________________
૩૮૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ થાય છે, (૨) અશુદ્ધયોગ વર્તે છે ત્યારે પાપનો આશ્રવ થાય છે અને (૩) વચન, કાય અને મનની ગુપ્તિને નિરાશ્રવ સંવર કહેલ છે. આ પ્રમાણે પૂજાદિ સર્વ પ્રશસ્ત ભાવો પુણ્યબંધના કારણ છે અને ગુપ્તિ જ નિરાશ્રવભાવરૂપ છે. તેથી ગુપ્તિમાં વર્તતાને જ અનારંભિકી ક્રિયા કહેવી જોઈએ, પરંતુ શુભયોગમાં વર્તતાને શુભઆરંભિકી ક્રિયા કહેવી જોઈએ. અને આ નિયમ પ્રમાણે દેશવિરતિધરને દેવાર્શનાદિમાં જેમ શુભઆરંભિકી ક્રિયા કહી શકાય, તેમ સાધુને પણ શુભયોગમાં શુભઆરંભિકી ક્રિયા છે એમ કહેવું ઉચિત થાય, પરંતુ નિરારંભિકી ક્રિયા શુભયોગમાં કહી શકાય નહિ. પરંતુ ભગવતીસૂત્રમાં નિરારંભિકી ક્રિયા કહી છે, તેથી તેમ જ માનવું ઉચિત ગણાય કે – વિરતિ હોતે છતે જ પ્રશસ્ત આરંભિકી ક્રિયાની અક્રિયારૂપે ત્યાં વિવક્ષા કરી છે.
ગત Uવ ..... થી ઉક્ત કથનની પુષ્ટિ કરતાં જ કહે છે કે, વાચકવચન પ્રમાણે શુદ્ધયોગ, અશુદ્ધયોગ અને ગુપ્તિ એમ ત્રણ પ્રકારે ભેદની વિવક્ષા છે, અને ભગવતીના કથનમાં આરંભિકી ક્રિયા અને અનારંભિક ક્રિયા એમ બે પ્રકારના ભેદની વિવેક્ષા છે. આથી કરીને જ શુભ માયાના વશથી અપ્રમત્તસયતને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલી છે. માટે વિવક્ષા અને અવિવેક્ષા જ અહીં શરણ છે.
કહેવાનો આશય એ છે કે, અપ્રમત્તસંયતને તો નિરારંભિકી ક્રિયા જ માનેલ છે, પરંતુ આરંભિકી ક્રિયા માનેલ નથી. આમ છતાં શુભ માયાના વશથી અપ્રમત્તસંયતને માયાપ્રત્યયિકી ક્રિયા કહેલ છે, તેનું કારણ ત્યાં તેવા પ્રકારની વિવક્ષા જ છે. અર્થાતુ અપ્રમત્તસંયત સતત મોક્ષને અનુકૂળ ઉદ્યમવાળા છે, તેથી તેમને અનારંભિકી ક્રિયા કહી, એ રીતે તેમને માયાપ્રત્યયિકી ક્રિયા નથી તેમ કહેવું જોઈએ. પરંતુ અપ્રમત્ત મુનિ પણ જ્યારે પ્રવચનમાલિન્ય આદિના રક્ષણ માટે કષાય કરતા હોય ત્યારે માયાપ્રત્યયિકી ક્રિયા સ્વીકારી, અને અન્ય કાળમાં તેમને કષાય હોવા છતાં માયાપ્રયિકી ક્રિયા નથી, એમ કહેલ છે, તે વિવક્ષાને આધીન જ છે. તે રીતે ભગવતીસૂત્રનું કથન પણ વિવક્ષા, અવિવક્ષાને આધીન જ છે, એમ જાણવું. ઉત્થાન :
પૂર્વમાં મત વિ’ થી કહ્યું કે, અપ્રમત્તસંયતને શુભ માયાના વશથી માયાપ્રયિકી ક્રિયા કહેલ છે, ત્યાં જયચંદ્રાદિ માને છે કે, અપ્રમત્ત મુનિને વ્યક્ત રીતે માયાનો ઉદય હોતો નથી, પરંતુ માયાના ઉદયના અવિચ્છેદની શક્તિમાત્ર હોય છે, તેને આશ્રયીને માયાપ્રત્યયિકી ક્રિયા અપ્રમત્ત મુનિને કહેલ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે - ટીકા:
यत्तु “मायाकार्याभावेऽपि तदुदयाविच्छेदशक्तिमात्रादनिवृत्तिबादरान्तस्य मायाप्रत्ययिकी, अन्यथा तस्या आरम्भिक्या असङ्ख्यगुणत्वं न स्यादिति” भ्रान्तस्य जयचन्द्रादेरभिधानम्, तन्महामोहविलसितम्, प्रवचनमालिन्यादिरक्षणार्थमेव सा नान्यकाल इत्यर्थस्य वृत्तौ व्याख्यानात् आरम्भिक्या विशेषाधिकत्वस्यैव सूत्रे प्रोक्तत्वाच्च ।