________________
૩૨
પ્રતિમાશતક | શ્લોકઃ ૩૦ ૦‘વં ઘ’ અહીં ‘વ’ શબ્દ છે તે પૂર્વપક્ષીના કથનના નિગમનસૂચક છે.
‘નાધિશારીતિ અહીં ‘તિ’ શબ્દ છે તે સત્ર પ્રત્યતિષ્ઠત્તે ..... નાધિકારી સુધીના પૂર્વપક્ષીના કથનની સમાપ્તિસૂચક છે.
ત્ર પ્રત્યવતિષ્ઠત્તે .... થી .... ગતિનધારીતિ સુધીના કથનનો ફલિતાર્થઃ
પૂર્વમાં સિદ્ધાંતકારે સ્થાપન કર્યું કે, જેમ નીરોગી વૈદ્યથી કહેવાયેલું ઔષધ રોગવાળો સેવે છે, તેમ નીરોગી એવા સાધુઓથી બતાવાયેલ કટુ ઔષધ જેવું દ્રવ્યસ્તવ ગૃહસ્થો સેવે છે. તે કથનમાં લંપાક વિરોધ કરતાં કહે છે કે, કર્મરૂપી રોગ સાધુને અને ગૃહસ્થને સમાન છે, તેથી રોગનું ઔષધ દ્રવ્યસ્તવ હોય તો સાધુએ પણ તે ઔષધ સેવવું જોઈએ. અને તે જ કથનની પુષ્ટિ સિદ્ધાંતકારના અવાંતર પ્રશ્નો ઉદ્દભાવન કરીને પૂર્વપક્ષીએ કરી. અને તેનાથી પૂર્વપક્ષીને એ સ્થાપન કરવું છે કે, જે રીતે સિદ્ધાંતકારને સાધુ દ્રવ્યસ્તવ કરે તે માન્ય નથી, તે જ રીતે ગૃહસ્થને પણ દ્રવ્યસ્તવ માન્ય હોવું જોઈએ નહિ, કેમ કે દ્રવ્યસ્તવ સાવદ્ય પ્રવૃત્તિરૂપ છે.
લંપાકે કહેલ આ પ્રકારના આશયમાં વિશેષ એ છે કે, સિદ્ધાંતકાર અવિરતિરૂ૫ વરવાળા માટે દ્રવ્યસ્તવને ઔષધરૂપે બતાવેલ છે, અને લંપાકે કર્મરૂપ વરના ઔષધ તરીકે દ્રવ્યસ્તવને ગ્રહણ કરીને આપત્તિ આપી છે. તેથી જો કર્મરોગના ઔષધ તરીકે દ્રવ્યસ્તવને સ્વીકારવામાં આવે તો સાધુને દ્રવ્યસ્તવ કરવાની આપત્તિ આવે, પરંતુ અવિરતિરૂ૫ વરને નાશ કરનાર દ્રવ્યસ્તવ છે, તેમ સ્વીકારવામાં આવે તો સાધુને દ્રવ્યસ્તવ કરવાની આપત્તિ આવે નહિ. કેમ કે સાધુને અવિરતિરૂ૫ વર નથી. ટીકા -
अत्रोच्यते- यतयः सर्वथा सावधव्यापारानिवृत्तास्ततश्च कूपोदाहरणेनापि तत्र प्रवर्त्तमानानां तेषामवद्यमेव चित्ते स्फुरति न धर्मः, तत्र सदैव शुभध्यानादिभिः प्रवृत्तत्वात् । गृहस्थास्तु सावधे स्वभावतः सततमेव प्रवृत्ताः न पुनर्जिनार्चादिद्वारेण स्वपरोपकारात्मके धर्म, तेन तेषां स एव चित्ते लगति निरवद्य इति कर्तृपरिणामवशादधिकारीतरौ मन्तव्यौ इति स्नानादौ गृहस्थ एवाधिकारी न यतिरित्यष्टकवृत्तिकृतः। ટીકાર્ય :
સત્રોચ્ચ - અહીંયાં=સત્ર પ્રત્યતિષ્ઠત્તે ..થી.. તિર્નાદારીતિ? સુધીના કથનમાં સ્નાનાદિમાં થતિ કેમ અધિકારી નથી ? ત્યાં સુધીનું સઘળું કથન પૂર્વપક્ષીનું છે. અને પૂર્વપક્ષીએ જ વચ્ચે વચ્ચે ‘સથ' થી સિદ્ધાંતકારના કથનને કહીને, તેનું નિરાકરણ કરીને, પોતાની વાતને તેણે સ્થાપના કરી, એ કથનમાં, સિદ્ધાંતકાર તરફથી કહેવાય છે –