________________
૩૬.
પ્રતિમાશતક | શ્લોક: ૩૦ ટીકામાં પ્રHIÇ પછી ‘તિ’ શબ્દ છે તે તત્ર દ્રવ્યસ્તવે ...થી.. સન્ સુધીના કથનનો પરામર્શક છે. ‘નિનામી દિ' અહીં દિ' શબ્દ યસ્માદર્થક છે. મલિનારંભી એવો ગૃહસ્થ પૂજામાં અધિકારી છે એમ કહ્યું તેમાં તાદ' થી સાક્ષી આપતાં કહે છે - તવાદ દરિમક - પૂ. હરિભદ્રસૂરિ મહારાજ તે કહે છે -
સવારંમ ... પરિબાવળીમ || જે કારણથી ગૃહસ્થો અસદારંભમાં પ્રવૃત્તિવાળા છે, તે કારણથી તેઓનીeગૃહસ્થોની, આ દ્રવ્યર્ચા, તેની નિવૃત્તિના ફળવાળી=અસદારંભની નિવૃત્તિના ફળવાળી, જ જાણવી. આ પરિભાવન કરવું.
દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ સમયે સાધુને અવધનું ફુરણ ચાર વિકલ્પથી સંગત નથી એમ કહ્યું, તે કથનનો ભાવાર્થ :
સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્યનું સ્કુરણ થાય છે, તે વાત ચાર વિકલ્પોથી સંગત નથી, તે બતાવીને પૂજાના અધિકારીના વિશેષણરૂપ મલિનારંભનો અભાવ હોવાથી સાધુ પૂજા કરતા નથી એમ બતાવેલ છે, ત્યાં પ્રથમ વિકલ્પ બતાવતાં કહે છે -
(૧) પૂજાની ક્રિયામાં અવધનો સદ્ભાવ છે, તેથી સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે એમ માનીએ તો, ગૃહસ્થને પણ અવઘનું સ્કુરણ થવું જોઈએ, તે બતાવવા માટે કહ્યું કે, ગૃહસ્થની સાથે તુલ્ય યોગ છે; અને ગૃહસ્થને અવઘનું સ્કુરણ થતું નથી, તેના માટે જે સમાધાન કરવામાં આવે, તે સમાધાન સાધુ માટે પણ સમજી લેવું, અર્થાત્ કોઈ કહે કે, પૂજાની ક્રિયામાં સાવદ્ય હોવા છતાં ગૃહસ્થને ભગવાનની ભક્તિનો પરિણામ થાય છે, તેથી અવદ્યનું સ્કુરણ થતું નથી; તો એ સમાધાન સાધુ માટે પણ સમાન છે, તે બતાવવા માટે ગૃહસ્થ સાથે તુલ્ય ક્ષેમ છે તેમ કહેલ છે. અને ગૃહસ્થ સાથે આ રીતે સાધુને તુલ્ય યોગક્ષેમ છે. આથી જો દ્રવ્યસ્તવમાં અવદ્યના સદ્ભાવથી સાધુને અવઘનું સ્કુરણ હોય તો સાધુ અને ગૃહસ્થ બંનેને દ્રવ્યસ્તવની અસિદ્ધિની પ્રાપ્તિ થશે.
પ્રથમ વિકલ્પમાં દોષ આવવાથી બીજો વિકલ્પ બતાવતાં કહે છે -
(૨) સાધુને અગ્રિમકાળમાં=પૂજાકાળમાં, પૂજાની ક્રિયાથી પૂજામાં રહેલા અવદ્યનું શોધન પોતાનાથી થતું નથી, તેવું જ્ઞાન થવાને કારણે અવાનું ફુરણ થાય છે. અર્થાત્ પૂજાની ક્રિયામાં અવદ્યનો સદુભાવ છે, અને પૂજાથી થતી ભક્તિના કાળમાં તે અવદ્યનું શોધનઃશુદ્ધિ, પોતે કરી શકે તેમ નથી, તેવું જ્ઞાન થવાને કારણે સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે, તો ગૃહસ્થને પણ સમાન યોગ છે. અર્થાત્ સાધુની જેમ ગૃહસ્થને પણ સ્વઅશોધ્યત્વનું જ્ઞાન થવું જોઈએ. તેથી ગૃહસ્થની સાથે તુલ્ય યોગ હોવાને કારણે સાધુને અને ગૃહસ્થને દ્રવ્યસ્તવની અસિદ્ધિ છે.
અહીં કોઈ સમાધાન કરે કે, શ્રાવકને પૂજાની ક્રિયાથી થતી ભક્તિ દ્વારા અવદ્યના શોધનનું જ્ઞાન થાય છે, તો તે પ્રકારનો મસમાધાન, પણ સાધુના પક્ષમાં સમાન છે. તેથી જો સાધુને અવઘનું સ્કુરણ થતું હોય તો ગૃહસ્થને પણ થવું જોઈએ. માટે સાધુ અને ગૃહસ્થ બંનેને દ્રવ્યસ્તવની અસિદ્ધિ છે.