________________
૩૭૮
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ શુભયોગ હોતે છતે આરંભિકી ક્રિયા નહિ થાય, અને તે રીતે જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે, તેને નિયમા આરંભિકી ક્રિયા છે, એ પ્રકારના (ભગવતીસૂત્રમાં સ્વીકારાયેલ) નિયમનો ભંગ થશે.
‘સત્યમ્’ થી સિદ્ધાંતકાર શંકાનું નિરાકરણ કરતાં કહે છે કે - તારી વાત સાચી છે, અર્થાત્ સામાન્યથી જોતાં તું જે કહે છે તે જ પ્રાપ્ત થાય, કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ આદિને દેવાર્ચન આદિમાં શુભયોગ હોવાને કારણે અનારંભિકી ક્રિયા કહેવી પડે, અને તેમ કહેવાથી જેને અપ્રત્યાખ્યાનિકી ક્રિયા છે, તેને નિયમથી આરંભિકી ક્રિયા છે એ નિયમનો ભંગ છે, એ તારી વાત સાચી છે; પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને નિયમથી આરંભિકી ક્રિયા હોય છે, એ પ્રકારના કથનમાં જુદા પ્રકારની વિવક્ષા છે, તેથી દોષ નથી. તે બતાવવા અર્થે કહે છે
-
विरत्यभावे • વિવક્ષળાત્ ।વિરતિના અભાવમાં શુભયોગથી પ્રશસ્ત પણ આરંભિકી ક્રિયાની ક્રિયાપણારૂપે અવિવક્ષા કરી છે, તેથી ઉક્ત નિયમનો ભંગ થતો નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે દેશવિરતિધર દેવાર્ચનાદિ કરે છે તે વખતે તે ક્રિયા સ્વરૂપથી સાવધ છે, પરંતુ પરિણામથી નિરવ છે, તો પણ તે પ્રશસ્ત આરંભિકી ક્રિયારૂપ છે, તેથી દેશવિરતિધરને દેવાર્ચનાદિ શુભયોગમાં અનારંભિકી ક્રિયા ન કહેતાં પ્રશસ્ત આરંભિકી ક્રિયા કહેવી જોઈએ. તેથી કહે છે -
ટીકાર્ય :
तत्सत्त्वे વિવક્ષળાત્, તેના સત્ત્વમાં=વિરતિના સત્ત્વમાં, તેની=શુભયોગને કારણે વર્તતી પ્રશસ્ત આરંભિકી ક્રિયાની, અક્રિયાપણા વડે વિવક્ષા કરી છે. અર્થાત્ તે પ્રશસ્ત આરંભિકી ક્રિયા છે તે રીતે વિવક્ષા કરી નથી, પરંતુ તે અક્રિયા=તિરારંભિકી ક્રિયા, છે તે રીતે વિવક્ષા કરી છે.
अन्यथा સ્વાત્ । અન્યથા=વિરતિના સત્ત્વમાં દેવાર્ચનાદિ વિષયક શુભયોગને કારણે પ્રશસ્ત પણ વર્તતી આરંભિકી ક્રિયાને અક્રિયાપણારૂપે વિવક્ષા કરી છે તેમ ન માનો તો, ‘યોગ ..... સંવરસ્તુò:' એ પ્રકારના વાચકવચનથી=ઉમાસ્વાતિ વાચકના વચનથી, સાધુને પણ શુભયોગમાં શુભ આરંભિકી ક્રિયા જ છે, એ પ્રમાણે જ કહેવા માટે યુક્ત થાય.
“યોગઃ • સંવરસ્તુò:” એ વાચકવચનનો અર્થ આ પ્રમાણે છે -
શુદ્ધયોગ પુણ્યાશ્રવનું અને તેનો વિપર્યાસ=અશુદ્ધયોગ, પાપનું=પાપાશ્રવનું (કારણ છે.). વળી મનવચન-કાયાની ગુપ્તિ નિરાશ્રવ સંવર કહેલ છે.
अत एव
શરળમ્ | આથી કરીને વાચકવચન પ્રમાણે શુદ્ધયોગ, અશુદ્ધયોગ અને ગુપ્તિ એ ત્રણ પ્રકારે ભેદ પાડવાની વિવક્ષા છે, અને ભગવતીસૂત્રના કથનમાં આરંભિકી ક્રિયા અને અતારંભિકી ક્રિયા એ બે પ્રકારના ભેદની વિવક્ષા છે, આથી કરીને જ, શુભ માયાના વશથી માયાપ્રત્યયક્રિયા
.....