________________
આ રામચંદ્રસૂરિજી સ્વ૫ક્ષ સ્થાપન
૨૬ ગ્રન્થકારશ્રીએ જ્યારે ખરતરગચ્છીયને એમ કહ્યું કે-ચૌદશ અને પૂનમ
એ બનેયનું આરાધ્યપણું આપણ બનેને સમ્મત છે. હવે જે તમારી કહેલી રીતિને આશ્રય કરાય તો પૂનમજ આરાધાઈ એવું થાય. અને ચતુર્દશીના આરાધનને તો અંજલિ દીધા જેવું જ થાય.” વિગેરે, એટલે ખરતર ગચ્છીએ પ્રશ્ન કર્યો કે–ચતુર્દશીને ક્ષયે અમારી રીતિને આશ્રય કરવાથી, ચતુર્દશીના આરાધનને અંજલિ દીધા જેવું થાય અને માત્ર પૂનમથી જ આરાધના થાય એવું તમે કહે છે, તે પૂનમના ક્ષયે તમારી પણ શી ગતિ થાય છે? અર્થાત્ પૂનમના ક્ષયે તમારે પણ પૂનમના આરાધનને તે અંજલિ દીધા જેવું થાયજ છે ને ? છતાં એક માત્ર તે દિવસને પાક્ષિક તરીકે ન માને એટલા માત્રથી, પખીના અનુષ્ઠાનને લેપ થાય છે, એવી આપત્તિ આપી. એટલે એ ઉપરથી બે વાત તો જરૂર સિદ્ધ થાય છે કે આ દિવસ તે પર્વ તિથિને માન્યા સિવાય તેનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ તે અનુષ્ઠાન તે તિથિનું ગણાયજ નહિ, એટલે અષ્ટમી આદિના ક્ષયની વખતે જો આખો દિવસ અષ્ટમી વિગેરે માનવામાં ન આવે તે અષ્ટમી આદિના અનુષ્ઠાનનો લેપ વહોરવોજ પડે આથી બીજી વાત એ પણ સિદ્ધ થાય છે કે આ દિવસ તિથિ માનવામાં આવે તેજ તે તિથિનું અનુષ્ઠાન તે દિવસે કરેલું સફળ ગણાય.)
(૮) હવે બીજા વિકલ્પમાં જણાવે છે કે આ તમારું બોલવું સ્પષ્ટ જુઠું છે. એટલે પૂનમને દિવસે ક્ષીણ પાક્ષિકનું જે અનુષ્ઠાન કરે છે તે “પાક્ષિક અનુષ્ઠાન છે એમ કહેવું તે સર્વથા જુઠું જ છે કેમકે તમોએ માનેલી અને કહેલી પૂનમને ચૌદા તરીકે તમે કહેવા માંગો છો.
(આથી એક દિવસને બે તિથિપણે ખરતરગચ્છવાળા કે તપગચ્છવાળા, એક પણ કહેતા માનતા નહોતા તેથી આ મૃષાવાદની આપત્તિ આપેલી છે. આ ઉપરથી આજે નવ વર્ગ અષ્ટમી આદિના ક્ષયે માને છે સાતમ વિગેરે અને વ્યપદેશ કરે છે આઠમ વિગેરેને; એટલે તેઓ જ સ્પષ્ટ મૃષાવાદી કેમ ન ગણાય ?).
(૯) ચૌદશને ક્ષય હોય ત્યારે ઉદયવાળી તેરશને દિવસે ચૌદશનું જ્ઞાન આરોપ રૂપ થશે એમ ન કહેવું. કેમ કે ત્યાં આરોપના લક્ષણને સંભવ નથી. જેમ જમીન ઉપર ઘટ અને પટ બંને હોય તે જમીન ઉપર ઘટપટ છે એવું જ્ઞાન અને કનક રત્નમય કુંડલમાં કનક રત્નનું જ્ઞાન ભ્રમવાળું કહેવાય નહિં. એવી રીતે એકજ રવિ વિગેરે વારના દિવસમાં બન્ને તિથિઓનું સમાનપણું હોવાથી આરોપજ્ઞાન કેમ કહેવાય?
આટલાજ માટે આ ગ્રન્થમાં કુત્તિ જ ૨૩૦ એ ગાથામાં જે રવિવાર આદિ દિવસે સમાપ્ત થાય તે દિવસ તે તિથિપણે લે, ઈત્યાદિક કહેવાશે તેમાં મુઝાવું નહિ.
૧ અહિં “ તરક્ષ.....૧ રાતે' સુધીની લીટીઓના ભાવાર્થને પણ ઉડાડી દઈ નગ્નેવં ને ભાવાર્થ જે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org