________________
૧૧૪
પર્વવ્યપદેશ મંતવ્યભેદ,
૯૩ “તિદિન” અને “પરાધન” સંબંધી મન્તવ્યભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદાઓ પૈકીને ઓગણીસમો મુદ્દો નીચે મુજબને છે.
(૧૯) ઉદય ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમ ચતુપવી" પંચપર્વ અને પવીને લાગુ થાય, તેજ નિયમો અન્ય સર્વ પર્વતિથિઓને પણ લાગુ થાય કે નહિ ? ૯૪ આ મુદ્દાના સંબંધમાં અમારું મન્તવ્ય એવું છે કે-ઉદય ક્ષય અને વૃદ્ધિ સંબંધીના જે નિયમો શ્રી જનશાસનમાં છે, તે નિયમો સર્વ પર્વતિથિઓને લાગુ થાય છે. આ વાતનું સમર્થન શાસ્ત્રપાઠની સાક્ષી સાથે બીજા મુદ્દાના વિવરણમાં કહેલું હોવાના કારણે અત્રે વિસ્તાર કરતા નથી. ૯૫ “તિથિદિન” અને “પરાધન” સબંધી મન્તવ્ય ભેદને અંગે નિર્ણય કરવાને માટેના ૨૫ મુદ્દાઓ પિકીને રો મુદ્દે નીચે મુજબને છે.
(૨૦) પૂર્ણિમા અને કલ્યાણતિથિઓ-એ બેમાં અવિશેષતા છે કે વિશેષતા? ૬ આ મુદ્દાના સંબંધમાં અમારું મંતવ્ય એવું છે કે-પૂણિમા અને કલ્યાણક તિથિઓએ બેમાં આરાધ્યપણાને અંગે વિશેષતા નથી પણ અવિશેષતા છે. શ્રી તવતરંગિણમાં એથી ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે –
ત્યારે બીજી કલ્યાણકઆદિ તિથિઓ આરાધ્ય છતાં પણ ફરજિયાત નથી, પરંતુ મરજિયાત છે, કારણ કે તે ન આરાધાય તો પ્રાયશ્ચિત્ત નથી.
વળી અષ્ટમી ચતુર્દશી વિગેરે પર્વતિથિઓને સંઘમાં ઘણે ભાગ આરાધવા લાયક(આરાધનાર) હોય છે, અને તેથી તેને માટે વ્યવહારની નિયતતા કરવાની જરૂર હોય છે. જ્યારે કલ્યાણક આદિ તિથિ આરાધનારે વર્ગ જુજ હેય છે. અને તેથી તેને માટે વ્યવહારનું પરાવર્તન કરવાનું ભાગ્યે જ હોય છે.
આજ કારણ આગળ રાખીને શાસ્ત્રકારોએ ચતુર્દશીના ક્ષયે તેરશના વ્યપદેશને અભાવ અને અષ્ટમીના ક્ષયે સપ્તમીને દિવસે અષ્ટમી માનવાનું જણાવ્યું છે. (પછી ભલે તે તે અપર્વતિથિ કલ્યાણકપર્વરૂપ પણ હોય.)
એ વાત તો સહેજે સમજાય તેવી છે કે સપ્તમી અને તેરશની તિથિ એ કલ્યાણક નથી એમ તો નથી જ. પ્રસિદ્ધ કલ્યાણક તિથિ સંઘના ઘણા ભાગને આરાધવાની હોય, તેથી તેની હાનિ વૃદ્ધિ વ્યવહારમાં પ્રયોજિક બને. પરંતુ ફરજિયાત અષ્ટમી આદિ પર્વતિથિઓને અંગે તો નિયમિત વ્યવહાર કરજ પડે. એટલે કલ્યાણક તિથિઓને પર્વતિથિ કહેવાના ઓઠા નીચે ફરજિયાત પર્વતિથિઓના વ્યવહારને ઉડાવવાનું કાર્ય એ વર્ગ સાધી શકે તેમ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org