________________
પ્રતિમાશતક | શ્લોક : ૩૦ હે ભગવંત ! કયા અર્થથી (આપ) આ પ્રમાણે કહો છો કે, કેટલાક જીવો આત્મારંભી પણ છે... ઈત્યાદિ પાઠ ફરી કહેવો.
૩૭૨
હે ગૌતમ ! જીવો બે પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે - (૧) સંસારભાવને પામેલા (સંસારી) અને (૨) અસંસારભાવને પામેલા (સિદ્ધ).
ત્યાં જેઓ અસંસારભાવને પામેલા છે તે સિદ્ધના જીવો છે, અને સિદ્ધના જીવો આત્મારંભી નથી યાવત્ અણારંભી છે. (અહીં નાવ થી જો પરારમાં ..... ઈત્યાદિ પાઠ ગૃહીત છે.) ત્યાં જેઓ સંસારભાવને પામેલા છે તે બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - (૧) સંયત અને (૨) અસંયત.
ત્યાં જે સંયત છે તે બે પ્રકારે કહેલા છે - (૧) પ્રમત્તસંયત અને (૨) અપ્રમત્તસંયત. ત્યાં જે અપ્રમત્તસંયત છે તે આત્મારંભી નથી, પરારંભી નથી યાવત્ અણારંભી છે.
ત્યાં જે પ્રમત્તસંયત છે, તે શુભયોગને આશ્રયીને આત્મારંભી નથી, પરારંભી નથી યાવત્ અણારંભી છે(અને) અશુભયોગને આશ્રયીને આત્મારંભી પણ છે, યાવત્ અણારંભી નથી.
ત્યાં જે અસંયત છે તે અવિરતિને આશ્રયીને આત્મારંભી પણ છે યાવત્ અણારંભી નથી.
‘કૃતિ’ શબ્દ ભગવતીના પાઠની સમાપ્તિસૂચક છે.
सुहं जोगं અનુપયુક્તતા । ‘શુભ યોગને આશ્રયીને' એ પ્રમાણે મૂળ પાઠમાં કહ્યું તેનો અર્થ ઉપયોગપણાથી—ઉપયોગથી, પ્રત્યુપ્રેક્ષણાદિકરણ (પડિલેહણાદિકરણ) તે શુભયોગ છે. વળી તે જ=પ્રત્યુપ્રેક્ષણાદિકરણ જ, અનુપયુક્તપણાથી=અનુપયોગથી, અશુભ યોગ છે.
આહ હૈં - અને કહ્યું છે - “પુઢવી હો” ।। પડિલેહણાપ્રમત્ત એવો (સાધુ) પૃથ્વીકાય, અપ્કાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એ છયે કાયનો પણ વિરાધક થાય છે.
.....
તથા ..... આરંભો ત્તિ | અને વળી સાધુના સર્વ પ્રમત્તયોગો આરંભ બને છે. ‘ગરમો ત્તિ’ અહીં ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
અતઃ ...... ારમિતિ । આથી કરીને=સાધુના સર્વ પ્રમત્તયોગો આરંભ બને છે આથી કરીને, શુભાશુભ યોગો આત્મારંભાદિનાં કારણ છે.
૭ ‘આત્મારમાવિષ્ઠારમિતિ’ અહીં ‘કૃતિ’ શબ્દ કથનની સમાપ્તિસૂચક છે.
ટીકાર્ય
*****
વિશેષાર્થ :
અહીં વિશેષ એ છે કે, પૃથ્વીકાયાદિની વિરાધના થતી હોય કે ન થતી હોય, પરંતુ પ્રતિલેખનામાં ભગવાનના વચનાનુસાર શક્તિના પ્રકર્ષથી માનસયત્ન ન વર્તતો હોય, તો અવશ્ય છકાયની વિરાધનાકૃત કર્મ બંધાય છે.
:
अविरइं અનાર્મ્મત્વમ્, ‘અવિરતિને આશ્રયીને' એ પ્રમાણે પ્રજ્ઞપ્તિસૂત્રના મૂળ કથનમાં કહ્યું, તેનો
.....