________________
આ રામચંદ્રસૂરિજી સ્વપક્ષ સ્થાપન,
૧૪૩
જાય છે. તેથી તે ચલિત ન થવા દેવા માટે–ઉત્તરની તિથિજ પર્વતિથિ -પર્વતિથિપણે કરવી કે ગ્રહણ કરવી.
આ કારણથીજ શ્રીહીરસૂરિજી મહારાજ અને શ્રી સેનસૂરિજી મહારાજ અષ્ટમી–એકાદશી પૂર્ણિમા અને અમાવાસ્યા જેવી પરિસિંખ્યાન કરવામાં આવેલી પર્વતિથિની ટીપણાની વૃદ્ધિની વખતે બીજા દિવસની તિથિને જ પર્વતિથિ કહેવી ઔદયિકી ગણીને વિશે કલાક ઉદયને લીધે થતી પર્વ. તિથિની સંજ્ઞા તે દિવસેજ કાયમ કરે છે.
એટલે સ્પષ્ટ સમજાય તેવી વાત છે કે તેઓશ્રીએ તેવી પર્વવૃદ્ધિ વખતે પહેલી અષ્ટમી આદિને તે તે પર્વતિથિ તરીકે ઉદયને સ્પર્શનારી જ નહિ ગણું, તો પછી તેને અષ્ટમી તરીકે કહી શકાય જ કેમ?
અને ન કહેવાય ત્યારે સૂર્યોદયને સ્પર્શનારી ગણેલી તે બીજા દિવસની અષ્ટમી આદિની પહેલાને કાળ સપ્તમી આદિ તરીકે જ મનાય એ તો એક વ્યવહારસિદ્ધ હકીકત છે. અને તેથી તેવા અવસરે સાતમ આદિ અપર્વ. તિથિની જ વૃદ્ધિ માનવી, તે પ્રષિ-પર્વતિથિના નિયમ-આરાધના અને ગ્રંથકારેનાં વચનને અનુકુલ છે, એમ કહેવાય.
આશ્ચર્યની વાત તો એ છે કે આ વર્ગ આઠમની પર્વતિથિ (એવી વૃદ્ધિના વખતે) પહેલે દિવસે પણ છે, એમ માનવા તૈયાર થાય છે. અને આઠમ આદિ પર્વતિથિના નામે લીધેલા નિયમરૂપ આરાધના કરવાને તો તે દિવસે નિષેધજ કરે છે. અથવા તે દિવસે તે તિથિના નામે લીધેલા નિયમોથી વિરૂદ્ધ વર્તનનું પ્રાયશ્ચિત્ત માનવા કે કરવા એવર્ગ તૈયાર થતો નથી.
એટલે કહેવું જોઈએ કે એ વર્ગને દત્તક લીધાની તો કબુલાત છે. પરંતુ વારસાને માટે હક્કદાર (તે દત્તકને) માન નથી, એના જેવું જ એ થાય છે.
પર્વતિથિઓનું પરિસંખ્યાન જ્યારે ઈષ્ટ છે, અને એને અંગે ઉપરોકત રીતિએ જે ટીપણામાં આવેલી પર્વનન્તર પર્વ તિથિની વૃદ્ધિ ન મનાય તે પછી “વૃદ્ધ ના પ્રયોગને લીધે થયેલી પૂર્વવર્તિ પર્વતિથિની થવા પામતી વૃદ્ધિ, એ તે મનાય જ કેમ ? અને જે માનવામાં આવે તો તેમ માનનારની બકરું કાઢતા ઉંટ પેઠા” જેવી સ્થિતિ કેમ ન થાય? એટલે જેમ એક પર્વની વૃદ્ધિમાં પૂર્વના અપર્વની વૃદ્ધિ કરવી પડે તેમ પનાર પર્વની ટીપણામાં વૃદ્ધિ હોય ત્યારે પર્વની પૂર્વવર્તિ પર્વતિથિની પહેલાની અપર્વ તિથિની જ વૃદ્ધિ કરવી પડે. અને તેથીજ શ્રી દેવસૂર તપાગચ્છવાળાઓ પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિએ હંમેશાં તેરસની વૃદ્ધિ કરતા હતા, અને એ જ કારણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org