________________
૩૯૪
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ છે. મિથ્યાદર્શન ક્રિયા પ્રત્યે સ્યાદ્વાદ છે. તેને જ અર્થાત્ સ્યાદ્વાદને જ પૂર્વમાં કહ્યું કે, પારિગ્રાહિતી ક્રિયા બાકીની ત્રણ ક્રિયા સાથે વિચારવી. તે પ્રમાણે મૂળ સૂત્રમાં કહે છે - “નસ થાકો વત્તારિ” ત્યાદ્રિ |
તેનો અર્થ આ પ્રમાણે છે - મિથ્યાષ્ટિને મિથ્યાદર્શન ક્રિયા હોય છે. શેષને હોતી નથી. એ પ્રમાણે સ્યાદ્વાદનું સ્વરૂપ છે.
વળી જેને મિથ્યાદર્શન ક્રિયા છે, તેને આદ્ય ચાર ક્રિયા નિયમથી છે. કેમ કે મિથ્યાદર્શન હોતે જીતે આરંભિકી આદિ ક્રિયાઓનો અવશ્યભાવ છે, એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું.
પૃથિવ્યાદિથી ચઉરિંદ્રિય પર્યવસાન સુધીનાને પાંચે ક્રિયા પરસ્પર અવિનાભાવિની કહેવી. કેમ કે પૃથિવ્યાદિને મિથ્યાદર્શન ક્રિયાનો પણ અવશ્યભાવ છે.
- તિર્યંચપંચેન્દ્રિયને આદ્ય ત્રણ ક્રિયાઓ પરસ્પર અવિનાભૂત છે. કેમ કે યાવત્ દેશવિરતિ સુધી આ ત્રણ ક્રિયાઓનો અવશ્યભાવ છે પછીની બે ક્રિયાઓ સાથે સ્યાદ્વાદ છે. તે જ=તે સ્યાદ્વાદ જ, મૂળ સૂત્રમાં દેખાડે છે. “નસ થાણો વખંતિ” ત્યાદિ સ્યાદ્વાદને બતાવનાર મૂળપાઠનું પ્રતીક છે, અને તે સ્યાદ્વાદનું તાત્પર્ય બતાવે છે - દેશવિરતિને આ બે (પાછળની) ક્રિયા નથી હોતી, બાકીનાને હોય છે, એ પ્રમાણે ભાવ છે. અર્થાત્ આ ભજનારૂપ સ્યાદવાદ છે. જેને વળી ઉપરની બે ક્રિયા છે, તેને આદ્ય ત્રણ નક્કી હોય છે. ઉપરની બે ક્રિયાઅપ્રત્યાખ્યાન ક્રિયા અને મિથ્યાદર્શનપ્રત્યયા. ત્યાં અપ્રત્યાખ્યાન ક્રિયા અવિરતિસમ્યગ્દષ્ટિ સુધી છે, મિથ્યાદર્શન ક્રિયા મિથ્યાદૃષ્ટિને હોય છે. આદ્ય ત્રણ ક્રિયા દેશવિરતિ સુધી હોય છે. આથી ઉપરની બે ક્રિયાના ભાવમાં અવશ્ય આદ્ય ત્રણનો સંભવ છે.
હવે અપ્રત્યાખ્યાન ક્રિયાનો અને મિથ્યાદર્શનક્રિયાનો તિર્યચપંચેન્દ્રિયમાં પરસ્પર અવિનાભાવ દેખાડે છે - તેનો મૂળ પાઠ “નસ અપવ્યવસ્થા શિરિયા” ઈત્યાદિ ભાવિત છે. (અહીં પ્રત્યાધ્યાનજિયા, મિથ્યવર્શનક્રિયાથી જે ષષ્ઠી છે, તે કર્માર્થક છે અને તિ િપન્વેન્દ્રિય માં ષષ્ઠી છે તે કર્યું અર્થક છે.)
જેમ જીવપદમાં તેમ મનુષ્યમાં કહેવું. જેમ નારકીને તેમ વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને કહેવું.
આ પ્રમાણે આ એક દંડક=૨૪ દંડકમાં પાંચ ક્રિયાનું યોજન કર્યું, તે એક દંડક સમજવું. પ્રમુખેવાળું ..... થી યથા નૈચિ , અહીં સુધીનું કથન તે એક દંડક છે.
નં સર્વ નં મતે ! ઈત્યાદિક દ્વિતીય દંડક, = i મંતે ! ઈત્યાદિક તૃતીય દંડક, નં પH , ઈત્યાદિક ચતુર્થ દંડક છે.
અહીં જે સમયે જીવને આરંભિકી ક્રિયા હોય તે સમયે પારિગ્રહિક ક્રિયા હોય કે ન હોય ? ઉત્તર :- હોય પણ ખરી અને ન પણ હોય.
અશુભયોગમાં વર્તતા પ્રમત્તસંયતને જે સમયે આરંભિકી ક્રિયા હોય છે, તે જ સમયે પારિગ્રહિક ક્રિયા નથી હોતી, અને પ્રમત્તસંયત પૂર્વના દેશવિરત આદિઓને જે સમયે આરંભિકી ક્રિયા હોય છે, તે જ સમયે પારિગ્રહિતી ક્રિયા હોય છે. આ રીતે યોજન કરવું.