________________
પ્રતિમાશતક, શ્લોક : ૩૦
૩૬૩ યતિયા .... પ્રવૃત્તત્વર્િ ! યતિઓ સર્વથા સાવધના વ્યાપારથી નિવૃત્ત છે, અને તેથી કૂપના ઉદાહરણથી પણ ત્યાં=સ્નાનપૂજાદિમાં, પ્રવર્તતા એવા તેઓને=થતિઓને, ચિત્તમાં અવધ જ સ્કરણ થાય છે, ધર્મ નહિ. કેમ કે ત્યાં ધર્મમાં, સદા જ શુભથ્થાનાદિથી પ્રવૃતપણું છે.
ગૃહસ્થાશ્ત .. અષ્ટવેવૃત્તિવૃતઃ | વળી ગૃહસ્થો સાવદ્યમાં સ્વભાવથી સતત જ પ્રવૃત્ત હોય છે, પરંતુ જિનાચંદિ દ્વારા સ્વ-પર ઉપકારાત્મક ધર્મમાં નહિ; તે કારણથી તેઓને ગૃહસ્થોને, તે જ= જિનાર્ચા દ્વારા ધર્મ જ ચિત્તમાં નિરવદ્ય લાગે છે. એથી કરીને કર્તાના પરિણામના વશથી અધિકારી અને ઈતર અધિકારી, જાણવા. એથી કરીને સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે યતિ નહિ, એ પ્રમાણે અષ્ટકવૃત્તિકાર કહે છે.
ત્તિ નાના અહીં ‘તિ” શબ્દ છે તે પરિણામ ..થી... મન્તવ્યો એ કથનનો પરામર્શક છે.
હતિ પ્રવૃત્તિકૃત અહીં ‘તિ’ શબ્દ છે તે ૩ત્રોચ્યતે ...થી યતિ એ કથનનો પરામર્શક છે. વિશેષાર્થ:
યતિઓ સર્વ પ્રકારે સાવદ્ય વ્યાપારથી નિવૃત્ત થયેલા છે, તેથી જ સદા શુભધ્યાનાદિ વડે ધર્મમાં પ્રવૃત્ત હોય છે. સદા મન, વચન અને કાયાના યોગોને અતિશય અતિશયતર એવા આત્મધર્મને નિષ્પન્ન કરવામાં તેઓ યોજતા હોય છે, તેથી સદા નિરવદ્ય ધર્મ જ તેઓના ચિત્તમાં સ્કુરાયમાન થાય છે. તેથી કૂપના દૃષ્ટાંતથી પણ પૂજાદિમાં પ્રવૃત્તિ કરે તો તેઓના ચિત્તમાં સાવદ્યનું જ સ્કુરણ થાય; ભગવદ્ પૂજા અર્થે હું સ્નાનાદિનો આરંભ કરું છું, એ પ્રકારની ચિરપરિણતિ જ તેઓને ફુરણ થાય છે, પરંતુ ધર્મ સ્કુરણ થાય નહિ.
જેમ વીતરાગદેવને ભગવાનરૂપે માનનાર જીવ, અન્ય શિવાદિ દેવો પ્રત્યે ભગવાનપણાની બુદ્ધિ નહિ હોવાને કારણે, દાક્ષિણ્યાદિથી તેઓના દેવાલયમાં જવાનો પ્રસંગ પ્રાપ્ત થાય, તો પોતે કુદેવને જ નમસ્કાર કરે છે તેવી બુદ્ધિ તેના ચિત્તમાં સ્કુરણ થાય છે, જે અધર્મરૂપ છે તેમ તે જાણે છે; આથી જ સમ્યગ્દષ્ટિ જીવો અન્ય દેવોને નમસ્કાર કરતા નથી. પરંતુ આદિધાર્મિક કક્ષાના જીવો સર્વાન લેવાનું નમન્તિ ’ એ વચનથી સર્વ દેવોને નમસ્કાર કરે છે ત્યારે, ચિત્તમાં તેઓને આદ્યકક્ષાનો ધર્મ જ સ્કુરણ થાય છે, અધર્મનું સ્કુરણ થતું નથી, તેથી તે પ્રવૃત્તિ તેમના માટે આદ્યકક્ષામાં હિતાવહ કહેલ છે. તે જ રીતે શ્રાવકોને સંસારની સાવદ્ય પ્રવૃત્તિઓ કરતાં સતત ચિત્તમાં સાવદ્યનું સ્કુરણ વર્તતું હોય છે, પરંતુ ભગવાનની પૂજા કરતી વખતે હું ભગવાનની ભક્તિ કરું છું, એ પ્રકારની પ્રામાણિક બુદ્ધિ થવાથી ધર્મ જ સ્કુરણ થાય છે. જ્યારે સાધુઓ શુભધ્યાનમાં હોવાથી ઉત્તમ કોટિનો ધર્મ તેઓને હંમેશાં સ્કુરાયમાન થતો હોય છે, માટે સાધુઓ દ્રવ્યર્ચામાં યત્ન કરે તો તેમને હું સાવદ્ય પ્રવૃત્તિ કરું છું એવી જ પ્રામાણિક પ્રતીતિ થાય. માટે સાધુઓ દ્રવ્યર્ચા કરે તો તેઓના ચિત્તમાં ધર્મનું સ્કુરણ ન થાય, પરંતુ ધ્યાનાદિથી જ તેઓને ચિત્તમાં સદા નિરવદ્યભાવરૂપ ધર્મ સ્કુરણ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં અષ્ટકવૃત્તિકારના કથન પ્રમાણે સ્નાનાદિમાં ગૃહસ્થ જ અધિકારી છે, પણ યતિ નહિ; એ વાત