળી, માથાકાર્યના અભાવમાં પણ તેના ઉદયતા અવિચ્છેદની શક્તિમાત્ર હોવાથી અનિવૃત્તિ બાદરાનને માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્યથા=અનિવૃત્તિ બાદરાતને માયાપ્રત્યયિકી ક્રિયા માનવામાં ન આવે તો, તેનું માયાપ્રત્યયિકી ક્રિયાનું, આરંભિકી ક્રિયાથી અસંખ્ય ગુણપણું નહિ થાય; એ પ્રમાણે ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન છે, તે મહામોહનો વિલાસ છે.
‘ય’ નો અન્વયે ‘ત’ ની સાથે છે અર્થાત્ જે જયચંદ્રાદિનું અભિધાન છે તે મહામોહનો વિલાસ છે, એ પ્રમાણે અન્વય સમજવો.
ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન મહામોહનો વિલાસ કેમ છે ? તેમાં હેત કહે છે -
પ્રવચન ..... વ્યાધ્યાનાર્ પ્રવચનમાલિત્યાદિથી રક્ષણાર્થે જ તે=માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્ય કાળમાં નહિ, એ પ્રકારના અર્થ, વૃત્તિમાં=પ્રજ્ઞાપનાસૂત્રના પાઠની ટીકામાં, વ્યાખ્યાન કરેલ છે. (તેથી તે વૃત્તિ પ્રમાણે અપ્રમત્ત મુનિ પણ કષાયમાં ઉપયુક્ત હોય ત્યારે જ માયાપ્રત્યયિકી ક્રિયા છે, અન્ય કાળમાં નહિ. તેથી ભ્રાંત એવા જયચંદ્રાદિનું અભિધાન મહામોહનો વિલાસ છે.) ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય છે, તો પછી આરંભિકી ક્રિયાથી માયાપ્રત્યયિકી ક્રિયાનું અસંખ્ય ગુણપણું કહ્યું, તે કઈ રીતે સિદ્ધ થશે ? તેથી બીજો હેતુ કહે છે – ટીકાર્ચ -
મારંfમવા . પ્રોત્વાવ્યા આરંભિકી ક્રિયાથી વિશેષાધિકપણાનું જ સૂત્રમાં પ્રોક્તપણું છેઃ પ્રજ્ઞાપના સૂત્રના પાઠમાં આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાનું વિશેષાધિકપણાનું જ કથન કરેલ છે.
વિશેષાર્થ:
ભાંત એવા જયચંદ્રાદિનું એ કહેવું છે કે, અપ્રમત્ત મુનિઓ કોઈ પ્રકારનું માયાનું કાર્ય કરતા નથી, તો પણ નવમાં ગુણસ્થાનકના અમુક ભાગ સુધી માયાના ઉદયનો અવિચ્છેદ હોય છે, અર્થાત્ ઉદયવિચ્છેદ થયો નથી, તેથી શક્તિમાત્રરૂપે અપ્રમત્ત મુનિઓને માયા હોય છે; અને તે શક્તિમાત્રને આશ્રયીને નવમા ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા માનેલ છે. અને સ્વકથનની પુષ્ટિ કરવા માટે જયચંદ્રાદિ કહે છે કે, જો આવું ન માનો તો, શાસ્ત્રમાં આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયાનું અસંખ્યગુણપણું કહ્યું છે, તે સંગત થશે નહિ. અર્થાત્ નવમા ગુણસ્થાનક સુધી વર્તતા બધા જીવોને માયાપ્રત્યયિકી ક્રિયા માનો, તો જ આરંભિકી ક્રિયા કરતાં માયાપ્રત્યયિકી ક્રિયા અસંખ્યાતગુણ સંગત થાય. તેથી માનવું જોઈએ કે, “અપ્રમત્ત મુનિઓ માયાનું કોઈ કાર્ય કરતા નથી, તો પણ માયાપ્રત્યયિકી ક્રિયા તેમને હોય છે. આ પ્રકારનું જયચંદ્રાદિના અભિધાનનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે -