________________
૩૮૮
પ્રતિમાશતક | શ્લોક: ૩૦ ક્રિયા ચાલુ હોઈ શકે છે. તેથી અપ્રમત્તસંયતને તેવા પ્રશસ્ત કષાયનો ઉદય સંભવી શકે છે, માટે તો માયાપ્રત્યયિકી ક્રિયા કહી છે. જ્યારે અન્ય અપ્રમત્તસંયત મુનિ આત્માના શુદ્ધ ઉપયોગમાં યત્નવાળા હોય છે ત્યારે, વિકલ્પાત્મક કષાયનો ઉદય હોતો નથી, પરંતુ અનિવૃત્તિબાદરjપરાય ગુણસ્થાનક સુધી સર્વ જીવોને કષાયનો ઉદય હોય જ છે. તે પ્રમાણે અવિકલ્પાત્મક એવો સૂક્ષ્મ કષાય ત્યાં હોવા છતાં તેઓને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલી નથી, તેથી અન્યતર કોઈક અપ્રમત્તસંયતને માયાપ્રત્યાયની ક્રિયા છે એમ કહેલ છે.
અપ્રત્યાખ્યાની ક્રિયા પણ અન્યતર કોઈ અપ્રત્યાખ્યાનીને હોય છે, ત્યાં ‘કન્યતરસ્થાપિ' નો અર્થ અવતરપિ=ન કિષ્યિ, એ પ્રમાણે પ્રજ્ઞાપનાની ટીકામાં અર્થ કરેલ છે, અને તેનો જ ભાવ સ્પષ્ટ કરતાં કહ્યું કે, જે પ્રત્યાખ્યાન કરતો નથી તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે. તેથી એ પ્રાપ્ત થાય કે – જે કાંઈપણ પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે, અર્થાત્ અવિરતસમ્યગ્દષ્ટિ કાંઈપણ પ્રત્યાખ્યાન કરતો નથી, તેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે.
અહીં વિશેષ એ છે કે, સંવિજ્ઞપાક્ષિક પણ ચોથા ગુણસ્થાનકે હોવાને કારણે અવિરતસમ્યગ્દષ્ટિ છે, અને સર્વવિરતિનું પ્રત્યાખ્યાન તેણે ગ્રહણ પણ કરેલ છે, છતાં ભાવથી અભ્યસ્થિત નહિ હોવાને કારણે સર્વવિરતિનો પરિણામ તેમને થતો નથી. આમ છતાં સ્કૂલ વ્યવહારનય સંવિજ્ઞપાક્ષિકને અપ્રત્યાખ્યાની ક્રિયા માને નહિ, પરંતુ પરિણામસાપેક્ષ પચ્ચખ્ખાણને માનનાર વ્યવહારનયથી તો સંવિજ્ઞપાક્ષિકને પણ અપ્રત્યાખ્યાની
ક્રિયા છે.
મિથ્યાદર્શની ક્રિયા કોને હોય છે ? ત્યાં પણ અન્યતર પણ મિથ્યાષ્ટિને છે, એમ કહેલ છે. તેનાથી એ ફલિત થાય છે, અન્યતર પણ ભગવાનના વચનમાં જેને અરુચિ હોય તેને મિથ્યાદર્શન ક્રિયા છે. અર્થાત્ ભગવાનના બધા વચનમાં અરુચિ હોય તો મિથ્યાદર્શન ક્રિયા છે જ, પરંતુ ભગવાનના એક પણ વચનમાં અરુચિ હોય તો પણ મિથ્યાદર્શન ક્રિયા છે. ટીકાર્ય :
હે ભગવંત ! નારકીને કેટલી ક્રિયા હોય છે ? હે ગૌતમ ! નારકીને પાંચ ક્રિયાઓ કહેલી છે, તે આ પ્રમાણે - આરંભિકીથી મિથ્યાદર્શન પ્રત્યયિકી સુધી પાંચ ક્રિયાઓ હોય છે. એ પ્રમાણે વૈમાનિક સુધી ચોવીસે દંડકમાં સમજવું.
હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને પારિગ્રહિક ક્રિયા હોય ? અને જેને પારિગ્રહિક ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા હોય ?
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને પારિગ્રહિક ક્રિયા હોય, ન પણ હોય. વળી જેને પારિગ્રહિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા નિયમો હોય.
હે ભગવંત ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય ? એમ પૃચ્છા કરે છે.
હે ગૌતમ ! જે જીવને આરંભિકી ક્રિયા હોય તેને માયાપ્રત્યયિકી ક્રિયા નિયમા હોય. વળી, જેને માયાપ્રત્યયિકી ક્રિયા હોય તેને આરંભિકી ક્રિયા હોય પણ ખરી અને ન પણ હોય.