________________
પ્રતિમાશતક/ બ્લોક : ૩૦
૩૭૧ ગુણોના વાચક શબ્દોને સ્પર્શીને તે ભાવોના સૂક્ષ્મબોધમાં અવગાહન કરવામાં યત્નવાળો વર્તે છે. અને પ્રાયઃ કરીને દેશવિરતિધરને જ આવો શુભયોગ હોય છે, અને સમ્યગ્દષ્ટિ તથા અપુનબંધક જીવોને તેના હેતુભૂત એવો શુભયોગ હોય છે. અને તે સિવાયના અન્યને ભગવાનની પૂજા કરવારૂપ શુભલેશ્યા હોવા છતાં પણ વિશેષ પ્રકારનો શુભયોગ હોતો નથી. ટીકાર્ય :
સત્તાવ .... તન્નામાન્ આથી કરીને પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવનું શુભયોગપણું હોવાને કારણે સ્વરૂપથી અસદારંભનિવૃત્તિકળપણું છે, આથી કરીને જ, તેનાથી=દ્રવ્યસ્તવથી,અનારંભિકી ક્રિયા છે. કેમ કે શુભયોગમાં પ્રમસંવતને અમારંભકપણાનું પ્રજ્ઞપ્તિમાંeભગવતીસૂત્રમાં, દર્શિતપણું હોવાને કારણે, અર્થરૂપ અતિદેશ વડે કરીને દેશવિરતને પણ તેનો લાભ છે-અનારંભિકી ક્રિયાનો લાભ છે. વિશેષાર્થ:
શુભયોગરૂપપણું હોવાને કારણે દ્રવ્યસ્તવનું સ્વરૂપથી અસદારંભનિવૃત્તિફળપણું છે; આથી જ દ્રવ્યસ્તવની ક્રિયાને અનારંભિકી ક્રિયા કહેલ છે, પરંતુ સાવદ્ય હોવાને કારણે આરંભિકી ક્રિયા કહેલ નથી. અને તે અનારંભિકી ક્રિયા સાક્ષાત્ શબ્દો દ્વારા નહિ કહેલી હોવા છતાં અર્થથી પ્રાપ્ત છે, તે બતાવતાં કહે છે કે - ભગવતીસૂત્રમાં, પ્રમત્ત સંયતને જ્યારે શુભયોગ વર્તે છે ત્યારે અનારંભિકી ક્રિયા છે, એ કથનથી અર્થથી એ અતિદેશ પ્રાપ્ત થાય છે કે, દેશવિરતિધરને પણ જ્યારે શુભયોગ વર્તે છે ત્યારે અનારંભિકી ક્રિયાનો લાભ છે.
અહીં વિશેષ એ છે કે, ભગવાનની પૂજામાં શ્રાવક જ્યારે અપ્રમાદભાવથી યત્ન કરે છે, ત્યારે તેને શુભયોગ વર્તે છે, અને તે શુભયોગ હોવાને કારણે તેની પૂજાની ક્રિયા અનારંભિકી છે. જેમ સાધુ પણ અપ્રમાદભાવથી નદી ઊતરતા હોય ત્યારે શુભયોગ હોવાને કારણે અનારંભિકી ક્રિયાવાળા છે; અને પ્રમાદથી પડિલેહણાદિ ક્રિયા કરતા હોય ત્યારે અશુભયોગ વર્તે છે, તેથી તે પડિલેહણાદિની ક્રિયાને આરંભિકી ક્રિયા કહેલ છે; તેમ શ્રાવક અનુપયોગપૂર્વક ભગવાનની પૂજામાં યત્ન કરતો હોય ત્યારે, શુભયોગ ન હોવાને કારણે તેની પૂજાની ક્રિયા આરંભિકી બને છે, અને ઉપયોગપૂર્વક પૂજા કરતો હોય તો શુભયોગ હોવાને કારણે પૂજાની ક્રિયા અનારંભિકી બને છે. ટીકાર્ય :
તથા ૪ પ્રજ્ઞપ્તિસૂત્ર - અને તે પ્રમાણે ભગવતીસૂત્રનો પાઠ છે -
“નવા ' હે ભગવંત ! જીવો શું (૧) આત્મારંભી છે કે (૨) પરારંભી છે કે (૩) ઉભયારંભી છે કે (૪) અણારંભી છે ? હે ગૌતમ ! કેટલાક જીવો આત્મારંભી પણ છે, પરારંભી પણ છે અને ઉભયારંભી પણ છે, પરંતુ અમારંભી નથી. કેટલાક જીવો આત્મારંભી પણ નથી, પરારંભી પણ નથી અને ઉભયારંભી પણ નથી, પરંતુ અનારંભી છે.