________________
આ. રામચંદ્રસૂરિના નિરૂપણને સમાચના.
૨૨૯
વચનેથી વિરુદ્ધ એ વર્ગ પાસેથી કોઈપણ શાસ્ત્રીય પ્રમાણ ઉપલબ્ધ નથી પછી તેમણે નવું શરૂ કરેલું છે એમ કેમ ન કહેવાય?
આવો જ ત્રીજો મુદો કલ્યાણુક તિથિને છે. એ વર્ગ કલ્યાણક તિથિઓને ફરજીયાત પર્વતિથિ જેવી પતિથિ જ માને છે. અહિં અમારે મતભેદ એ છે કે અમે કલ્યાણક તિથિઓને પર્વતિથિ માનીએ છીએ, પણ ફરજીયાત નહિ.
જ્યારે આઠમ-ચદશ અને પૂનમ અમાસને ફરજીયાત પર્વતિથિ તરીકે શાસ્ત્રમાં જણાવી છે. આ તિથિઓએ તપ, પૈષધ, મુનિચંદન ચૈત્યવંદનાદિકા ફરજીયાત કરવાનું કહ્યું છે અને ન કરે તે પ્રાયશ્ચિત્ત લાગે આમ જણાવ્યું છે. જુઓ તેને પાઠ--
संते बले बोरियपुरिसयारपक्कमे अहमी चउइसी नाणपंचमो पज्जोसवणा चाउमासीए चउत्थट्ठमछ, न करेइ पच्छित्त “मिति महानिशिथे" तथा च अट्ठमीर चउत्थं पक्खिए चउत्थं चाउमासीए छ8 संवच्छरिए अहमं न करोति of “વદાર .
હવે કલ્યાણક તિથિઓ માટે ફરજીયાત વિધાન તેમજ તે દિવસે તપ આદિ ન કરે તે પ્રાયશ્ચિત્ત વિગેરે છે જ નહિ. (જુઓ તવતરંગિણીગાથા ૩૩ અને તેની ટકા) બીજુ કલ્યાણકે તે એક તિથિએ અનેક ભેગાં પણ આવે છે. અને આરાધાય પણ છે. જુઓ આચારોપદેશ ગાથા ૧૩–૧૪. પરંતુ ફરજિયાત પર્વતિથિ એક દિવસે એકથી વધારે મનાય કે આરાધાય તેવા કયાંય પણ શાસ્ત્રીય પાઠ નથી તેમજ પરંપરા પણ નથી અને હોય તે એ વર્ગ રજુ કરે. - હવે એ વગે ઉદયતિથિ માન્ય કરવા માટે જે લખ્યું છે તે માટે જુઓ તેમના પેટા ઈસ્યુ ૧-૨-૩.
એ વર્ગની માફક અમને ઉદયતિથિ માન્ય છે. પરંતુ ટીપણુની ક્ષય વૃદ્ધિ વખતે ક્ષો પૂર્વા એ અપવાદ છે. યદિ અપવાદ ન હોત તો છે પૂરા નો પ્રષ જ ન ચાલત. ક્ષયમાં અમે જે અપવાદ માનીએ છીએ તે અપવાદ એ વર્ગને તે બેલવા પૂરતો જ રહે છે. કારણકે પર્વતિથિ-આઠમ આદિના ક્ષય તેઓ ઉદયવાળી પૂર્વ અપર્વતિથિમાં જ પર્વતિથિ માનીને સંતોષ પામે છે.
અર્થાત ક્ષય વખતે તેઓ ઉદયવાળી તિથિ આરાધતા જ નથી.
ક્ષયને અંર્થ જ એ છે કે સૂર્યોદયને ન સ્પર્શતી તિથિ. આઠમના ક્ષય પ્રસંગે સૂર્યોદય સમયે આઠમ નથી. કેમકે પૂર્વની સાતમ આદિને સૂર્યોદય છે તે દિવસે ચાર ઘડી પછી આઠમ બેઠી અને તે બીજા દિવસના સૂર્યોદય પહેલાં ખતમ થઈ ગઈ. એટલે “ઉદયતિથિ જ માનવી અને બીજી ન માનવી” આ તે વર્ગને આગ્રહ એ પ્રસંગે તેઓ પણ નથી જ પાળતા, જે તેઓ પોતાને ક્ષય પ્રસંગે પણ ઉદયના આગ્રહને વળગવામાં સાચા જ મનાવતા હોય તે તેમણે ક્ષીણ પર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org