________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૯૩ વગરનાને તો સુતરાં મિથ્યાદર્શન ક્રિયા છે, પરંતુ એક પણ અક્ષરમાં અરુચિવાળાને મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા છે. આ વિશેષતા “અવતર' શબ્દ બતાવે છે, અને તેનાથી એ પ્રાપ્ત થાય કે, છઠ્ઠા આદિ ગુણસ્થાનકમાં વર્તતા સાધુને પણ જ્યારે આકર્ષ દ્વારા મિથ્યાત્વગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે, ત્યારે ભગવદ્ વચનમાં યત્કિંચિત્ શંકા વર્તતી હોય તેઓને પણ મિથ્યાદર્શનખત્યયિકી ક્રિયા છે.
મેરામાં અંતે ઈત્યાદિ ચોવીસ દંડક સૂત્ર સુગમ છે.
હવે આ ક્રિયાઓનો (આરંભિકી આદિ પાંચ ક્રિયાઓનો) પરસ્પર અવિનાભાવ વિચારે છે. તે અર્થાત્ અવિનાભાવ આ પ્રમાણે -
જેને આરંભિકી ક્રિયા છે તેને પારિગ્રહિતી ક્રિયા હોય, ન પણ હોય. પ્રમત્તસંયતને ન હોય, શેષ જીવને હોય એ પ્રમાણે અર્થ છે.
૦ કહેવાનો ભાવ એ છે કે, પ્રમત્તસંયત જ્યારે અશુભ યોગમાં હોય છે, ત્યારે આરંભિકી ક્રિયા હોય છે. તો પણ તેને પારિગ્રહિતી ક્રિયા હોતી નથી, અને શેષ જીવને હોય છે. અર્થાત્ દેશવિરતિ સુધી જેને જેને આરંભિકી ક્રિયા હોય છે, તેને તેને પારિગ્રહિતી ક્રિયા હોય છે.
અને જેને આરંભિકી ક્રિયા હોય, તેને માયાપ્રત્યયા નિયમથી હોય છે. જેને માયાપ્રત્યયા ક્રિયા છે, તેને આરંભિકી ક્રિયા હોય અને ન પણ હોય. પ્રમત્તસંયત અને દેશવિરતિને ન હોય. શેષ અવિરતિસમ્યગ્દષ્ટિ આદિને હોય એ પ્રમાણે ભાવ છે.
કહેવાનો ભાવ એ છે કે, પ્રમસંયત અને દેશવિરતિધર જ્યારે શુભયોગમાં હોય ત્યારે માયાપ્રત્યયા ક્રિયા હોવા છતાં આરંભિકી ક્રિયા તેમને હોતી નથી. અને શેષ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને માયાપ્રત્યયા ક્રિયા હોય ત્યારે આરંભિકી ક્રિયા નિયમા હોય છે.
જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમથી હોય છે, કેમ કે અપ્રત્યાખ્યાનીને અવશ્ય આરંભનો સંભવ છે. એ પ્રમાણે મિથ્યાદર્શનપ્રત્યયા સાથે પણ અવિનાભાવ ભાવવો, તે આ પ્રમાણે - જેને આરંભિકી ક્રિયા છે. તેને મિથ્યાદર્શનપ્રત્યયા હોય, ન પણ હોય. મિથ્યાષ્ટિને હોય, વળી બાકીનાને ન હોય, એ પ્રમાણે અર્થ છે. વળી જેને મિથ્યાદર્શનપ્રત્યયા ક્રિયા છે, તેને નિયમથી આરંભિકી છે, મિથ્યાષ્ટિને અવિરતિપણાથી અવશ્ય આરંભનો સંભવ છે. આ તે જ આરંભિકી ક્રિયા પારિગ્રહિકાદિ ચાર ઉપરની ક્રિયા સાથે પરસ્પર અવિનાભાવથી સ્વયં વિચારવી. એ પ્રમાણે પારિગ્રહિતી ક્રિયા બાકીની ત્રણ ક્રિયા સાથે, માયાપ્રત્યયા બેની સાથે, અપ્રત્યાખ્યાન ક્રિયા એક મિથ્યાદર્શન પ્રત્યયા સાથે સ્વયં અવિનાભાવ વિચારવો.
અને તે પ્રમાણે કહે છે = મૂળપાઠમાં કહે છે - (તે મૂળ પાઠ આ પ્રમાણે -).
“પૂર્વ પરિદિગાવ તિહિં કરિત્નાદિ સર્ષ સંવારે વ્યા” એ પ્રમાણે પારિગ્રહિક ક્રિયા ઉપરની ત્રણ ક્રિયા સાથે યોજવી ઈત્યાદિ સુગમ છે. કેમ કે ભાવનાનું (યોજનનું) સુપ્રતીતપણું છે.
આ જ અર્થને પાંચે ક્રિયાઓના પરસ્પર સંબંધને ચતુર્વિશતિ દંડકના ક્રમથી ચિતવે છે. નેફયસ .... વારિ ફત્યાદિ એ મૂળપાઠના ચિંતનના સ્થાનનું પ્રતીક છે. જે કારણથી (દિ માત્ અર્થક છે) નારકીઓ ઉત્કર્ષથી અવિરતિ ગુણસ્થાનક સુધી છે, પરતઃ=આગળ નથી. તેથી નારકીઓને આઘ ચાર ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી