________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦.
૩૭૭ શુભયોગમાં અનારંભિકી ક્રિયા છે. અને શાસ્ત્રમાં ૨૫ પ્રકારની ક્રિયા કહી છે, તેમાં પારિતાપનિકી ક્રિયા ત્રણ પ્રકારે બતાવી છે. (૧) સ્વપારિતાપનિકી, (૨) પરપારિતાપનિકી અને (૩) સ્વ-પર ઉભયપારિતાપનિકી. તેથી પોતાને કષ્ટ આપવું એ પણ સ્વ-પારિતાપનિકી ક્રિયારૂપે પ્રાપ્ત થાય, તેથી તેના અકરણનો પ્રસંગ આવે. પરંતુ ઉક્ત અર્થપ્રાપ્ત અતિદેશને કારણે શુભયોગમાં પ્રમત્તસંયત અને દેશવિરતિધરને અનારંભિકી ક્રિયા પ્રાપ્ત થાય છે, તેથી લોચકરણ અને તપઅનુષ્ઠાનકરણ ક્રિયા એ વિપાકથી ફળથી, હિતરૂપ છે, તેમ પ્રાપ્ત થાય છે. કેમ કે લોચકરણ અને તપઅનુષ્ઠાનકરણ સ્વને પરિતાપ કરનાર હોવા છતાં અધ્યવસાયની શુદ્ધિ કરીને નિર્જરાનું કારણ બને છે, આથી જ તેને અનારંભિકી ક્રિયા કહેલ છે. તેથી ચિકિત્સાકરણન્યાયથી તે અધ્યાત્મની શુદ્ધિનું કારણ બને છે; અર્થાત્ ચિકિત્સાકરણકાળમાં જીવને પીડા થવા છતાં ફળરૂપે હિતકારી હોય છે, તેમ લોચકરણ અને તપકરણ એ બંને કરણકાળમાં સ્વને પરિતાપ પેદા કરનાર હોવા છતાં અધ્યવસાયની શુદ્ધિ કરવા દ્વારા અધ્યાત્મનું શોધન કરે છે.
અહીં વિશેષ એ છે કે, લોચકરણ કે તપઅનુષ્ઠાનકરણકાળમાં જેને એ કષ્ટપ્રદ લાગે છે અને ચિત્ત પણ તે કષ્ટમાં ખિન્ન રહે છે, અને પોતે લોચાદિ કષ્ટ સહન કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે ઉત્તમ ક્રિયા કરે છે એવો હર્ષ પણ અનુભવતા નથી; તેઓને તે ક્રિયા સ્વ-પારિતાપનિકી બની કર્મબંધના કારણરૂપે પણ બને છે. જ્યારે નિર્જરાનો અર્થ એવો મુનિ હોય તો, કષ્ટાદિ પ્રત્યેના દ્વેષને કારણે, લોચાદિ કષ્ટોથી દૂર રહેવાનો પરિણામ અને તપાદિ કષ્ટોથી દૂર રહેવાનો પરિણામ જે અંદર બેઠો છે, તેને દૂર કરવા અર્થે, અને તપ દ્વારા અણાહારી ભાવની વૃત્તિ પ્રગટે એ પ્રકારના શુભ ઉપયોગપૂર્વક, ભગવાનની આજ્ઞાનું સ્મરણ કરીને ચિત્તની ગ્લાનિ વગર સ્વ-પરિતાપનાને સહન કરે છે, તેઓની એ ક્રિયા અધ્યાત્મનું શોધન કરે છે. અને મુગ્ધજીવો ધર્મબુદ્ધિથી લોચાદિ કષ્ટો સહન કરતા હોય ત્યારે તે પણ બીજરૂપે અધ્યાત્મની શુદ્ધિનું કારણ બને છે. ટીકા :
नन्वेवमविरतसम्यग्दृष्ट्यादेरपि देवार्चनादिशुभयोगसत्त्वे आरम्भिकी न स्यात् । तथा च यस्याप्रत्याख्यानिकी तस्यनियमादारम्भिकीति नियमो भज्येत । सत्यम्, विरत्यभावे शुभयोगादारम्भिक्या: प्रशस्ताया अपि क्रियात्वेनाविवक्षणात् । तत्सत्त्वे च तस्या अक्रियात्वेन विवक्षणादन्यथा “योगः शुद्धः पुण्याश्रवस्य, पापस्य तद्विपर्यासः, वाक्कायमनोगुप्तिनिराश्रवः संवरस्तूक्त" इति (प्रशमरतिप्रकरण श्लोक २२०)वाचकवचनात्साधोरपि शुभयोगे शुभारम्भिकीत्येव वक्तुं युक्तं स्यात् । अत एव शुभमायावशान्मायाप्रत्ययाऽप्रमत्तसंयतस्याभिहितेति विवक्षाविवक्षे एवात्र शरणम् । ટીકાર્ચ -
નન્યવન .... મન્વેત અહીં પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, આ રીતે=પૂર્વમાં આર્થ અતિદેશથી દેશવિરતિધરને શુભયોગમાં આરંભિકી ક્રિયા નથી એ રીતે, અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ દેવાર્શનાદિ