________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૩૯૫
આ જ રીતે દરેક ક્રિયાઓનું પરસ્પર સમયને આશ્રયીને યોજન કરવું. તે જ રીતે દેશને આશ્રયીને અને પ્રદેશને આશ્રયીને પણ ક્રિયાઓનું સમ્યગ્ યોજન કરવું.
હવે ચોવીસ દંડકોમાં ૧૮ પાપસ્થાનકવિરતને ક્રિયાઓનું યોજન બતાવે છે ‘વાળાાવિરયમ્સ નું મંતે રૂત્પાતિ' મૂળનું પ્રતીક છે.
પ્રાણાતિપાતવિરતને આરંભિકી ક્રિયા હોય અને ન પણ હોય. પ્રમત્તસંયતને હોય અને બાકીનાને (અપ્રમત્તસંયત વગેરેને) ન હોય, એ પ્રમાણે ભાવ છે.
પ્રાણાતિપાતવિરતને પારિગ્રહિકી ક્રિયા નિષેધ્ય છે, કેમ કે સર્વથા પરિગ્રહથી નિવૃત્તપણું છે. અન્યથા અર્થાત્ સર્વથા પરિગ્રહથી નિવૃત્તપણું ન માનીએ તો, સમ્યક્ પ્રાણાતિપાતવિરતિની અનુપપત્તિ છે.
પ્રાણાતિપાતવિરતને માયાપ્રત્યયા ક્રિયા હોય, ન પણ હોય. જે કારણથી અપ્રમત્તસંયતને પણ ક્યારેક પ્રવચનમાલિન્યથી રક્ષણ માટે હોય. વળી શેષકાળે ન હોય.
પ્રાણાતિપાતવિરતને અપ્રત્યાખ્યાન ક્રિયા, મિથ્યાદર્શનપ્રત્યયા સર્વથા નિષેધ કરાય છે. કેમ કે તે બે ક્રિયાના ભાવમાં પ્રાણાતિપાતવિરતિનો અયોગ છે અને પ્રાણાતિપાતવિરતિના બે પદો છે. તે આ પ્રમાણે - જેમ જીવને અને મનુષ્યને, ત્યાં જેમ સામાન્યથી જીવને આશ્રયીને કહ્યું, તેમ મનુષ્યને આશ્રયીને કહેવું.
તે જ વાત સ્પષ્ટ કરે છે. “વં પાળવાવિયસ્ત .....” આ રીતે અર્થાત્ પ્રાણાતિપાતવિરતને જે રીતે કહ્યું એ રીતે ત્યાં સુધી કહેવું જ્યાં સુધી અર્થાત્ માયામૃષાવાદવિરતની પ્રાપ્તિ થાય, અને તે જીવ અને મનુષ્યને આશ્રયીને આરંભાદિ ક્રિયાઓના યોજનરૂપ જાણવું.
મિથ્યાદર્શનશલ્યવિરતને આશ્રયીને પાંચ ક્રિયાઓનું યોજન બતાવે છે
મિથ્યાદર્શનશલ્યવિરતને આશ્રયીને મૂળનું સૂત્ર આ પ્રમાણે છે
-
“મિચ્છાવંતનતત્ત્તવિવસ જું મંતે નીવલ્સ રૂાવિ” મિથ્યાદર્શનશલ્યવિરતને આરંભિકી હોય, ન પણ હોય, અને એનો ભાવ બતાવે છે -
પ્રમત્તસંચતાન્ત સુધીના જીવોને હોય, બાકીનાને=અપ્રમત્તસંયત આદિને, ન હોય એ પ્રમાણે ભાવાર્થ છે. પારિગ્રહિકી ક્રિયા દેશવિરતિ સુધી હોય આગળ ન હોય, માયાપ્રત્યયા પણ અનિવૃત્તિબાદરસંપરાય સુધી હોય આગળ ન હોય. અપ્રત્યાખ્યાન ક્રિયા પણ અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી હોય આગળ ન હોય.
તેથી કરીને આ પણ ક્રિયાઓને આશ્રયીને=આરંભિકી આદિ ક્રિયાઓને આશ્રયીને, મૂળમાં “સિય પ્નદ્ સિય નો જ્ન” એ પ્રમાણે કહેવું. તે પ્રમાણે કહે છે - વં ખાવ અપવ્યવવાિિરયા કૃતિ મૂળનો પાઠ છે. મિથ્યાદર્શનપ્રત્યયા વળી નિષેધ્ય છે. મિથ્યાદર્શનશલ્યવિરતને તેનો મિથ્યાદર્શનપ્રત્યયાનો, અસંભવ છે.
=
ચોવીસ દંડકની વિચારણામાં ક્રિયાઓનું યોજન બતાવે છે -
નારકીથી માંડીને સ્તનિતકુમાર સુધીનાને ચાર ક્રિયા કહેવી. મિથ્યાદર્શનપ્રત્યયા નિષેધ્ય છે. તિર્યંચપંચેન્દ્રિયમાં પહેલી ત્રણ ક્રિયા નિયમથી કહેવી, અપ્રત્યાખ્યાન ક્રિયા વિકલ્પે છે દેશવિરતિને નથી બાકીનાને છે, એ પ્રમાણે ભાવ છે. મિથ્યાદર્શનપ્રત્યયા નિષેધ્ય છે.
=
જેમ સામાન્ય જીવને તે પ્રમાણે મનુષ્યને ક્રિયાઓનું યોજન કહેવું.