________________
૩૭૬
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, દેશસંયતને પ્રમત્તસંયતનો જ અતિદેશ ન્યાધ્ય છે, તે જ વાતને બીજી રીતે પુષ્ટ કરતાં ‘ વિષ્ય' થી કહે છે – ટીકાર્ય :
શિષ્ય ..... યુ વિ . વળી, પ્રજ્ઞાપનામાં પ્રમત્તાન્તને આરંભિકીનો ઉપદેશ હોવાથી વ્યાયનું સામ્યપણું હોવાને કારણે, પૂર્વમાં કહેવાયેલ આર્થ અતિદેશ અર્થપ્રાપ્ત અતિદેશ, યુક્ત જ છે. વિશેષાર્થ :
જેમ ભગવતીમાં આરંભિકી અને અનારંભિકી ક્રિયાનું વર્ણન છે, તેમ પ્રજ્ઞાપના સૂત્રમાં પણ પાંચ પ્રકારની ક્રિયાઓનું વર્ણન છે, તદ્અંતર્ગત આરંભિકી ક્રિયાનું પણ વર્ણન છે, અને તેમાં પ્રજ્ઞાપનામાં પ્રમત્તાન્ત સુધી આરંભિકી ક્રિયાનું કથન કરેલ છે. તેથી પ્રમત્ત અને દેશવિરતિવાળા બંને વિરતિવાળા છે, માટે જે ન્યાયથી પ્રમત્તને આરંભિકી ક્રિયા માનવામાં આવે તે જ ન્યાયથી દેશવિરતિને આરંભિકી ક્રિયા માનવી જોઈએ. એ પ્રકારે સામ્ય હોવાથી પૂર્વમાં ગ્રંથકારે કહેલ અર્થપ્રાપ્ત અતિદેશ યુક્ત જ છે.
અહીં ન્યાયના સામ્યમાં વિશેષ એ કહેવું છે કે, પ્રમત્તસંયતને અશુભ યોગને આશ્રયીને આરંભિક ક્રિયા કહેવી અને દેશવિરતને અવિરતને આશ્રયીને આરંભિકી ક્રિયા કહેવી ઉચિત ગણાય નહિ. પરંતુ અશુભ યોગને આશ્રયીને પ્રમત્તને આરંભિક ક્રિયા કહો છો તે જ ન્યાયથી દેશવિરતિને પણ અશુભ યોગથી આરંભિકી ક્રિયા કહેવી ઉચિત ગણાય.
ટીકાર્ય :
પત ... મહિતા આથી કરીને પૂર્વે કહ્યું કે, ઉક્ત આર્થ અર્થપ્રાપ્ત, અતિદેશ યુક્ત જ છે આથી કરીને જ, સ્વ, પર અને તદુભયના ભેદથી ત્રણ પ્રકારની પારિતાપનિકી ક્રિયા ઉક્ત હોવા છતાં, આમ હોતે છતેaઉક્ત આર્થ-અર્થપ્રાપ્ત, અતિદેશને કારણે શુભયોગને આશ્રયીને પ્રમતસંયત અને દેશવિરતિધરને અનારંભિકી ક્રિયા હોતે છતે, લોચકરણ અને તપઅનુષ્ઠાનના અકરણનો પ્રસંગ, વિપાકથી હિતપણું હોવાને કારણે ચિકિત્સાકરણન્યાય વડે, અધ્યાત્મશોધનરૂપે જ કહેલ છે.
છે અહીં ‘પરિતાપનીમ્ કવીન્' માં સપ્તમી છે તે હેતુ અર્થક છે. તેનો અન્વય લોચકરણ અને તપઅનુષ્ઠાનના અકરણપ્રસંગ સાથે છે.
ઉપર્વ તિ અહીં જે સતિસપ્તમી છે, તે પણ હેતુ અર્થક છે, અને તેનો અન્વય અધ્યાત્મશોધનરૂપે જ અભિહિત છે તેની સાથે છે. વિશેષાર્થ:
ઉક્ત અર્થપ્રાપ્ત અતિદેશ યુક્ત છે, તેથી એ પ્રાપ્ત થાય કે, પ્રમત્તસંયતની જેમ દેશવિરતને પણ