________________
પુનાલશ્કરવાળાઓ તથા થોડા શહેરવાળા તરફથી વૈદ્યને માન પણ અપાયું, હારતેારા પણ વૈદ્યના મુકામ ઉપર થયા છે.
તેમજ અત્રેથી વેરાવળ, યંગમેન્સ જૈન સોસાયટી, અમદાવાદ, તથા મુંબઈ રામચંદ્રસૂરિજીના અમુક સાધુઓ ઉપર વિજયના તાર પણ થયા છે.
એમ અનેક ધમાલ થઈ રહી છે, આ મધ્યસ્થ કેવા ? આ લવાદ કેમ માન્ય રખાય ? જ્યાં લાગવગ કે બીજી અનેક શંકાઓના કારણે મળે છે તે આપના જાણવામાં તે હશેજ છતાં જાણ માટે લખું છું.
આ ચૂકાદો અત્રે ઘણાને વાંચવા પણ મળે છે. બધો રામચંદ્રસૂરીના તરફેણને છે. પ્રસંગે પ્રસંગે આપની ટીકા પણ કરી છે. જેને જેને વાંચવા મળે છે તે કહે છે કે જ્યાં સુધી શેઠ કસ્તુરભાઈ તરફથી બહાર પડે નહિ. ત્યાં સુધી વૈદ્યથી બીજાને વાંચવા કેમ અપાય અગર માનપાન પણ કેમ સ્વીકારાય આ બધો આપ વિચાર કરજો. ખરેખર આખી ઘટના કાંઈ જુદી જ લાગે છે.
સાંભળવા પ્રમાણે હવે આ ચૂકાદો છપાવી છેડા વખતમાં બહાર પડશે.
પરંતુ સર્વ માન્ય થવામાં માટે વધે આવશે. હવે આપને આ વિષે યોગ્ય લાગે તે કરવાનું રહે છે.
શેઠ કસ્તુરભાઈ સત્તાવાર જાહેર ન કરે ત્યાંસુધી વૈદ્યથી ખાનગીમાં આમ કેમ થઈ શકે? તેમજ સત્કારને સ્વીકાર પણ કેમ થાય ? રામચંદ્રસૂરિના ભક્તો તાર-હારતોરા પણ કેમ કરી શકે? એ સમજાતું નથી એજ.
લી. આપને નમ્ર સેવક, તા. ક. ખાસ બનેલા પ્રસંગે જાણવા માટે આ કાગળ લખે છે.
આ પત્રની નકેલ શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને પુત્ર આ૦ સાગરાનંદસૂરિજી મહારાજે તા. ૨૯-૬-૪૩ ના રેજ નીચે મુજબને પત્ર લખી મોકલી આપી હતી. [ અંગત ]
જેઠ વદી ૧૨, તા. ૨૯-૬-૪૩ દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક કરતુરભાઈ લાલભાઈ યોગ્ય ધર્મલાભ પૂર્વક જણાવવાનું ક-પૂનાને વૈદ્ય સાથેનો તારવ્યવહાર અને એક પત્ર-કાગળ જાણવા માટે મોકલ્યો છે. તે વાંચવા ગ્ય છે. સર્વને ધર્મલાભ જણાવવા.
આનંદસાગર. આ રીતે શેઠશ્રી કસ્તુરભાઈ લાલભાઈ વૈદ્યને નિર્ણય પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી અને વિજયરામચંદ્રસુરિને મોકલી આપે તે અગાઉ વર્તમાનપત્રોમાં સમાચાર પ્રગટ થાય એટલું જ નહિં પણ આ રામચંદ્રસૂરિના સમૂદાયમાં નિર્ણયની નક્કો બંધાઈ હેરફેર થાય, તેમના આગેવાન શ્રાવકે, જેવા કે-શ્રી જીવાભાઈ અને શ્રી ઉમેદભાઈ જેવા બીજા આચાર્યોને નિર્ણય મનાવવાની ભલામણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org