________________
પ્રતિમાશતક/ શ્લોકઃ ૩૦
૩૭૯ અપ્રમતસંયતને કહેવાયેલી છે. એ રીતે વિવક્ષા અને અવિવેક્ષા જ અહીંયાં શરણ છે. અર્થાત્ ભગવતીના કથનમાં, વિરતિના અભાવમાં શુભયોગથી પ્રશસ્ત એવી પણ આરંભિકી ક્રિયાને ક્રિયાપણા વડે=આરંભિકી કે અનારંભિકી એ રૂપે, અવિવક્ષા કરી, અને વિરતિના સત્વમાં અક્રિયાપણારૂપે અનારંભિકી ક્રિયારૂપે વિવક્ષા કરી, તે જ શરણ છે.
‘વિરતપસ્યા અહીં ‘ગરિ પદથી અપુનબંધકનું ગ્રહણ કરવું. વિશેષાર્થ:
પૂર્વપક્ષીના કથનના ઉત્તરરૂપે ‘સત્યમ્' થી જે ગ્રંથકારે કહ્યું, તેનું તાત્પર્ય એ છે કે, જેને અપ્રત્યાખ્યાની ક્રિયા હોય છે તેને નિયમથી આરંભિકી ક્રિયા છે, એ નિયમનો ભંગ થશે એ પૂર્વપક્ષીની વાત સાચી છે. પરંતુ અવિરતસમ્યગ્દષ્ટિ આદિને નિયમથી આરંભિકી ક્રિયા હોય છે, એ પ્રકારના કથનમાં વિવક્ષાભેદ છે, તેથી કોઈ દોષ નથી. અને તે વિવક્ષાભેદ આ પ્રમાણે છે :
અવિરતસમ્યગ્દષ્ટિ આદિને વિરતિનો અભાવ હોય છે, અને તેને આશ્રયીને તેને આરંભિકી ક્રિયા જ કહેવી જોઈએ; પરંતુ તેની પ્રશસ્ત એવી આરંભિકી ક્રિયાની ક્રિયાપણારૂપે વિવક્ષા કરી નથી, અને તેનામાં રહેલી અવિરતિને આશ્રયીને જ તેની ક્રિયા નિયમથી આરંભિકી જ છે, એમ કહેલ છે.
અહીં વિશેષ એ છે કે, અવિરતસમ્યગ્દષ્ટિ આદિમાં વિરતિનો સર્વથા અભાવ હોવાને કારણે તેની જ મુખ્યતા કરીને અવિરતની સર્વ ક્રિયાને આરંભિક ક્રિયા કહેલ છે, અને અનારંભિક ક્રિયાનો નિષેધ કરેલ છે; પરંતુ તેની પ્રશસ્ત આરંભિક ક્રિયા અવિરતિ અંશની અપેક્ષાએ અલ્પ હોવાને કારણે ક્રિયારૂપે વિવક્ષા કરી નથી, તેથી તેની સર્વ ક્રિયાને આરંભિકી કહેલ છે. પરંતુ જો પ્રશસ્ત આરંભિકી ક્રિયાની ક્રિયારૂપે વિવક્ષા કરવામાં આવે તો તેને પણ અનારંભિકી ક્રિયા કહી શકાય. પરંતુ તેવી વિવક્ષા કરી નહિ હોવાને કારણે પૂર્વપક્ષીએ જે પ્રસંગ આપ્યો, તે સંગત થશે નહિ.
અહીં પ્રશ્ન થાય કે, વિરતિના અભાવમાં પ્રશસ્ત આરંભિક ક્રિયાને ક્રિયારૂપે વિવક્ષા કરી નહિ, અને દેશવિરતિધરની પ્રશસ્ત આરંભિકી ક્રિયાની ક્રિયારૂપે વિવક્ષા કરી, તે રીતે દેશવિરતિધરને પણ દેવાર્શનાદિ શુભ યોગમાં અનારંભિકી ક્રિયા ન કહેતાં પ્રશસ્ત આરંભિકી ક્રિયા કહેવી જોઈએ. તેનું સમાધાન કરતાં કહે છે કે – દેશવિરતિધરને વિરતિ હોવાથી શુભયોગને કારણે વર્તતી પ્રશસ્ત આરંભિકી ક્રિયાની અક્રિયાપણારૂપે વિવક્ષા કરી છે, અર્થાત્ નિરારંભિકી ક્રિયારૂપે વિવક્ષા કરી છે. કહેવાનો આશય એ છે કે – જે ક્રિયા છે તે કર્મબંધનું કારણ છે, જ્યારે પ્રસ્તુત શુભયોગવાળી ક્રિયા એ કર્મબંધનું કારણ નથી, તેથી અક્રિયા છે અર્થાત્ નિરારંભિકી ક્રિયા છે, એ રીતે વિવક્ષા કરી છે. અને આ પ્રકારની વિવક્ષાને ન માનો તો ‘યો .... ઈત્યાદિ રૂપ વાચકવચનથી, સાધુને પણ શુભયોગમાં શુભ આરંભિકી ક્રિયા છે, એ પ્રમાણે જ કહેવું પડે.
પ્રશમરતિ શ્લોક-૨૨૦માં વાચકવચનથી ત્રણ ભેદ કરવામાં આવેલ છે. (૧) શુદ્ધયોગ વર્તતો હોય ત્યારે પુણ્યનો આશ્રવ થાય છે અર્થાત્ દેવાર્શનાદિ ક્રિયામાં જ્યારે પ્રશસ્ત યોગ વર્તે છે ત્યારે પુણ્યનો આશ્રવ