________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦
૩૯૧
હે ગૌતમ ! આરંભિકી ક્રિયા હોય યાવત્ માયાપ્રત્યયિકી ક્રિયા હોય (પ્રથમની ત્રણ હોય) અપ્રત્યાખ્યાન ક્રિયા હોય, ન પણ હોય. મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા ન હોય.
જેમ જીવને તે પ્રમાણે મનુષ્યને ક્રિયા સમજવી.
જેમ નારકને તે પ્રમાણે વાણવ્યંતર, જ્યોતિષ, વૈમાનિકને સમજવું.
હે ભગવંત ! આ ક્રિયાઓમાં અર્થાત્ આરંભિકીથી માંડીને યાવત્ મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયાઓમાં, કઈ ક્રિયાઓ કોનાથી અલ્પ છે અથવા બહુ છે ? અહીં પન્નવણા ૨૮૭ સૂત્રમાં અપ્પા વા વહુયા ા પાઠ છે.
હે ગૌતમ ! સર્વથી સ્તોક મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયા છે, તેના કરતાં અપ્રત્યાખ્યાન ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં પારિગ્રહિકી ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં આરંભિકી ક્રિયા વિશેષાધિક છે, તેના કરતાં માયાપ્રત્યયિકી ક્રિયા વિશેષાધિક છે. ।। સૂ. ૨૮૭।।
(પદ્મવણાના ક્રિયાપદલેશના મૂળપાઠના કોઈક કોઈક શબ્દની ટીકાનો ભાવ આ પ્રમાણે છે-)
પ્રાણાતિપાત આદિ ક્રિયાઓમાં ક્રિયાશબ્દથી ક્રિયા એટલે કર્મમાં=કર્મબંધમાં, કારણભૂત એવી ચેષ્ટા ગ્રહણ કરવાની છે. આરંભિકી ક્રિયામાં આરંભ=પૃથિવ્યાદિનો ઉપમર્દ, પ્રયોજન=કારણ, જેને છે તે આરંભિકી ક્રિયા છે. પારિગ્રહિકી ક્રિયામાં પરિગ્રહ શબ્દથી પરિગ્રહ એટલે ધર્મોપકરણથી અન્ય વસ્તુના સ્વીકારને અને ધર્મોપકરણ ઉપર મૂર્છાને ગ્રહણ કરેલ છે, અને સ વ અર્થાત્ પર વ=પરિગ્રહ જ, પારિગ્રહિકી ક્રિયા અથવા પરિગ્રહથી નિવૃત્ત=નિષ્પક્ષ, ક્રિયા (તે આત્મામાં થઈ).
છ અહીં પરિગ્રહ જ પારિગ્રહિકી ક્રિયા એ કથનથી એ પ્રાપ્ત થાય કે, ધર્મોપકરણથી અન્ય વસ્તુનો સ્વીકાર અને ધર્મોપકરણમાં વર્તતી મૂર્છા - એ બંને કર્મબંધને અનુકૂળ એવી પારિગ્રહિકી ક્રિયા છે. અને પરિગ્રહથી નિવૃત્ત એ પ્રકારના બીજા વિકલ્પથી એ પ્રાપ્ત થાય કે - પરિગ્રહને કારણે થતો કર્મબંધને અનુકૂળ એવો આત્માનો મૂર્છારૂપ પરિણામ તે જ પારિગ્રહિકી ક્રિયા છે, અને તે મૂર્છા ધર્મોપકરણમાં હોય કે ધર્મોપકરણથી અન્ય વસ્તુના સ્વીકારમાં હોય તે પારિગ્રહિકી ક્રિયા છે.
અહીં સારાંશ એ છે કે, ધર્મોપકરણથી અન્યના સ્વીકારમાં મૂર્છા અવિનાભાવી છે, અને ધર્મોપકરણના સ્વીકારમાં વૈકલ્પિક છે.
માયાપ્રત્યયિકી ક્રિયામાં માયા એટલે અનાર્જવપણું, આ ક્રોધાદિનું ઉપલક્ષણ છે. તે માયા પ્રત્યય–કારણ, જેને છે તે માયાપ્રત્યયા. આનાથી એ પ્રાપ્ત થાય કે, ચારે કષાયોથી થતી જે ક્રિયા તેને માયાપ્રત્યયિકીથી ગ્રહણ કરવાની છે.
અપ્રત્યાખ્યાન ક્રિયામાં અપ્રત્યાખ્યાનથોડો પણ વિરતિના પરિણામનો અભાવ, અને તે જ ક્રિયા= વિરતિના પરિણામના અભાવરૂપ જ ક્રિયા, તે અપ્રત્યાખ્યાનિકી ક્રિયા.
મિથ્યાદર્શનપ્રત્યયિકી ક્રિયામાં મિથ્યાદર્શન હેતુ જેને છે તે મિથ્યાદર્શનપ્રત્યયા.
‘ઝત્રયરવિ પમત્તસંનતત્તિ’ અહીં ‘પિ’ શબ્દ છે તે ભિન્નક્રમમાં છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે