________________
-1
www
આ. રામચંદ્રસૂરિજીન નિરૂપણની સમાલોચના
૨૧૩ શ્રી હીરવિજયસૂરિજીના વચન અને વિજયદેવસૂરિજીના પટ્ટકના આધારે જ કરીએ છીએ. બીજાં પણ છૂટક પાનામાં શાસ્ત્રીય પ્રમાણે છે, જે પુરાવામાં આવ્યા છે. તેમાં સાફ લખ્યું છે કે-પૂનમ કે અમાસની ક્ષય વૃદ્ધિએ તેરશની ક્ષય વૃદ્ધિ કરવી. અને એજ ન્યાય અમે ભા. સુ.૫ માં લગાડીએ છીએ. આવી. હેરફેરીની “સેળમી, સત્તરમી, અઢારમી અને ઓગણીસમી સદીના પૂરાવા શાસ્ત્રીય પ્રમાણમાં અમે આપ્યા છે, તે જોઈ લેવા ભલામણ છે. વળી “પં. રૂ૫ વિ૦ તથા પ. દીપ. વિ૦ ના પત્રોના હવાલા જે ૧૮૯૫ તથા ૧૮૯૬ ના છે તે જોવા. એટલે બરાબર સામી સદીથી શ્રી દે. સ. સંઘના પુરાવાઓ મેજુદ છે, જેમાં પૂનમ કે અમાસની ક્ષયવૃદ્ધિએ તેરશની ક્ષયવૃદ્ધિ કરવી, એમ સાફ વાત છે. ઉપસંહારના મુદ્દા ૫ ની સમાલોચના.
આ મુદ્દાના સમર્થનમાં કોઈ પાઠ કે પ્રમાણુ એ વગે આપ્યા જ નથી. ઉલટું તે વર્ગની વિરૂદ્ધ પાઠે તવતરંગિણિમાં છે, જે આપણે જોઈ ગયા છીએ. તેમાં ચૌદશના ક્ષયે તેરશના વ્યપદેશને સાફ અસંભવ જણાવીને તે દિવસે ચિદશના વ્યપદેશને જણાવ્યું છે. ઉપસંહારને મુદ્દો ૬.
ઉદય આદિને નિયમે પર્વતિથિને જેમ લાગુ પડે છે તેમ કલ્યાણક તિથિઓને લાગુ કરવા જોઈએ. [. ૭૩ ]
આ વિધાનને પુરવાર કરનાર એક પણ શાસ્ત્રીય પાઠ એ વગે આ નથી.
પર્વે બે પ્રકારના છે. ૧ એક ફરજીયાત અને ૨ બીજાં મરજીયાત. ચતુષ્પવી ફરજીયાત પર્વ છે, તે દિવસે પિષધ, ઉપવાસ અને ચૈત્યવંદનાદિ મુનિ ન કરે તે પ્રાયશ્ચિત્ત લાગે. જ્યારે મરજીયાત પર્વતિથિ, તપસ્યાથી આરાધવાની છે અને તેમાં પણ આરાધે તે સારું, પણ ન આપે તે પ્રાયશ્ચિત્ત નથી. તદનુસાર - કલ્યાણક પર્વતિથિઓ પણ મરજીયાત પર્વતિથિઓ છે, તે ન આરાધે તો પ્રાયશ્ચિત્તનું વિધાન નથી. (જુઓ તસ્વ. ની ગાથા ૩૩ મી) એટલે તું વિધાન તેને લગાડવું જ જોઈએ, તે એકાંત નિયમ નથી, કારણકે તેને માટે ભજના-વિકલ્પ છે.
શાસ્ત્રકારે તે ચાદશના ક્ષયે તેરશે તેરશના વ્યપદેશને અભાવ કહ્યો અને તે દિવસે ચિદશ જ માનવાની જણાવી છે. માને કે હવે તેરશે કલ્યાણક પર્વ પણ આવે છે. છતાં તેરશના વ્યપદેશને શાસ્ત્રકારે અભાવ કહ્યો છે, તેમજ તત્વ. તરં૦ પૃષ્ઠ ૫ ઉપર આઠમના ક્ષયે સાતમનું ‘ W.' કહીને સાતમ ખસેડીને આઠમ કરવાનું જણાવ્યું છે. સાતમે કલ્યાણકે આવે છે છતાંયે આઠમના ક્ષયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org