________________
પરમપૂજય આગદ્ધારક આચાર્ય દેવ સાગરાનંદ
સૂરીશ્વરજી મહારાજ
જૈનશાસન ઉપર થતા આક્રમણને હરહંમેશ પ્રથમ સામને કરનાર આગમશાસ્ત્રના અજોડ જ્ઞાતા આ. આગમોદ્ધારક આચાર્યદેવ સં ૧૯૯૨ માં વિજયરામચંદ્રસૂરિજીએ જૈનશાસનમાં ઉભા કરેલ નવાતિથિમતને ઠેરઠેર ખોટો જાહેર કરવામાં અગ્ર અને મુખ્ય રહ્યા છે. શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ દ્વારા નિમાબેલ ડૅ. પી એલ વૈવના નિર્ણયમાં આ. વિજયરામચંદ્રસૂરિજીની ઘાલમેલ થઈ છે તે જાણ થતાં અપૂર્વ નૈતિક હિંમત વાપરી તે નિર્ણય માન્ય કરવા લાયક નથી તેમ ચેતવણી નં-૧-ર બહાર પાડી જૈનજનતા ઉપર ખુબજ ઉપકાર કર્યો છે. જેના અપૂર્વ શ્રુતબળ અને હિંમતથી આજે નવીન તિથિમતવાળા જૈનસંઘમાં સ્થાનભ્રષ્ટ અને શંકાસ્પદ બની રહ્યા છે તેમજ શાસ્ત્રાનુલક્ષી પરંપરાના સમર્થનમાં સેંકડો જૈનશાસ્ત્રના આધારો રજુ કરી આ પરંપરા પૂર્વપુરૂષ આચરિત સાથે અપૂર્વ શાસ્ત્રબળવાળી છે તે સિદ્ધ કર્યું છે. તેમણે રજુ કરેલ શાસ્ત્ર પાઠ પૈકી સં ૧૬ ૬૫ માં રચાયેલ અને લખાયેલ ઉત્સત્ર ખંડનો પાઠ નીચે આપ્યો છે જેમાં સં. ૧૬ ૬૫ માં તપાગચ્છમાં પૂનમના ક્ષયે તેરસનો ક્ષય થતો હતો તેમ જણાવ્યું છે.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org