Book Title: Parvatithi Nirnay
Author(s): Mafatlal Zaverchand Gandhi
Publisher: Jain Dharm Prabhavaka Samaj Ahmedabad

View full book text
Previous | Next

Page 519
________________ પર્વવ્યપદેશ મંતવ્ય લે જેમકે ટીપણુમાં બે આઠમ આવી હોય ત્યારે બીજી આઠમને જ પર્વતિથિ તરીકે માનવી. કારણકે તિથિના વ્યવહારના કારણભૂત ઉદયવાળી ગણીને બીજી તિથિને જ “આદચિકી” કહી છે. એ રીતે શાસ્ત્રકારોએ પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં ટીપણાની પહેલી આઠમના ઉદયને પહેલી આઠમને ઉદય ન માનેલ અને ગણેલો હોવાથી ઉત્તરની વાસ્તવિક આઠમની પૂર્વને સૂર્યોદય તે સાતમને જ સૂર્યોદય ગણાય અને કહેવાય, આવું આજે જ નહિં પણ તે વખતે પણ પ્રચલિત હતું અને એ વગે પણ સં. ૧૯૧ સુધી તેમ કહેલું, માનેલું અને આચરેલું છે. જ્યારે એ વર્ગ હવેથી એ બંને આઠમ પર્વતિથિના નામો બોલવાનું કાયમ રાખે છે અને બીજી આઠમને આઠમ માનીને પર્વતિથિ તરીકે આરાધે છે. શ્રી દેવસૂર તપાગચ્છ તે વર્ગને કહે છે કે પ્રાયશ્ચિત્તાદિ વિધિમાં બે આઠમ, બે અગીઆરશ, બે ચાદશાદિ બોલવું તે ઉચિત નથી જ. ખરી રીતે તો જેન તિષ તેમજ પ્રાચીન તિષ પ્રમાણે તિથિઓ વધતી જ નથી. જેનશાસ્ત્રમાં તિથિના નામે જ નિયમે લેવાય છે. અને પછી તિથિ બોલવી અને નિયમ ન પાળવા તે સ્વવચન-આગમ અને પરંપરાથી અસંગત છે. હવે જેને શાસ્ત્રાધારે તિથિ જ વધતી નથી, પછી પર્વતિથિ કેમ જ વધારાય અને કેમ જ બેલાય? આમ છતાં એ વર્ગ તરફથી બેલાય છે તે તેમણે પાળવી જોઈએ. બે આઠમ બે ચિદશ બે પૂનમ આદિ લખાય છતાં તે વગ તરફથી ન પળાય તો તે વર્ગને મેટે દોષ આવશે. અને તે એ કે જે પહેલી આઠમ લખાઈ અને તે દિવસે તેનું વ્રતારાધન-તપ-જપ પિષધાદિ ન કયા તો એક દિવસ એવો પણ આવશે કે જે બીજી આઠમે પણું વ્રતારાધન પિષધાદિ ન કર્યા તો શું વધે છે? એ નિર્બસપરિણામ થશે, એ વર્ગને પચાંગાનુસાર બે આઠમાદિ બાલવા છે પણ આરાધન તે દેવસૂર સંઘ કરે છે તે પ્રમાણે જ કરવું છે. અર્થાત પહેલી આઠમે તે સાતમનું જ કર્તવ્ય કરવું છે. પછી બે આઠમ આદિ બલવાને અર્થ શું છે? નામ હરે આપવું છે અને કાચના મૂલ્ય વેચવું છે. એ વર્ગ સં. ૧૯૧ સુધી તે બે આઠમ આવતી હતી ત્યારે બે સાતમ આદિ જ કહેતા હતા અને માનતે હતો. એ જુની રીતિને ભૂલી આજે આમ ઉલટું કરે છે. આવી રીતે પૂર્ણિમા અને અમાવાસ્યામાં પણ મોટે મતભેદ છે: શ્રી દેવસૂર તપાગચ્છ તો પૂનમ અમાવાસ્યાની વૃદ્ધિએ તેરશની જ વૃદ્ધિ કરે છે. જ્યારે એ વર્ગ, બે પૂનમ અમાસ વિગેરે કરે છે. આશ્ચર્યની વાત છે કે આમ છતાં પણ તે વર્ગ એનું સમર્થનનું એક પણ પ્રમાણ આપી શકયો નથી. નિર્ણયાત્મક વાતે ૧ “જેન શાસ્ત્રાધારે તિથિ વધે જ નહિ.” (આ વાત એ વર્ગને કબુલ રાખવી પડે તેથી શાસ્ત્રો સામે આંખ મીંચીને ટપ્પણાની તિથિ વૃદ્ધિ માને છે. પણ તે અનુચિત છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 517 518 519 520 521 522 523 524