________________
૩૮૯
પ્રતિમાશક | શ્લોક: ૩૦ વિશેષાર્થ :
અહીં’ શબ્દનો અન્વય પ્રમત્તસંયત પછી છે. અહીં તિર' શબ્દ પ્રમત્તસંયતનું વિશેષણ હોવાથી કોઈક પ્રમત્તસંયતને આરંભિક ક્રિયા હોય છે અને કોઈકને નથી એ અર્થ પ્રાપ્ત થાય, અને તેથી “અન્યતર' શબ્દ પ્રમત્તસંયતનું વ્યાવર્તક વિશેષણ છે, અને તેનાથી શુભયોગવાળા પ્રમત્તસંયતનું વ્યાવર્તન થાય છે.
મvUવરવિ પુનત્તસંનયસ અહીં પ થી એ સમુચ્ચય થાય છે કે, પ્રમત્તસંયત પૂર્વે તો આરંભિકી ક્રિયા છે, પરંતુ અન્યતર પ્રમત્તસંયતને પણ આરંભિકી ક્રિયા છે. ટીકાર્ય :- હે ભગવંત ! પારિગ્રહિક ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર સંયતાસંયતને દેશવિરતને, પણ હોય છે. વિશેષાર્થ:
અહીં ‘સર’ શબ્દનો અન્વય દેશવિરત પછી છે, અને અન્યતર' શબ્દ સંયતાસંયતનું વ્યાવર્તક વિશેષણ છે. તેનાથી એ કહેવું છે કે, દેશવિરતિધર પણ જ્યારે સામાયિક-પૌષધાદિ ઉપયોગપૂર્વક કરતો હોય ત્યારે શુભયોગમાં હોવાને કારણે પારિગ્રહિક ક્રિયા કરતો નથી, અને સંસારની પ્રવૃત્તિ કરતો હોય ત્યારે પારિગ્રહિક ક્રિયા હોય છે. ટીકાર્ચ -
હે ભગવંત ! માયાપ્રત્યથિકી ક્રિયા કોને હોય છે ? હે ગૌતમ ! અન્યતર અપ્રમત્તસંયતને પણ હોય છે. વિશેષાર્થ :
અહીં ‘’ શબ્દ અપ્રમત્તસંયત પછી ગ્રહણ કરવાનો છે અને અન્યતર' શબ્દ અપ્રમત્તસંયતનું વ્યાવર્તક વિશેષણ છે અને તેનાથી પ્રવચનઉડાહના રક્ષણકાળમાં શુભમાયામાં વર્તતા અપ્રમત્તસંયતથી અન્ય અપ્રમત્તસંયતની વ્યાવૃત્તિ થાય છે.
અહીં અપ્રમત્તસંયત શબ્દથી ૭ થી ૧૪ ગુણસ્થાનકની પ્રાપ્તિ હોવા છતાં, આગળમાં ટીકામાં ૯મા ગુણસ્થાનક સુધી જ માયાપ્રત્યયિકી ક્રિયા ગ્રહણ કરેલી હોવાને કારણે, ૯મા ગુણસ્થાનક સુધી શુભ માયામાં વર્તતાને માયાપ્રત્યયિકી ક્રિયા પ્રાપ્ત થાય છે.
અહીં વિશેષ એ છે કે, અપ્રમત્તસંયત ગુણસ્થાનક એ ૭મું ગુણસ્થાનક છે, અને અપ્રમત્તસંયત શબ્દથી પ્રમત્તસંયત સિવાયનાં ૭માથી ૧૪મા ગુણસ્થાનક સુધીનાં બધાંની પ્રાપ્તિ થાય છે. અને અહીં પન્નવણાના ટીકાકારે સ્વયં જ અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક સુધી માયાપ્રત્યયિકી ક્રિયા સ્વીકારેલ હોવાથી એ પ્રાપ્ત થાય કે - પ્રવચનઉડ્ડાહથી રક્ષણ માટે પ્રવૃત્ત સાધુને ૯મા ગુણસ્થાનક સુધી શુભ કષાયનો વ્યક્ત ઉદય સંભવી શકે છે. અને જે સાધુ તેવા કાર્યમાં પ્રવૃત્ત નથી, તેઓને બાદર કષાય હોવા છતાં વ્યક્ત કષાય ૭મા આદિ