________________
દત
પ્રતિમાશતક | શ્લોક ૩૦
પૂર્વોક્ત રીતે બે વિકલ્પમાં દોષ આવવાથી ત્રીજો વિકલ્પ બતાવતાં કહે છે -
(૩) સાધુને પોતાની પ્રતિજ્ઞાથી ઉચિત એવો જે અહિંસા ધર્મ, તેનાથી વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં છે, માટે સાધુને અવધનું રણ થાય છે; અને ગૃહસ્થ તેવી પ્રતિજ્ઞા કરી નથી, તેથી સ્વ-પ્રતિજ્ઞાને ઉચિત ધર્મના વિરુદ્ધપણાનું જ્ઞાન તેને થતું નથી; માટે સાધુને અવદ્યનું સ્કુરણ થાય છે અને ગૃહસ્થને થતું નથી. માટે સાધુ દ્રવ્યસ્તવ કરતા નથી અને શ્રાવક કરે છે, આ પ્રકારનો ત્રીજો પણ વિકલ્પ બરાબર નથી. કેમ કે યજ્ઞાદિના નિષેધ માટે ગૃહસ્થને પણ પ્રતિજ્ઞા હોય છે કે, ધર્માર્થે હિંસા કરવી જોઈએ નહિ. તેથી તે પ્રતિજ્ઞાને ઉચિત એવો જે અહિંસારૂપ ધર્મ, તેના વિરુદ્ધપણાનું જ્ઞાન દ્રવ્યસ્તવમાં થવાથી શ્રાવકને પણ અવદ્યનું સ્કુરણ થશે. તેથી શ્રાવકને પણ દ્રવ્યસ્તવ નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થશે.
અહીં કોઈ કહે કે, ભગવાનની પૂજા શ્રાવકને અધ્યાત્મની પ્રાપ્તિ કરાવનાર હોવાથી દ્રવ્યસ્તવમાં વર્તતી હિંસા તે અહિંસારૂપ છે. તેથી ધર્માર્થે હિંસા ન કરવી જોઈએ, એ પ્રકારની પ્રતિજ્ઞાનો વિરોધ પૂજામાં પ્રાપ્ત થતો નથી. તો એ પ્રકારનું સમાધાન શ્રાવકની જેમ સાધુમાં પણ સમાન છે. તેથી અધ્યાત્મને લાવવા અર્થે સાધુએ પણ દ્રવ્યસ્તવ કરવું જોઈએ.
પૂર્વોક્ત રીતે ત્રીજા વિકલ્પમાં આપત્તિ આવવાથી ચોથો વિકલ્પ બતાવતાં કહે છે -
(૪) આહાર્ય આરોપને કારણે સાધુને દ્રવ્યસ્તવમાં અવદ્યનું સ્કુરણ થાય છે. અર્થાતુ વાસ્તવિક રીતે દ્રવ્યસ્તવ અવદ્યરૂપ નથી, તેથી જ ગૃહસ્થ દ્રવ્યસ્તવ કરે છે, તો તેને અવદ્યનું સ્કુરણ થતું નથી. પરંતુ સાધુ દ્રવ્યસ્તવમાં અવધનો આહાર્ય આરોપ કરે છે, તેથી અવદ્યનું સ્કુરણ થાય છે, માટે સાધુ દ્રવ્યસ્તવ કરતા નથી. તેના સમાધાનરૂપે કહે છે –
જો સાધુ દ્રવ્યસ્તવમાં અવદ્યનો આહાર્ય આરોપ કરે છે, તો તે જ રીતે શ્રાવક વડે પણ તે કરવું શક્ય છે, તેથી બંનેને દ્રવ્યસ્તવ નહિ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય.
આ રીતે આ ચારે વિકલ્પોથી દ્રવ્યસ્તવ સાધુને અકર્તવ્ય છે અને ગૃહસ્થને કર્તવ્ય છે, તે સિદ્ધ થઈ શકે નહિ.પરંતુ ગૃહસ્થ મલિનારંભી છે, માટે દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેથી દ્રવ્યસ્તવ કરે છે, અને સાધુ મલિનારંભી નથી, માટે દ્રવ્યસ્તવ કરતો નથી, એ પ્રકારનું સ્થાપન ગ્રંથકારે ચાર વિકલ્પો બતાવીને અહીં કરેલ છે.
અહીં વિશેષ એ છે કે, મલિન આરંભ એ જીવનો અપ્રશસ્ત ભાવ છે, અને મલિનારંભી જીવ જ્યારે ભગવાનની પૂજામાં યત્ન કરે છે ત્યારે તે આરંભ પ્રશસ્ત બને છે. તેથી તે પ્રશસ્ત આરંભ જીવને વિરતિ તરફ લઈ જાય છે.
યદ્યપિ શ્રાવક અત્યંત જયણાપ્રધાન હોય ત્યારે સંસારની પ્રવૃત્તિમાં પણ જયણાના પરિણામવાળો હોવાથી પ્રશસ્તભાવવાળો છે, તો પણ સર્વવિરતિનો પરિણામ નહિ હોવાથી પોતાના દેહાદિ અર્થે જે સાવદ્ય પ્રવૃત્તિ કરે છે, તેમાં પ્રવર્તતો રાગાંશ એ પ્રશસ્ત નથી; અને તે જ રાગાંશ જ્યારે દ્રવ્યસ્તવ કરે છે ત્યારે પ્રશસ્ત બને છે, કેમ કે ભગવાનની પૂજાને જોઈને અન્ય જીવો બીજાધાનાદિ પ્રાપ્ત કરે એવા પ્રકારના શુભ આશયપૂર્વકની તેની દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ છે. વળી ભગવાનની પૂજાકાળમાં ભગવાનના મહાસત્ત્વાદિ ભાવો